વિવિધા

No

Block: Site: Subtree Block

    ઇન્ડીગો નમકીનનું લંડનમાં શુભ

    બ્રિટનનું મીની ગુજરાત એટલે લેસ્ટર. અહીં તમને પરંપરાગત શુધ્ધ ગુજરાતી વાનગીઓનો રસાસ્વાદ કરાવતી રેસ્ટોરન્ટો જોવા મળે છે જેમાંની એક છે "ઇન્ડીગો રેસ્ટોરન્ટ". લેસ્ટર, લંડન અને આજુબાજુના વિસ્તારોમાં વસતા એશિયનોનું આ મનપસંદ સ્થળ ગણાય છે.

    સંપ, સ્નેહ અને સંસ્કારની સરિતા...

    ભારતમાં સંયુક્ત કુટુંબો તૂટતાં જાય છે ત્યારે કાંતિભાઈ પોર્ટુગલના પાટનગર લિસ્બનમાં વિશિષ્ટ સંપીલા અને સંયુક્ત કુટુંબના વડા છે. પાંચ ભાઈ માત્ર સૂવા અને જમવાની સગવડ સાચવવા પૂરતા જ આજુબાજુના ઘરમાં રહે છે. એક જ ધંધામાં ભાઈઓ અને તેમનાં ભણેલાં અને પરણેલાં સંતાનોય ભેગાં રહે છે. કુટુંબના વડા કાંતિભાઈ માંડ ચાર ધોરણ સુધી ભણેલા અને બીજા ભાઈઓ તેમનાથી ઘણું વધારે ભણેલા. આમાંના હસમુખભાઈ એમ.બી.બી.એસ. થયા પછી એમ.એસ. થયા છે. બીજાની સર્જરી કરવાને બદલે તેમણે પોતાના સ્વભાવની સર્જરી કરી છે. ડોક્ટર હસમુખભાઈ ભાઈઓ સાથે રહેવા માટે ડોક્ટરી કરવાને બદલે ધંધામાં રહ્યા અને બધા ભાઈઓ કાંતિભાઈને પરિવારના વડા માનીને તેમનો પડ્યો બોલ ઝીલે છે.

    ટેકનિકલ જ્ઞાન અને સૂઝનો સુમેળ

    ભારતની HCL કંપની. એના નામ અને કામનો આઇટી ક્ષેત્રે ડંકો. કંપની વિશ્વના ૩૧ દેશોમાં ઓફિસ અને ૯૫ હજાર કર્મચારીઓ ધરાવે છે. એના કર્મચારીઓ વિશ્વના ૧૦૨ જેટલા દેશોમાંથી આવે છે. કંપનીની વાર્ષિક આવક ૬૫૦ કરોડ ડોલર. કંપની આઇટી ક્ષેત્રે ભાતભાતની સલાહ અને સોફ્ટવેર પૂરાં પાડે છે. મોટી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કોમ્પ્યુટર ક્ષેત્રે દૂરથી સંચાલન, જરૂરિયાતો, વિકાસનું આયોજન, સંશોધન, જરૂર પડ્યે ટેકનિકલ માણસો આ બધું એ પૂરું પાડે છે. હાર્ડવેર અને સોફ્ટવેર બન્ને ક્ષેત્રે સર્વિસ અને સોલ્યુશન પૂરાં પાડે છે. એની ગ્રાહક કંપનીઓ બેન્કિંગ, કેપિટલ માર્કેટ, ફાર્માસ્યુટિકલ, મીડિયા, પબ્લિશિંગ, ટેલિકોમ્યુનિકેશન, ઇન્સ્યોરન્સ, હેલ્થકેર, મનોરંજન વગેરે ક્ષેત્રે કામ કરે છે.

    સસ્તા અને સાત્ત્વિક સાહિત્યન

    તેર વર્ષની વયે પિતાના મરણથી એ છોકરાને બોરસદમાં બાપની અનાજ, લોખંડ અને ચિનાઈ માટીનાં વાસણોની દુકાન સંભાળવી પડી. વાજબી ભાવ અને સાચા બોલાના આકર્ષણે ઘરાકોની લાઈન લાગે. ધંધો ધમધોકાર ચાલે. આઠ વર્ષની વયે બાપે એ છોકરાને પરણાવી દીધેલો. છોકરાને સંસારમાં કે ધંધામાં રસ નહીં. એક દિવસે, સોળ વર્ષની વયે છોકરો માલ ખરીદવા બહારગામ જઉં છું કહીને રાત્રે ગયો તે ગયો. છોકરાને કોઈ દુન્યવી સામાન લેવો ન હતો. તેને આત્માનું કલ્યાણ થાય અને સમાજનું ભલું થાય તેવા સામાનની ભૂખ હતી. ઘર છોડીને એ દેશાટને નીકળ્યો.