વિવિધા

No

Block: Site: Subtree Block

    નિર્વસ્ત્ર, અર્ધનગ્ન અને બિભત્સ.... સૌંદર્યમાં પણ કેટલો ફેર

    'એક નુર આદમી, હજાર નુર કપડા અને લાખ નુર નખરા' ઉક્તિ કદાચ તમે સાંભળી હશે. માનવી કે કપડાની કિંમત કરતા નખરાનું મુલ્ય ઘણી વખત વધી જતું હોય છે. પરંતુ તેમાં જો ઉમેરો કરવો હોય તો કપડા ન પહેર્યા હોય કે અોછા પહેર્યા હોય તેવી નિર્વસ્ત્ર કે અર્ધનગ્ન વ્યક્તિ તરફનું આકર્ષણ વધી જતું હોય છે.

    જીવંત, જંગમ ગુરુકૂલઃ ધીરુભાઈ બ...

    પશ્ચિમી ગોરા અને શ્યામવર્ણી રોજ ન્હાતા નથી. અમેરિકાવાસી ભારતીયો રોજ સ્નાન કરે પણ સમયસર રોજ સવારે સ્નાન કરવાને બદલે અનુકૂળતાએ સ્નાન કરે, ત્યારે ડલાસમાં વસતા ધીરુભાઈના પરિવારમાં શૌચ પછી ન્હાવાનું સામાન્ય બન્યું છે. આથી ક્યારેક એકથી વધારે સ્નાન કરવું પડે તેવું થાય છે. ધીરુભાઈ ઉદ્યોગપતિ છે. તેમની ઓફિસમાં પણ એક-બે જોડ કપડાં તૈયાર રાખે. ઓફિસમાં તેમના સંડાસ-બાથરૂમ પણ સ્વતંત્ર છે તેથી જરૂર પડે તો શૌચ પછી ત્યાં પણ સ્નાન કરી લે.

    ભાઈકાકા અને ભીખાભાઈ સાહેબે મળીને વલ્લભ વિદ્યાનગરનું સર્જન કર્યું. સરદાર પટેલની તેમને હૂંફ હતી. નૂતન વિદ્યાનગરનું સર્જન સી. એલ. પટેલે એકલે હાથે કર્યું. આ દ્વારા તેમણે ચીલાચાલુ શિક્ષણને બદલે પલટાતા વિશ્વ સાથે યુવકો તાલ મિલાવી શકે તેવું આધુનિક શિક્ષણ આપવાનો સંનિષ્ઠ અને સફળ પુરુષાર્થ કર્યો. ઈ-સાયન્સ, ઈ-કોમર્સ, ઈ-બિઝનેસ વેલ્યુએશન, ઈન્ડસ્ટ્રીયલ હાઈજીન, ઈન્ફર્મેશન ટેકનોલોજી, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, બાયો એન્જિનિયરિંગ, બાયો ટેકનોલોજી, આયુર્વેદ જેવા વિષયો શિક્ષણમાં દાખલ કર્યાં. આયુર્વેદ માટે અદ્યતન હોસ્પિટલ શરૂ કરી. ચરોતરમાં આવી આધુનિક હોસ્પિટલ ક્યાંય નથી. સિકાર્ટની સ્થાપના કરી. અદ્યતન છાત્રાલયો સહિતની કેટલીય નવી કોલેજો સર્જી. 

    ત્યજાયેલી તરછોડાયેલી માતાઓનો સહારો મધુબહેન ખેની

    વાત આશરે તેર વર્ષ પહેલાંની છે. સુરતની જગદીશ નગર સોસાયટીના એક મકાનમાં કેન્સરથી પીડાતી એક વૃદ્ધા દીકરા સાથે રહે. દીકરાએ મહેણાં ટોણાં પછી એક દિવસ સગી માને ઘરની બહાર ધકેલી દીધી. બીમાર ઘરડી માને રોડ પર ફેંકી દેતા દીકરાનો જીવ ચાલ્યો, પણ એક પારકી દીકરીનો નહીં. ત્યારથી એ પારકી દીકરીએ ઘરડાં માને પોતાના બનાવી લીધાં. જીવનના અંતિમ શ્વાસ સુધી દીકરીએ એ ઘરડાં માની સેવા કરી. એ દીકરી એટલે મધુબહેન ખેની. 

    ગુજરાતના ઔદ્યોગિક વિકાસના પ્

    શૈક્ષણિક તેજસ્વિતાની ટોચ શા ત્રિભુવનદાસ ગજ્જર ૧૮૬૩માં સુરતમાં જન્મ્યા. પિતા કલ્યાણદાસ ગજ્જર જબરા શિલ્પી. કાષ્ઠ અને પથ્થર બંને પર એ બારીક કોતરકામ, ઘડતર કરી શકે. કામ કરે ત્યારે નાનકડા દીકરાને ય બેસાડે. નક્શીકામમાં ધીરજ, એકાગ્રતા અને ચીવટ જોઈએ. ભણતા દીકરામાં આ આવ્યું. પ્રાથમિક શાળામાં અને હાઈસ્કૂલમાં ત્રિભુવન ક્યારેય પ્રથમ નંબર અને ઈનામ ના ગુમાવે. સુરતમાંથી મેટ્રિકમાં સારા માર્ક્સ લાવીને તે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં જોડાયા. કોલેજમાં થયેલા તેમના મિત્રો પછીનાં વર્ષોમાં ખૂબ જાણીતા થયા હતા. કાયદાવિદ્દ ચીમનલાલ સેતલવાડ અને સાહિત્યકાર કેશવ હર્ષદ ધ્રુવ તેમાં હતા. ૧૮૮૨માં તેઓ ૭૫ ટકા સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે બીએસ.સી. થયા. કોલેજે તેમને ફેલો બનાવ્યા. તેઓ રસાયણશાસ્ત્ર અને પદાર્થવિજ્ઞાન શીખવતા અને સાથે સાથે એમએસ.સી. કરતા હતા. ભણતી વખતે એમણે ‘હિંદની ગરીબાઈ’નું દાદાભાઈ નવરોજીએ લખેલું પુસ્તક વાંચ્યું. હિંદની ગરીબાઈ તેમને ખટકી અને તે નિવારવા કોઈ નક્કર કામ કરવાનું વિચારતા થયા.

    મુક્તજીવનદાસ સ્વામીબાપાઃ પુર...

    અમદાવાદના મણિનગર વિસ્તારમાં ૧૯૬૬માં ભગવાન સ્વામીનારાયણ અને સંત મુક્તજીવનદાસની મૂર્તિઓની શોભાયાત્રામાં હજારો હરિભક્તો હતા. આ શોભાયાત્રા કૃષ્ણબાગ નજીક આવતાં મૂર્તિઓમાંથી પરસેવાના ટીપાં ટપકવા લાગ્યાં. મૂર્તિ એ જ ભગવાન માનતા લોકો માટે ચમત્કાર હતો. બરાબર આ જ સમયે નૈરોબીમાં નીકળેલી શોભાયાત્રામાં મુક્તજીવનદાસજી સદેહે હતા. ઠંડી હતી અને બધાંએ ગરમ કપડાં પહેર્યાં હતા, છતાં મુક્તજીવનદાસજીને પરસેવો થતો હતો અને અવારનવાર મોં લૂછવું પડતું હતું. ભક્તોને થતું સ્વામીબાપાને ઠંડીમાં પરસેવો કેમ થતો હશે? મુક્તજીવનદાસજીને તેમના સત્સંગીઓ જીવનપ્રાણ સ્વામીબાપાના નામે સંબોધતા.

    ‘ઈન્દ્ર ખરાબ નથી, ઈંદ્રાસન ખરાબ છે અને તે પર બેસનાર બદલાઈ જાય.’ એવી વાત મોટા ભાગનાને લાગુ પડે છે. સત્તા વિનાની, ધન વિનાની વ્યક્તિ જ્યારે સત્તા કે ધન પામે ત્યારે બદલાઈ જાય. છતાં ન બદલાય એવી વિરલ વ્યક્તિઓ પણ હોય છે, તેમાંના એક ભાદરણના શિવાભાઈ આશાભાઈ પટેલ.

    ગરવા ગૌરવપૂર્ણ ગુજરાતી વૃદ્ધ

    મહાત્મા ગાંધી કરતાં પણ દોઢ દશકો વડીલ, દાંડીકૂચ વખતે ગાંધીજીએ તેમના પછી જેલમાં જનાર નેતા તરીકે જેમની વરણી કરી હતી તે અબ્બાસ તૈયબજી. ગુજરાતમાંથી લંડન જઈને બેરિસ્ટર બનનારામાં અગ્રણી. આ અબ્બાસ તૈયબજીના પરદાદા મુલ્લા તૈયબઅલી ખંભાતના શાહ સોદાગર, ખંભાત છોડીને મુંબઈમાં વસનારા. અબ્બાસના પિતા સમસુદ્દીન તૈયબજી મોટા વેપારી અને આર્થિક રીતે સંપન્ન. સમસુદ્દીનના ભાઈ બદરુદ્દીન મુંબઈ હાઈ કોર્ટના જજ અને પછી કોંગ્રેસના પ્રમુખ બનેલા પ્રથમ મુસ્લિમ. 

    સેવા, સત્કાર અને સાહસનો સરવાળો...

    પૂર્વમાં ધાડ પડ્યાના સમાચારે પશ્ચિમમાં રહેતાય ભાગવા માંડે એવા વધારે હોય છે. ત્યારે સામા પૂરે જનારા વીરલા હોય છે. એવા સાહસિકો ફાવે છે. મોઝામ્બિકના પાટનગર મપુટુમાં વસતા અશ્વિન રાડિયા એવા સાહસિક અને સફળ છે. ૧૯૮૭માં મોઝામ્બિકમાં સરકારી ખામી ભરેલી નીતિને કારણે બેકારી હતી. ધંધા-રોજગાર ન હતા ત્યારે ગુજરાતમાંથી ગ્રેજ્યુએટ થયેલા યુવક અશ્વિન રાડિયાએ ૨૨ વર્ષની વયે મપુટુમાં પગ મૂક્યો. સાથે લાવેલી બેગમાં ૧૬ કિલો જેટલી ખાવા-પીવાની ચીજો અને માત્ર ચાર કિલોમાં કપડાં અને જરૂરી ચીજો હતી.

    ભેજાફ્રાય

    લઘુવાર્તા, વાર્તા, નવલકથા કે સમાચાર. લેખન કે વાચનનું સ્વરૂપ કોઈ પણ હોય, પરંતુ એમાં કોઈને કોઈ પાત્રો તો હોય જ છે. પુસ્તક ‘મહોતું’ માટે દિલ્હીના યુવા ગૌરવ પુરસ્કાર સહિત આઠ નામાંકિત સન્માન મેળવી ચૂકેલા ગુજરાતી લેખક રામ મોરી કહે છે કે, મારી કોઈ પણ વાર્તા એ માત્ર ઇમેજિનેશન પર જ આધારિત હોતી નથી. એમાંના મોટાભાગના કેરેક્ટરને મેં માણસ તરીકે મારી આસપાસ જોયાં જ હોય છે પછી જ એ સુધારા વધારા કે ઉમેરા સાથે લખાયાં છે.