તસવીર-એ-ગુજરાત

No

Block: Site: Subtree Block

    સાતમી જૂનઃ એક ઐતિહાસિક ચર્ચાન

    એટલું તો થાય જ છે કે હવે રાષ્ટ્રીય સ્તરની કોઈ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડે છે! સાતમી જૂન આમ તો કાળઝાળ ગરમીનો સામાન્ય દિવસ હતો પણ મોટી સંખ્યામાં લોકો ટીવી સામે બેસી ગયા. તેમાં ભાજપ, જૂનો જનસંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવા-જૂના કાર્યકર્તા તેમજ શુભેચ્છકો તો હતા જ, કોંગ્રેસી નેતાઓ પણ હતા, અને જેમને ટીવી પર રાજકીય વિશ્લેષણ કરવાનું આવે તે પણ ખરા. સમગ્ર દૃશ્ય – જે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય કાર્યાલયનાં મેદાનમાં - સર્જાઈ રહ્યું હતું તેની ઉત્સુકતા હતી.

    ગુજરાતનો નરસૈયોઃ દુનિયાનો વૈ

    નરસિંહ મહેતાનું મૂલ્યાંકન કરવું હોય તો તેના ચમત્કારો, તેમની અસીમ ભક્તિ, તેનું ભક્તિ-વલોવણ... આ બધું બાજુ પર રાખીને ‘સામાન્ય નરસિંહ’ સુધી જવું પડે. એ તદ્દન મુશ્કેલ એટલા માટે છે કે નરસિંહનું ‘સામાન્ય’ હોવું અને ‘અસામાન્ય’ બનવું, તે અલગ-અલગ બાબતો નથી. એ એક પ્રક્રિયા હશે તેનો કદાચ, અભ્યાસ કરી શકાય. પણ સામાન્ય-અસામાન્યને મૂલવી શકાય તેવું ‘દ્વૈત’ નથી, ‘અ-દ્વૈત’ છે તેનું.

    ચાળીસ વર્ષે રાજકીય દુર્ઘટનાન

    ચાળીસથી વધુ વર્ષ પહેલાંની, ભારતીય લોકશાહી પર પ્રહાર કરનારી રાજકીય દુર્ઘટનાનું સ્મરણ છે, તમને? બરાબર ૧૯૭૫ની ૨૫-૨૬ જૂને કેન્દ્રમાં રાષ્ટ્રપતિના આદેશ મુજબ ‘બંધારણની જોગવાઈ મુજબ’ સમગ્ર દેશમાં આંતરિક કટોકટીની જાહેરાત કરી દેવામાં આવી હતી.

    ગુજરાતી અને યહુદી તો સાંસ્કૃત

    ગુજરાતના મુખ્ય પ્રધાન ઇઝરાયલની મુલાકાતે જઈ આવ્યા તે સારું થયું. તેમની સાથે કાબેલ અફસરો પણ હતા. હવે ત્યાંની યોજનાઓની ખૂબી-ખામી સમજીને અહીં અમલીકરણ થાય તેવી અપેક્ષા રાખીએ.

    ગુજરાતી સાહિત્યકાશે ચમકતા તા

    ગુજરાત સાહિત્ય અકાદમી અને તેની સાથે સંસ્કૃત, સિંધી, ઉર્દુ, હિન્દી અને કચ્છી સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે આવ્યા પછી એવો અનુભવ દૃઢ થયો કે ગુજરાતનાં સાહિત્ય આકાશે નવા નવા તારલિયા પોતાનો ચમકાર બતાવી રહ્યા છે!

    ભારતના પ્રથમ પત્રકારનું ‘પીળ

    ઈતિહાસને અવળચંડો કહેવાય? કે પછી આપણી માહિતી, સંશોધન અને જ્ઞાનની મર્યાદાને કારણે આવું બને છે? આ સવાલ હમણાં એક પુસ્તક વાંચતા થયો. એન્ડ્ર્યુ ઓટીસના આ ઇતિહાસ સંશોધનમાં આપણા પ્રથમ પત્રકાર વિશેની તમામ માન્યતાઓ બદલાવવી પડે તેવું બન્યું છે.

    ભારતીય પત્રકારત્વના ઇતિહાસને...

    કોલકાતામાં ઈસ્ટ ઇન્ડિયા કમ્પની અને તેના સર્વેસર્વા વોરેન હેસ્ટિંગ્સની ખિલાફ પત્રકારત્વના માધ્યમથી સફળ થનાર જેમ્સ ઓગસ્ટસ હિકીના સાવ અંધારે રહી ગયેલી જિંદગીના પાના ખોલનાર સંશોધક એન્ડ્ર્યુ ઓટીસના મહા-પ્રયાસની વિગત આપણે આ કોલમમાં લીધી તેનો સહુથી અધિક પ્રતિસાદ પત્રકારત્વમાં સક્રિય તંત્રી, પત્રકાર અને તાલીમાર્થી વિદ્યાર્થીઓએ આપ્યો અને આ વિષય પર ભારતના અને એશિયાના પણ પ્રથમ અખબારના તંત્રી વિષે વધુ પ્રકાશ પાથરવાનો આગ્રહ રાખ્યો છે.

    બિલ્વપત્રના અભિષેકે ભીંજાયુ

    આ દિવસો જ બિલ્વીપત્રના છે શ્રાવણના પ્રભાતે કે સંધ્યાએ મહાદેવને બિલ્વપત્ર ચઢાવવામાં આવે, પત્રમ્ પુષ્પમ્ ફલમ્ તોયમ! ગુજરાતનો નેહનાતો શ્રાવણ અને ઓગસ્ટ બંનેનો છે, શક્તિનો નાયગરા એટલે ઓગસ્ટ અને પ્રેમભક્તિની પૂણ્યસલિલા શ્રાવણનો સંગ કરે છે. ગુજરાતમાં દેવાધિદેવ મહાદેવ માત્ર ધાર્મિકતા સાથે સંકળાયેલા નથી, સમાજજીવનનાં પ્રત્યેક પાસાંનો તેનો સંબંધ! પંચમહાલમાં ભીલ વસતિ છે, ભીલ તો વનવગડાનો વાસી પણ એ શિવનો ઉપાસક છે.

    સ્વાધીનતા પથના શહીદોઃ તેઓ કદી...

    શ્રાવણની જેમ જ ઓગસ્ટની યે ઓળખ કરવા જેવી છે, બચપણમાં એક ગીત ગાતાં, તે હજુ સ્મૃતિમાં જડાઈ ગયું છેઃ ગોલી સે બિંધા લાલ, મેરા કિસને પુકારા?

    જિંદગીથી મૃત્યુઃ વાજપેયીના શ

    અટલ બિહારી વાજપેયીની પૂણ્ય સ્મૃતિ મોરિશિયસમાં? હા. આ રાજપુરુષ જેટલા ભારતના હતા એટલા જ વિદેશોમાં પણ પ્રિય રહ્યા તેનું ઉદાહરણ નજર સામે હતું. અગિયારમું વિશ્વ હિન્દી સંમેલન ૧૮થી ૨૦ ઓગસ્ટ પોર્ટ લૂઈસના ‘કવિવર તુલસીદાસ નગર’ના સભાખંડમાં હતું. ત્યાં ઔપચારિક ભાષણોની પૂર્વે જ હજાર જેટલા દર્શકો અને મંચ પર પ્રતિષ્ઠિત મોરિશિયસના વડા પ્રધાન સહિત સૌએ ઊભા થઈને વાજપેયીજીને અંજલી આપી