વિવિધા

No

Block: Site: Subtree Block

    મુંબઈનું મોતીઃ મોતીચંદ શેઠ (ભા...

    મોતીચંદ શેઠ સત્કાર્યના સારથિ પણ યશ લેવામાં પાછળ. કીર્તિદાનમાં એમને રસ નહીં. મુંબઈમાં પાંજરાપોળ કરવામાં અને એના કાયમી નિભાવ ખર્ચની ગોઠવણમાં એ આગેવાન હતા, પણ એના વહીવટકર્તા તરીકે પારસી આગેવાન જમશેદજી જીજીભાઈ બેરોનેટને રાખ્યા. મોટાં રજવાડાંને ય શરમાવે એવી એમણે સખાવતો કરી હતી. ૧૮૩૬માં જ્યારે એ મરણ પામ્યા ત્યારે માત્ર જૈન મંદિરો પાછળ તેમણે ખર્ચેલી રકમનો સરવાળો ૨૮ લાખ રૂપિયાનો હતો.

    તાઈપેઈમાં જૈન અગ્રણીઃ નલિન મો

    કોલકાતામાં ચાના વેપારી જયંતિલાલને શાળાના આચાર્યે કહ્યું, ‘માફ કરજો! નલિનને એસ.એસ.સી.ની પરીક્ષામાં બેસવાનું ફોર્મ પ્રીલીમિનરી પરીક્ષામાં નાપાસ થયો છે માટે નહીં આપી શકાય. તેને છૂટ આપીએ તો અમારું રિઝલ્ટ બગડે.’ જયંતિલાલ પોતે નાપાસ થયા હોય તેવા ભાવથી ઉદાસ થયા. સાથે આવેલા પુત્ર નલિને પિતાનો દુઃખી ચહેરો જોયો. તેય દુઃખી થઈને ઉદાસ થયો. જયંતિલાલે આચાર્યને કહ્યું, ‘બીજો કોઈ રસ્તો ખરો?’ 

    માથાનાં અસહ્ય દુઃખાવામાં હળ

    જો તમે માથાનાં અસહ્ય દુઃખાવા એટલે કે માઈગ્રેનથી પીડાતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હળદરનો નિયમિત ઉપયોગ કરીને તમે માઈગ્રેનથી મુક્તિ મેળવી શકો છો. ભારતીય ભોજનશૈલીમાં જુદી જુદી રસોઈ બનાવવામાં જેનો નિયમિત ઉપયોગ થાય છે તેવી હળદર આરોગ્ય માટે અને અનેક દર્દો દૂર કરવા માટે જાદુઈ દવા જેવું કામ કરે છે. સમગ્ર ભારત અને દક્ષિણ પૂર્વ એશિયામાં સેંકડો વર્ષથી રસોઈમાં ખોરાકનાં એક મહત્ત્વના ઘટક તરીકે હળદરનો ઉપયોગ થઇ રહ્યો છે.
    આરોગ્યને સુધારવા માટે તેનાં અનેક લાભ હોવાનું લોકોને જાણવા મળતા હવે વિશ્વના અન્ય દેશોમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. હળદર હૃદયને લગતા રોગો તેમજ ચામડીને લગતા રોગો દૂર કરવામાં પણ અક્સીર ઈલાજ છે. 

    ભારતીય સંસ્કૃતિનાં ભેખધારીઃ

    સાડા પાંચ દસકાનો ન્યૂ યોર્કનિવાસ પણ જેના ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના લગાવને લેશમાત્ર લૂણો નથી લગાડી શક્યો તે સેવાભાવી, નિર્લોભી અને પ્રવૃત્તિરત મહિલા છે પૂર્ણિમા દેસાઈ. સંસ્કૃતિ પ્રત્યેના અસીમ પ્રેમને લીધે ભેખધારી બનેલા પૂર્ણિમા દેસાઈ બીજા પાસે હાથ લાંબો કર્યા સિવાય, ફંડફાળા વિના સ્વખર્ચે વિદેશમાં પ્રવૃત્તિશીલ એકલ વીરાંગના છે. તેઓ ન્યૂ યોર્કમાં વિવિધ સંસ્થાઓ પોતે સ્થાપીને સ્વખર્ચે સંચાલન કરે છે. જીવનના સાત દસકા વટાવ્યા હોવા છતાં એમનો જુસ્સો, જુવાની અને પ્રવૃત્તિ યથાવત્ છે.

    ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વો

    ચાર દાયકા કરતા અગાઉના સમયમાં મહત્ત્વાકાંક્ષી લોકોના એક જૂથે યુકેમાં વસતા સાઉથ એશિયન સમુદાયની ઓળખ ઉભી કરવા અને તેનો અવાજ ઉઠાવવા માટે હાથ મીલાવ્યા. તેમનું વિઝન સ્પષ્ટ હતું. પરિસ્થિતિમાં સુધારો લાવવાનો. ૫ મે, ૧૯૭૨ના રોજ વિશ્વના અતિ શક્તિશાળી ગણાતા ક્ષેત્રો પૈકી એકના ભાગરૂપે ‘ગુજરાત સમાચાર’નો આરંભ થયો. ત્યારથી તે સતત પ્રગતિ કરતું રહ્યું છે. છેલ્લાં વર્ષોમાં ઘણું બદલાયું છે અને બન્ને અખબારોએ સમયની સાથે તાલ મિલાવ્યો છે. મને એ ખાસ નોંધનીય લાગ્યું છે કે તેમનો ઉદ્દેશ એક સરખો જ રહ્યો છે. 

    અમેરિકામાં ગુજરાતી સમાજનું ગ

    અમેરિકાના વર્જિનિયાના બ્રિસ્ટોલની અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતી હેલીએ ગુજરાતીઓના ગૌરવમાં વધારો કર્યો છે. હજી હમણાં સ્વીટ સિક્સટીન જેનું ઊજવાયું તેવી હેલી ગયા વર્ષે ફ્યુચર બિઝનેસ લીડર ઓફ વર્જિનિયા સ્ટેટની ચૂંટણી જીતીને સેક્રેટરી બની હતી. આ વર્ષે એ જ સંસ્થામાં પ્રેસિડેન્ટની ચૂંટણીમાં તે વર્જિનિયા રાજ્યની ફ્યુચર બિઝનેસ લીડર તરીકે વિજેતા બનીને પ્રેસિડેન્ટ બની છે.

    મૃત્યુનું પૂર્વાનુમાન આધ્યાત...

    મારા માટે ગત મહિનો યાત્રાઓ સંદર્ભે ભારે વ્યસ્ત બની રહ્યો હતો. લગભગ ૪૦ વર્ષ કરતાં વધુ સમયથી હું પ્રવચનો, અંતિમસંસ્કારની પ્રાર્થના અને ઉપદેશો, આધ્યાત્મિક મેળાવડાઓ અને અંગત બેઠકોમાં જીવનની કઠોર વાસ્તવિકતાઓ વિશે બોલતો આવ્યો છું. હવે હું ખુદ મારા પોતાના જીવનમાં આવી જ વાસ્તવિકતાઓનો સામનો કરી રહ્યો છું. ખરેખર, આ તુરત ગળે ઉતારી જવાય તેવી મીઠીમધ ગોળી તો નથી જ.

    મર્યાદાપુરુષોત્તમ શ્રીરામના

    ટપાલ ટિકિટો જે તે દેશના ઈતિહાસનું નિરુપણ કરે છે અને તે દેશમાં થયેલા ફેરફારને પણ દર્શાવે છે. તેવી ટપાલ ટિકિટોનો સંગ્રહ કોઈ દેશમાં કેવા પરિવર્તનો થયા તેનો ચિતાર રજૂ કરે છે.

    અટક વણઝારા છતાં સેવામાં સ્થિર

    વિચારે તે બોલે, બોલે તે કરે આનો અર્થ થયો એકરૂપતા. સેવામાં સ્થિર અને સમાજની એકતામાં પ્રવૃત્તિશીલ વિકેશ વણઝારા એ મલાવીના આર્થિક પાટનગર શા બ્લેન્ટાયર શહેરના ગરવા ગુજરાતી છે. વિકેશ વણઝારા એ લોહાણા યુવક છે. બ્લેન્ટાયરમાં સ્ટોર ધરાવે છે. 

    પ્રતિષ્ઠા, પ્રામાણિકતા અને સે

    સફેદ કપડે સંન્યાસી શા પ્રતિષ્ઠા, પ્રામાણિકતા અને સેવા એ જ જેની સંપત્તિ છે તેવા ડો. ચંદ્રકાંત ચોથાણી ૧૯૭૬થી મસ્કતમાં છે. મસ્કત ગુજરાતી સમાજના એ મંત્રી છે. સૌના એવા વિશ્વાસપાત્ર છે કે એમના વિચારને સૌ વિના લાંબી ચર્ચાએ સ્વીકારી લે. વિશ્વના ગુજરાતી સમાજોમાં અહીંના ગુજરાતી સમાજની નોખી ભાત અને નામના છે. નક્કર પ્રવૃત્તિ એ ગુજરાતી સમાજને જીવતો અને ધબકતો રાખતો પ્રાણ છે. છે તો ગુજરાતી સમાજ પણ મસ્કતમાં વસતા અન્ય ભાષીઓ પણ એની પ્રવૃત્તિમાં જોડાય છે. મસ્કત ગુજરાતી સમાજે, મસ્કતમાંની ભારતીય એમ્બેસીના સૂચનથી તાજેતરમાં બિઝનેસ સમીટ ગોઠવી હતી. તેમાં ૬૦ જેટલા ગુજરાતી વેપારઉદ્યોગ જગતના મહારથીઓ અહીં તેમના સમકક્ષ વ્યવસાયી આરબ અગ્રણીઓ સાથે મળ્યા, ચર્ચા-વિચારણા કરી અને નાતો બંધાયો.