કોઠાસૂઝ શું કરી શકે એનો નમૂનો છે બેંગકોકના અવિનાશ પટેલનો પરિવાર. જીવનમાં સૂઝ હોય તો ભણતર કરતાં ય ગણતરનું જીવન સફળ બને છે તે આ પરિવારમાં દેખાઈ આવે છે. માત્ર બે ધોરણ ભણેલા અંબાલાલ ખંભાત નજીકના શકરપુરના વતની. ખંભાતનો વિસ્તાર ત્રણેક હજાર વર્ષથી અકીકના અલંકારો માટે આગવી ઓળખ ધરાવતો. છેક લોથલના ખોદકામમાંય ખંભાતના અકીકના અલંકારો પ્રાપ્ત થયા છે. અકીકના પથ્થર ઘસવામાં અને તેના ઘાટ ઉપસાવવામાં અહીંના કારીગરો જાણીતા. અંબાલાલ આવા જ એક કારીગર. આ પછી વેપારી બન્યા અને ૧૯૨૫ની આસપાસ સુરત પહોંચીને ફેક્ટરી શરૂ કરી. ખંભાતથી કારીગરો લાવી કામ કરે. આ પછી રંગૂનમાં વસ્યા અને ત્યાંથી થાઈલેન્ડના બેંગકોકમાં વસ્યા. માણસો મારફતે સુરતની ફેક્ટરી ચાલુ રાખીને ત્યાં બનતા અલંકાર બેંગકોકમાં વેચે.
વિવિધા
Block: Site: Subtree Block
ગાંધીજી, સરદાર પટેલ સહિતના અગ્રણીઓ એકમેકની મજાકમસ્તી કરવામાંય મસ્ત હતાઃ નેહરુ તો વડા પ્રધાન હતા ત્યારે ય પોતાનાં ઠઠ્ઠાચિત્રો પર હસીને કાર્ટૂનિસ્ટ શંકરને શાબાશી દેતા
"માતાનું ઋણ અનેકવિધ હોય છે. માતાનું ઋણને ચૂકવવાની તો વાત જ ક્યાં કરવી. હજાર હાથવાળો ખુદ ભગવાન પ્રયાસ કરે તો પણ ભગવાને માતાનું ઋણ ચૂકવવા દેવાળુ કાઢવું પડે" એમ વિખ્યાત સાહિત્યકાર શ્રી ઉમાંશંકરભાઇ જોશીએ કહ્યું હતું. આપણા સૌની ખૂબજ માવજત લઇને આપણું અદકેરૂ ઘડતર કરનાર જનેતાને કોટી કોટી વંદન કરતો વિશેષાંક "માતૃ વંદના - મધર્સ ડે સ્પેશ્યલ વિશેષાંક" આગામી માર્ચ માસમાં મધર્સ ડે પ્રસંગે પ્રકાશીત થનાર છે.
હોંગ કોંગમાં કલરસ્ટોનના ક્ષેત્રે સમૃદ્ધ વ્યવસાયી અને યુવાપ્રવૃત્તિમાં અગ્રણી સુરેશ ઘેવરિયા કહે, ‘સ્વાધ્યાય પ્રવૃત્તિના કારણે અમારાં બાળકો પ્રાર્થના કરીને સૂતાં થયાં છે અને સવારે ઊઠીને વડીલોને પગે લાગતાં થયાં છે.’ હોંગ કોંગમાં આ સંસ્કાર સંવર્ધક પ્રવૃત્તિના આરંભક અને પ્રણેતા છે પ્રવીણભાઈ ડોંડા. તેઓ સ્વાધ્યાય પ્રવૃત્તિ ચલાવે છે. સાથે સાથે મહિલા કેન્દ્ર પણ ચાલે છે. દર શુક્રવારે રાત્રે ૯-૩૦થી ૧૦-૩૦ સુધી સ્વાધ્યાયમાં ભેગા થનાર કોઈ એક વિષયની ચર્ચા કરે, પ્રેરક સાહિત્ય વાંચે, પ્રાર્થના કરે. આ રીતે ભેગા થનાર ૩૦થી ૩૫ વ્યક્તિ હોય.
બાંગ્લાદેશ મુક્તિ જંગથી પાકિસ્તાનને તોડવા અને ઈંદિરાજીને યશ બક્ષવામાં જનરલ માણેકશાનું ભવ્ય યોગદાન
‘માંડવો બાંધવા સૌ આવે, પણ છોડવા માટે માણસ શોધવા પડે’ આવી કહેવત છે. અનુભવ થયો કેનેડાના ટોરોન્ટોમાં. સનાતન મંદિરમાં ત્યારે રમેશભાઈ ઓઝાની કથા. ભારે ભીડ જામી હતી. કથા પૂરી થયે જમવામાં લોકો ધસ્યા. હું એક ખૂણે ઊભો હતો. કથાના મંડપનું સુશોભન. ભારેખમ વસ્તુઓ. આ બધું સમેટવાનું બાકી. સમેટવામાં બે-ચાર વ્યક્તિ રોકાઈ. આમાંના તે એક ચીમનભાઈ. તેઓ નરસિંહ મહેતાના ભજનમાં વર્ણવેલા વૈષ્ણવજન શા! કથામંચ અને તેનું ભારેખમ સુશોભન ખસેડવું અઘરું! ચીમનભાઈએ એકલે હાથે શરૂ કર્યું. ભારે દેખાતા મદદ માટે ભત્રીજા જશભાઈને બોલાવ્યા. કાળજીપૂર્વક સમેટ્યાં પછી જમવા ગયા ત્યારે ખૂબ જ થોડા માણસો જમતા હતા!
સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ રચાયો એ ભોમકા કે પછી સંસ્કૃતના વ્યાકરણના રચયિતા પાણિનિ કે મોહેનજો દરોની ભૂમિ કઈ?
મહારાજ ભારતમાં આધુનિક સેક્યુલર શાસનના સંસ્થાપક
પેઢી દર પેઢી લક્ષ્મી અને સંસ્કારનું સાતત્ય જળવાય એવું બહુ થોડા પરિવારમાં અને ભાગ્યે જ બનતી ઘટના છે. યુગાન્ડાના કંપાલામાં વસતા વિનોદભાઈ વડેરાના પરિવારમાં આવું થયું છે.
અમેરિકાની સમૃદ્ધિને કારણે ત્રીજા વિશ્વના અને એક વખતના સામ્યવાદી જગતના દેશોના લોકો અમેરિકામાં વસવા સદા તત્પર રહે છે. જ્યારે આવું ન હતું ત્યારે અમેરિકામાં પ્રથમ જનાર ગુજરાતી તે વીરચંદ ગાંધી. એક વાર એકલા અને બીજી વાર પત્ની સાથે ગયા, પણ તેમને ક્યારેય અમેરિકામાં વસી પડવાનું મન ન થયું. આજથી સવાસો વર્ષ પહેલા એટલે ૧૮૯૩ની એ ઘટના. માત્ર ૨૯ વર્ષની વયે તેઓ ૧૮૯૩માં શિકાગોમાં મળેલી વિશ્વ ધર્મપરિષદમાં ગયા હતા. સ્વામી વિવેકાનંદ પણ તેમાં ગયા હતા.
