લંડનના પાર્લામેન્ટ પરિસરમાં ગાંધીજીની પ્રતિમા ખુલ્લી મુકાઈ તે દિવસે ગુજરાતમાં એક ‘ગાંધીજન’ (‘ગાંધીવાદી’ નહીં, કેમ કે એ શબ્દે દેશની સ્વતંત્રતા પછી એક સ્વાર્થી અને દંભી જમાત જ આપ્યાનો ભાવ પેદા થાય છે.) નારાયણ દેસાઈએ આંખો મીંચી.
તસવીર-એ-ગુજરાત
Block: Site: Subtree Block
ગુજરાતમાં હમણાં બ્રિટન અને બીજે રાહુલ ગાંધીના ‘સુવિચારો’ની ચર્ચા ચાલે છે. વિદેશ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ એક સરસ વાત કરી છેઃ ‘મારી અટક પર ન જાઓ. મારાં કામ પર મૂલ્યાંકન કરો...’ કાશ, આ વાત કોંગ્રેસજનોને સમજાઈ હોય!
ગુજરાતને માટે છેલ્લા કેટલાક દિવસો સામાન્યથી અસામાન્ય સુધીના રહ્યા છે. શરૂઆત અનામત (તે પણ પાટીદારો માટે)ના ઉપવાસ-શસ્ત્રથી થઈ. હાર્દિક પટેલ લાંબા સમયથી પોતાની પકડ ગુમાવી રહ્યો હતો, રાજ્ય સરકારે સવર્ણ સમુદાયો માટે પણ એક પંચ નિયુક્ત કરીને તેની કેટલીક માગણી સંતોષી હતી. આમેય ઘણીખરી યોજનાઓમાં સર્વસમાવેશી અભિગમ રહ્યો છે. સમાજમાં પણ હવે ‘વધુ અનામત’ માટેની માગણી હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. સૌને લાગે છે કે અનામતની માગણીનો કોઈ અર્થ નથી.
સ્મારકોની સૌરાષ્ટ્રમાં ક્યારેય ખોટ નથી રહી. કોઈ પણ ગામને પાદર જાઓ અને જટાજૂટ વડલા નીચેના પાળિયાને ઉકેલો એટલે સા-વ સામાન્ય માણસે દાખવેલાં ખમીર, ખુમારી અને બલિદાનની ગાથાઓ સાંભળવા મળશે. આ પ્રજાએ અનેક યુદ્ધો, આક્રમણો, આપત્તિઓના સાક્ષી બનીને, સક્રિયતાનો અંદાજ પૂરો પાડ્યો અને ઇતિહાસ રચ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ૧૭ સપ્ટેમ્બરે ગુજરાતમાંથી લાખ્ખોની સંખ્યામાં જન્મદિવસની શુભેચ્છાઓના પત્રો ગયા તે અહેવાલ વાંચીને મને ૧૯૭૫ના ડિસેમ્બરની ૨૫મીએ અટલ બિહારી વાજપેયીને ગુજરાતમાંથી મોકલાયેલા જન્મદિવસ-શુભેચ્છાના પત્રોની ઘટના યાદ આવી ગઈ.
ભાષા અને બોલીઃ આપણા સમાજની સૌથી અધિક વિવિધતા જો ક્યાંય હોય તો ભાષા અને બોલીઓમાં છે. તમે સૌરાષ્ટ્રના સોરઠમાં જાઓ, ઝાલાવાડી જમીન પર વિહાર કરો, હાલાર (જામનગર) ને છેક ઓખાઈ – બરડાઈ વિસ્તાર ફરો, સમુદ્રકિનારે વેરાવળ – સિક્કા - સલાયા - દ્વારિકા - ઓખા - પોરબંદર – અને કચ્છના મુન્દ્રા, બેડી, કંડલા, કોટેશ્વર સુધીની રેતીમાં ફરો... દરિયાઈ બોલીના જ કેટકેટલા રૂપ છે!
ગાંધી અને સરદારઃ આજકાલ ગુજરાતમાં બે સ્વર્ગસ્થ ચર્ચિત ચહેરાઓની બોલબાલા છે! રાજકોટમાં જ્યાં ગાંધી ભણ્યા હતા તે મ્યુઝિયમ અને સરદારની પ્રતિમા - બન્ને વડા પ્રધાનનો ઉપહાર છે. વાયબ્રન્ટ વખતે એનઆરજીના મેળાવડામાં ગાંધી-સરદારને એક તરુણ સમક્ષ પ્રત્યક્ષ કરતું નાટક મેં લખ્યું તે ભજવાયું હતું. સાબરમતીના ઐતિહાસિક કિનારે અમેરિકાવાસી જગદીશભાઈએ મને કહ્યું કે અરે, આ તો દુનિયાના દેશોના આપણા ગુજરાતીઓ સમક્ષ પ્રસ્તુત કરવા જેવું છે!
રાજભવનમાં હમણાં પાંચમી ઓક્ટોબરે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ – સાહિત્ય – પત્રકારત્વના મહાનુભાવોને બોલાવ્યા અને ‘વર્તમાન પરિસ્થિતિમાં ગાંધીદર્શનનું ઔચિત્ય’ પર ચર્ચા અને ચિંતન માટે પ્રેરિત કર્યાં. રાજ્યપાલશ્રી પોતે પણ સ્વભાવે શિક્ષક અને કર્મે ચિંતક પણ છે. રાજભવનને તેમણે ‘રાજ’ ઉપરાંત ‘લોક’ ભવન પણ બનાવી દીધું છે.
લંડનસ્થિત સરદાર સાહેબનું અ-સ્થાયી નિવાસસ્થાન મેં ૨૦૦૮માં નિહાળ્યું હતું, ત્યારે જ મનમાં એક વિચાર સ્ફૂર્યો હતો કે મહાપુરુષો (અને સામાન્ય વ્યક્તિના) જીવનમાં પણ સ્થાનવિશેષ કેવો મહત્ત્વનો ભાગ ભજવી જતાં હોય છે?
૩૧મી ઓક્ટોબરે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણ સમયે સરદાર વલ્લભભાઈનો જૂનાગઢ-મુક્તિનો અધ્યાય યાદ કરવા જેવો છે. ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની પોતાની ઇચ્છા જાહેર કરી! ૮૦ ટકા હિન્દુ પ્રજા ધરાવતું આ રાજ્ય પાકિસ્તાનમાં જોડાય તો અખંડિતતા પર જોખમ હતું. પ્રજાના આગેવાનો એકત્રિત થયા. મુંબઈમાં જૂનાગઢવાસીઓની બેઠક થઈ. જૂનાગઢના આગેવાનોએ પણ નવાબના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો.
