જમ્મુ-કાશ્મીરના ભારત વિલય અને યુવરાજ ડો. કર્ણ સિંહયુગનાં પ્રગટતાં સત્યો
વિવિધા
Block: Site: Subtree Block
વડાપ્રધાન થેરેસા મે બ્રેક્ઝીટ અને અન્ય મામલે પોતાના પક્ષમાંથી જ વાંધા - વિરોધનો સામનો કરી રહ્યા છે ત્યારે લેબર પક્ષના વડા જેરેમી કોર્બીનની લોકપ્રિયતા ધીમે ધીમે વધી રહી છે.
ખંભાતના ભગવતી રાવ બંદૂકો અને તમંચા રીપેર કરવાની દુકાન ચલાવે. આને કારણે શાખ જબરી, પણ ધનની બચત નહીં. એક વર્ષની વય થતાં પહેલાં મા મરણ પામ્યાં હતાં. ત્યારે ભગવતી રાવને ઊછેરીને મોટાં કરનાર એમનાં દાદીમા જીબાબા હતાં. જીબાબાને પાછલી વયે યાત્રા કરવાનું મન હતું પણ આર્થિક વિટંબણા વચ્ચે પૌત્ર એમને યાત્રા ના કરાવી શક્યા.
પ્રખર સમાજવાદી નેતા ડો. રામ મનોહર લોહિયાનું સ્વપ્ન
જેના પ્રેમની કોઈ સીમા નથી, જેને કોઈ ઉપમા આપી ન શકાય અને જે પોતાના ખોળીયામાંથી પોતાના બાળકનું સર્જન તેમજ પોષણ કરે છે તે છે જનેતા. મા ઘરનો પ્રાણ છે તો પૃથ્વી પરના પ્રત્યેક સર્જનનો આધાર પણ આપણી મા છે. આપણી સફળતાનો આધાર પણ મા જ છે ને! તો ચાલો આજે માતૃ દિને માતૃ વંદના કરી ભવોભવનું ભાથુ બાંધીએ. રવિવાર તા. ૧૧મી માર્ચના રોજ આપ સૌને મધર્સ ડે પ્રસંગે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દીક શુભકામનાઅો.
હિંદુ-મુસ્લિમ એકતાના પ્રણેતાને ગીતા અને કુર્રાનના સંદેશમાં સામ્ય જણાતું હતું
ભુલાભાઈ દેસાઈ અંગ્રેજો સામે એમના જ કાયદા વાપરીને લડ્યા અને જીત્યા. અંગ્રેજો કાયદાના નિષ્ણાત. લોકશાહી અને રાજ્ય બંધારણના નિષ્ણાત. આવા અંગ્રેજો પાસેથી દેશને આઝાદી અપાવવાની લડત વિવિધ રંગી હતી. કોઈએ શસ્ત્રો પકડ્યાં, કોઈએ સત્યાગ્રહ તો કોઈએ માત્ર બંધારણનો આશરો લીધો. બંધારણનો આશરો લઈને અંગ્રેજોને હંફાવનાર બે વ્યક્તિ અને બંને ગુજરાતી. એક હતા વિઠ્ઠલભાઈ પટેલ અને બીજા હતા ભુલાભાઈ દેસાઈ. બંનેને સરદાર વલ્લભભાઈ સાથે સંબંધ. વિઠ્ઠલભાઈ વલ્લભભાઈના મોટા ભાઈ તો ભુલાભાઈ સરદારના સાથીદાર. બંને ખેડૂતના દીકરા.
ઓળખીતાનો આધાર ઘણા બને પણ અજાણ્યામાં વિશ્વાસ મૂકીને મદદ કરેવી વિરલ વ્યક્તિઓમાંની એક તે ડાહ્યામામા. વિના સગાઈએ એ સૌના મામા બનીને અજાણ્યાનો આશરો બનતા. હેતના અમી સિંચતા આ ડાહ્યામામા મહેમદાવાદ નજીક વરસોલાના મૂળ વતની.
ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓ પ્રમાણમાં મોડા આવ્યા છતાં વિકાસની દોડમાં એ ઘણા આગળ નીકળી ગયા છે. સિડની અને મેલબોર્નમાં ગુજરાતીઓની મોટી વસતિ છે પણ ત્યાં પ્રમાણમાં ઠંડી વધારે છે. ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ ઓસ્ટ્રેલિયા રાજ્યમાં આબોહવા બેંગલોર જેવી છે. આમાં ૨૦૧૧માં ૧૬ લાખ ૭૧ હજારની વસતિ હતી આજે તે ૧૮ લાખ કરતાં ય વધી ગઈ છે. અહીંની વસતિમાં ગુજરાતીઓની મોટી સંખ્યા છે. સાગર તટે હોવાથી પર્થ રમણીય અને આહલાદક છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના હજારો લોકો અહીં આફ્રિકાના જુદા જુદા દેશોમાંથી સલામતી અને વિકાસની તકોને કારણે આવ્યા છે. કેટલાક કચ્છી પાટીદારો અહીં મોટાં મોટાં ફાર્મ ધરાવે છે. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના હોવાથી તેમનું અલગ મંદિર છે. બીએપીએસનું મંદિર છે. હિંદુ ધર્મના અહીં વિવિધ મંદિરો એમની ધર્મધજા ફરકાવે છે.
મોતીચંદ શેઠના પિતા અમીચંદ અને દાદા સાંકળચંદ સોજિત્રા વતન છોડીને અમીચંદ ખંભાત બંદરે પહોંચ્યા. ખંભાતમાં મજૂરી કરવા કરતાં મુંબઈમાં સારી તક મળશે એમ ધારીને ખંભાતથી ઈ.સ. ૧૭૫૮માં મુંબઈ ગયા. આ વખતે મુંબઈની વસતિ માંડ ૬૦ હજાર હતી. અમીચંદ ઝવેરાતના વેપારમાં થયેલી ખોટના આઘાતથી મરણ પામ્યા. મોટા દીકરા નેમીચંદે વહાણવટાના ધંધામાં દલાલી શરૂ કરી. તેમને હોરમસજી બમનજી વાડિયાનો પરિચય થયો. વાડિયા પરિવાર ત્યારે વહાણો બાંધવામાં જાણીતો. એમણે બાંધેલા વહાણો અંગ્રેજો, ફ્રેંચો, પોર્ટુગીઝો વગેરે ખરીદતા. વાડિયાના સંબંધે અમીચંદ ધંધામાં ફાલ્યાફુલ્યા. ત્યારના મુંબઈમાં ગંદકીને કારણે ચેપી રોગો ફાલતાફૂલતા. નેમચંદ આવા રોગમાં મરણ પામતાં ધંધાની જવાબદારી મોતીચંદે ઉપાડી. તેઓ અમીચંદના બીજા પુત્ર હતા. ૧૭૮૨માં જન્મેલા મોતીચંદ કાબેલ હતા. ૩૦ વર્ષની વયે ધંધાની ધૂરા ઉપાડીને તેમણે વાડિયા શેઠના સાથથી પોતાના વહાણો બાંધ્યા અને કમાયા.
