તસવીર-એ-ગુજરાત

No

Block: Site: Subtree Block

    ઢંઢેરાઓ દર્શાવે રાષ્ટ્રીય મહ

    (ચૂંટણી ડાયરી-૩) ઢંઢેરો શબ્દ આમ તો મેનિફેસ્ટો કે જાહેરનામું અથવા ડેકલેરેશનની સાથે મેળ પાડે છે. આપણા વિદ્યાર્થી જીવનમાં ‘રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો’ યાદ છે. હિન્દુસ્તાની પ્રજા માટેનું એ ફાંકડું ગુલામી ખત હતું અને તેનો આકરો જવાબ એવા જ ઢંઢેરાથી અવધની બેગમોએ આપ્યો હતો!

    ગુજરાતનું ગણિત એકલી જાતિ પર કા...

    (ચૂંટણી ડાયરી-૪) ગુજરાતનું ગણિત જરા અટપટું લાગે છે ઘણાને. મધ્યકાળમાં એક વિદેશી મુસાફરે નોંધ્યું હતું કે અહીં ગુજરાતમાં બાળકો ભણવા બેસે ત્યારે ક-ખ-ગ-ઘથી શરૂ નથી કરતા, ‘એકડે એક, બગડે બે...’થી શીખવાનું રાખે છે!’ આનો અર્થ એ ખરો કે મૂળમાં આવડા મોટા દરિયાકિનારાને લીધે દેશ-વિદેશોમાં જવાનું બને, અને ‘વેપાર-વાણિજ્ય’નો અનુભવ થાય! ‘ગણતરી’ કરવી અને ‘ગણતરી’ રાખવી એ ગુજરાતી પ્રજાનું લક્ષણ છે.

    ગુજરાતનો મતદાર એકદમ જાગૃત બની...

    (ચૂંટણી ડાયરી-૫) આ અંક જ્યારે તમારા હાથમાં હશે ત્યારે ભારતના ચૂંટણી જંગનો ત્રીજો - મહત્ત્વનો - તબક્કો પૂરો થયો હશે. મતદારે તેના મતનો ઉપયોગ કરી લીધો હશે. ગુજરાત પણ તેમાં આવી ગયું. ૨૩મી એપ્રિલે મતદાન. ૨૬ બેઠકો પર બે મોટા પક્ષો - કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો. ઉપરાંત ટચૂકડા પક્ષો સહિત ૩૫૦થી વધુ ઉમેદવારોનું ભવિષ્ય સીલબંધ થઈ ગયું!

    મહત્તમ મતદાન થયું, હવે પાકું પ

    (ચૂંટણી ડાયરી-૬) ગુજરાતે તેના સ્થાપના દિવસ (પહેલી મે)ની પહેલાં જ ૨૬ બેઠકોનું મતદાન કર્યું, તે નિમિત્તે ગુજરાત અને તેના રાજકીય તખતાની યાદ તાજી થાય તેમાં નવાઈ નથી. ‘ગુજ્જર’ ‘ગુર્જરત્રા’ ‘ગુજરાત’ તો હજારો વર્ષ જૂનો અંદાજ આપે કેમ કે અહીંના વિશાળ સમુદ્ર કિનારો, વેપારવાણિજ્ય, કુદરતી આફતો, ભૌગોલિક ફેરફારો અને સાહસિક પ્રજાના સંઘર્ષમાંથી આ ગુજરાત સર્જાયું છે. તેનું રાજકીય સ્વરૂપ ચૌલુક્ય, ગુપ્ત, શાક્ય વગેરે રાજવંશોના સમયે અલગ હતું, મુઘલ અને સલ્તનતકાલીન સાવ અનોખું રહ્યું.

    સાત પડાવ, સત્તર મુદ્દા!...

    (ચૂંટણી ડાયરી-૭) પાંચ પત્યા, બીજા બે - ૧૨ અને ૧૯ મેના રોજ પૂરા થશે, અને ભારતના ભાગ્યવિધાતાનો ફેંસલો પ્રજાજનો નક્કી કરશે. આ સાત તબક્કે થયેલાં મતદાનમાં મુખ્ય મુદ્દા કેવા હતા, જાણી લઈએ.

    ભારત ભાગ્યવિધાતાનો નવો ચહેરો

    (ચૂંટણી ડાયરી-૮) ચૂંટણીનો છેલ્લો તબક્કો આગામી રવિવારે પૂરો થશે. અને ૨૩ તારીખે પરિણામો જાહેર થશે. ૧૯મીએ પ્રિ-પોલ સર્વેથી મીડિયા ગાજતું રહેશે એ દરમિયાન ગભરામણ, આત્મવિશ્વાસ અને અતિરેકના કિસ્સાઓ આવતા રહ્યા છે એમાં આપણાં એક ગુજરાતી ‘બુદ્ધિમાન’નો પણ મહત્વનો ફાળો છે. નામ સામ પિત્રોડા. આજકાલ રાહુલ ગાંધીના ગુરુ મનાય છે..

    ભારત ભાગ્યવિધાતાનો નવો ચહેરો

    (ચૂંટણી ડાયરી-૯) રવિવાર ૧૯ મેની સાંજથી ગુરુવાર ૨૩ મેની સવાર સુધીના કલાકોની સંખ્યા આમ તો ૮૭ થાય, પણ આ કલાકોની કહાણી સાંભળવા જેવી છે. ૧૯મીએ સાંજે એક્ઝિટ પોલ આવ્યા. આવતાંવેત જાણે વાવાઝોડું ત્રાટક્યું! અરે, આ તો ભાજપ-મોદી માંડ માંડ લઘુમતી બેઠકો મેળવી શકશે એવું મનાઈ રહ્યું હતું તેને બદલે ૩૦૦ અને તેથી વધુ સર કરી રહી છે! તુરત પ્રતિક્રિયા આવી.

    રાજ્યાભિષેકનો લોકોત્સવ...

    (ચૂંટણી ડાયરી-૧૦) ઘટનાચક્ર જાણે કે બેવડી ગતિથી ફરી રહ્યું છે. ગયા સપ્તાહે આપણે એક્ઝિટ પોલથી પરિણામ વચ્ચેના દિવસોની હલચલ જાણી હતીઃ રાજકીય પંડિતોને એવું જ લાગતું હતું કે સત્તામાં પરિવર્તન આવશે. ગઠબંધન વત્તા કોંગ્રેસ ભેગા મળીને સરકાર રચશે. કેટલાકને ત્રિશંકુ સ્થિતિની આશંકા હતી. ૩૦૦ બેઠકો ભાજપ-એનડીએને મળે એવું કહેનારાઓની મશ્કરી થવા લાગી હતી.

    મોદી-યુગના પ્રશ્નો અને પડકારો...

    (ચૂંટણી ડાયરી-૧૧) વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળના સાથીદારોની રાષ્ટ્રપતિ ભવનમાં શાનદાર શપથવિધિ થઈ ત્યારે એક ટીવી ચેનેલે મથાળું માર્યુંઃ ‘ભારતીય રાજકારણમાં એક સમયે નેહરુ-યુગ હતો, હવે નરેન્દ્ર-યુગ શરૂ થઈ ગયો છે!’

    ગુલામી કાંઈ એકલી આવતી નથી!...

    આ લેખ સાથે બોક્સમાં રજૂ કરાયેલા હસ્તાક્ષરો કોના છે અને જેમને સંબોધન કરાયું છે તે કોણ એ કહી શકશો? રવીન્દ્રનાથ ટાગોરે આ પત્ર આપણા ગુજરાતી ક્રાંતિકાર બેરિસ્ટર સરદારસિંહ રાણાને ૯ મે ૧૯૩૯ના રોજ પારિસથી લખ્યો હતો.