સન ૧૮૯૨માં ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાં સૌપ્રથમ ચૂંટાનાર અશ્વેત દાદાભાઈ નવરોજી હતા. મુંબઈની એલ્ફિસ્ટન કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર અને મહાત્મા ગાંધી કરતાં ૪૪ વર્ષ મોટા દાદાભાઈ ભારતની રાજનીતિનું કેન્દ્ર હતા. ૧૮૯૪માં મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં અપમાનિત થતાં, દાદાભાઈને લખ્યું, ‘મને આપ દીકરા જેવો ગણીને સલાહ આપશો તો આભારી થઈશ.’ રાષ્ટ્રપિતા ગાંધીજી જેને પિતા માનતા તે દાદાભાઈ આમ ‘હિંદના દાદા’ હતા.
વિવિધા
Block: Site: Subtree Block
વર્ષ ૧૯૭૮માં અમેરિકાથી એક સિંધી યુવક પરણવા માટે ભારત પહોંચ્યો. સુશિક્ષિત અને સારું કમાતો યુવક યુવતીઓને મળે અને પૂછે, ‘ગુજરાતી જાણો છો? ગુજરાત સાથે કોઈ સંબંધ છે?’ સંતોષજનક જવાબના અભાવે યુવક અમેરિકા પાછો ગયો. યુવક અમદાવાદમાં ગુજરાતી મિત્રો સાથે ભણેલો, અમદાવાદમાં ઉછરેલો. તેને ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે કાયમી નાતો ગમે. આ યુવક તે મહેશ ભાવનાની.
ગુજરાતમાં અંગ્રેજ શાસન સ્થિર થયેલા પહેલાં પેશ્વા અને ગાયકવાડ એમ મરાઠાઓની સત્તા હતી. ગાયકવાડી શાસનમાં નડિયાદના અજુભાઈની દેસાઈગીરી હતી. તેમને ખેડા જિલ્લાનાં કેટલાંક ગામોમાં મહેસૂલ ઉઘરાવવાના અને ફોજદારી હક્ક મળ્યા હતા. અજુભાઈની દેસાઈગીરી અંગ્રેજોએ જપ્ત કરીને અંગ્રેજોના વિરોધી તરીકે તેમને સહપરિવાર ખેડાની જેલમાં નજરકેદ રાખેલા ત્યારે ૧૮૧૯માં તેમને ત્યાં જન્મેલ પુત્ર તે વિહારીદાસ.
ગાદીપતિ સંત કંઠી બાંધે, ઉપદેશ આપે અને સેવારૂપે ધન માગે કે ઝંખે એ ક્રમ ચાલતો આવ્યો છે. આમાં અપવાદ છે સાહેબનો. તે ફંડફાળા માંગવાથી, ધર્મની ગંભીર વાતો અને ઉપદેશથી વ્યક્તિગત શિષ્યોને પ્રભાવિત કરવાથી અને ગંભીર બની રહેવાથી વેગળા રહે છે. સદા હસતા રહે છે. આવકારતા રહે, વર્ષોના સંપર્ક પછી પણ સામે ચાલીને કંઠી ના બાંધી દે એવા એ સાહેબ. સાહેબ નામ એમના ગુરુ યોગીજી મહારાજે આપ્યું. સેંકડો પત્રોમાં સાહેબ તરીકે સંબોધતાં, પછી સાહેબ નામ એમના મૂળ નામ જશભાઈ પર છવાઈ ગયું. જશભાઈ ભૂલાયા અને સાહેબ થયા.
ભારતે પોખરણમાં સૌપ્રથમ કરેલા અણુવિસ્ફોટની યાદમાં ટેકનોલોજીના ક્ષેત્રે સંશોધકને રાષ્ટ્રીય પુરસ્કાર અપાય છે. ગુજરાતી અરવિંદ પટેલને ૨૦૦૪માં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે આવો પુરસ્કાર મળ્યો. અરવિંદભાઈ સદા જિજ્ઞાસુ અને અખતરાના જીવ છે. અખતરા કરવામાં ખર્ચની એ પરવા કરતા નથી. એમને સમયની બાધા નડતી. ૧૯૯૭માં ગુજરાત સરકારે તેમને વિક્રમ સારાભાઈ એવોર્ડ આપ્યો ત્યારે તેઓ ૪૦ વર્ષના હતા. ભારતીય લેસર ઉદ્યોગમાં એમના પ્રદાનના કારણે આ એવોર્ડ મળ્યા પછી પાંચ વર્ષે તેમને પેલો ‘ઈલેક્ટ્રોનિક્સ એક્સલન્સ’નો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.
ભાઈ-બહેનના પ્રેમ અને કર્તવ્યની ભૂમિકા કોઈ એક દિવસની મહોતાજ નથી, પરંતુ રક્ષાબંધનના પૌરાણિક, ધાર્મિક, ઐતિહાસિક મહત્ત્વને કારણે તે મહત્ત્વપૂર્ણ પર્વ બન્યું છે. રક્ષાબંધન પૌરાણિક કાળથી લઈને આજ સુધી શ્રદ્ધા અને હર્ષોલ્લાસપૂર્વક ઊજવાય છે.
ડો. ધન નોરિયા દાન, પ્રવૃત્તિ અને નિપુણતામાં કેનેડામાં નામના ધરાવે છે. કેનેડાના ડોક્ટરો અને પારસી ગુજરાતીઓમાં ડો. નોરિયાનું નામ જાણીતું છે. તેઓ ઝોરોષ્ટ્રિયન સોસાયટી ઓફ ઓન્ટોરિયોનાં પ્રમુખ છે. તેની બિલ્ડિંગ કેપિટલ કમિટીમાં ચેરમેન છે. ઝોરોષ્ટ્રિયન કોમ્યુનિટી માટે તેમણે ૩૦ લાખ ડોલરનું ભંડોળ ભેગું કર્યું છે. પોતે એમાં મુખ્ય દાતા છે. બ્રેસ્ટ કેન્સર પછી ૨૪ - ૨૪ વર્ષથી સક્રિય અને પ્રવૃત્તિમય જીવન જીવતાં તે પોતાના આ જીવનને ઈશ્વરની પ્રસાદીરૂપ માને છે. આથી તેમણે કેન્સર રિસર્ચ માટે ૧૦ લાખ ડોલરનું દાન કર્યું છે.
૧૯૬૪માં મુંબઈમાં કાપડના વેપારી એવા પુરુષોત્તમ ભોવન શાહનો અઢાર વર્ષનો પુત્ર, પિતા પાસેથી માત્ર ૧૫૦૦ ડોલર લઈને અમેરિકા આવ્યો. અમેરિકામાં આવ્યો ત્યારે માત્ર ઈન્ટરસાયન્સ થયેલા આ યુવકે ભણતાં ભણતાં પ્રગતિ કરીને મેળવેલી સિદ્ધિ પ્રેરક છે. ૨૦૦૬થી ૨૦૧૭ સુધી તે યુનાઈટેડ વે નામની આંતરરાષ્ટ્રીય જનહિત દાતા સંસ્થામાં મુખ્ય દાતા હસુભાઈ શાહ, તે આ યુવક. મુખ્ય દાતાનું દાન દસ લાખ ડોલરથી ઓછું નથી હોતું. દરેક વર્ષે મુખ્ય દાતા તરીકે ટકવું અઘરું છે.
મહારાષ્ટ્રના ચત્પાવન બ્રાહ્મણ અને ગુજરાતના નાગરોનું સ્થાન સમાજમાં ઉચ્ચ મનાતું ત્યારે ૧૮૮૭માં રત્નાગિરીમાં ચત્પાવન બ્રાહ્મણના રુઢિચુસ્ત પરિવારમાં મામાસાહેબ ફડકે જન્મ્યા ત્યારે આભડછેટની બોલબાલા. એવામાં ૧૯૦૫માં બંગભંગની લડત ચાલી. હિંદી સૌ એક અને ભાઈભાઈનો નારો ગૂંજ્યો. વિદેશી માલનો બહિષ્કાર અને સ્વદેશીનો સ્વીકાર આરંભાયો. મામાસાહેબ ત્યારે ૧૮ વર્ષના. હાઈસ્કૂલમાં ભણે. સ્વદેશીની વાત મનમાં વસી. ચોમાસામાં વરસાદની રમઝટ ચાલી. સ્વદેશી છત્રી મળે નહીં. કામળો ઓઢીને શાળાએ જાય. છોકરાઓ ચીડવે, તેથી ગભરાયા વિના ઘરથી શાળાના માર્ગમાં આવતી દીવાલો પર વંદે માતરમ્ લખી વળ્યા. સ્વરાજની લડતમાં ઝંપલાવીને અંગ્રેજોના શોષણ અને અંગ્રેજી રાજમાં ગેરલાભના ભાષણો કરતા થયા. છૂપી પોલીસ જાણી જતાં પોતાને કારણે સમગ્ર પરિવારને વેઠવું ના પડે માટે ઘર છોડીને કોલ્હાપુર જઈને સંસ્કૃત શીખવા લાગ્યા.
જોહાનિસબર્ગમાં વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ અને જાણીતા કાયદાવિદ્દ કૃષ્ણકાંત વખારિયાની સભા હતી. તેમણે સભામાં અંગ્રેજીમાં ભાષણ આપ્યું. તે જ સભામાં મૂળ ધર્મજના વતની અને પાંચ-પાંચ મોટી ફાર્મસીના માલિક મુકેશભાઈ પટેલે ઊભા થઈને કહ્યું, ‘તમે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખો છો અને તેના જ પ્રચાર માટે આવ્યા છો ત્યારે ગુજરાતીમાં બોલવાને બદલે અંગ્રેજીમાં બોલો એ સારું ના ગણાય.’
