વિવિધા

No

Block: Site: Subtree Block

    શિક્ષક ઋષિઃ વિઠ્ઠલભાઈ પટેલ...

    પ્રાચીન સમયમાં ઋષિઓ ગુરુકુળ ચલાવે, એમને ત્યાં આવતા વિદ્યાર્થી ફીને બદલે ગુરુદક્ષિણા આપતા. ઋષિને ત્યાં ઋષિના અંગત કામ કરે. નવા જમાનામાં માત્ર શિક્ષણને જ વરેલા, નિસ્પૃહ શિક્ષકો શોધવા પડે એમ છે. સેંકડો શિક્ષકોને વ્યક્તિગત મળ્યો છું. આણંદની ડી. એન. હાઈસ્કૂલના વિઠ્ઠલભાઈ પટેલ મને અનન્ય, નિસ્પૃહ, માત્ર શિક્ષણને જ વરેલા અને પ્રામાણિક્તાની મૂર્તિ શા લાગ્યા છે.

    ભારતના સૌપ્રથમ ગુજરાતી વડા પ્

    જિંદગીને લાંબા ટૂંકા સમયથી નહીં પણ કરેલા કામથી જ મપાય તો માત્ર સવા બે વર્ષમાં મોરારજીભાઈના વડા પ્રધાનપદનો સમય તેમને તેમના પહેલાંના વડા પ્રધાનોમાં એ શ્રેષ્ઠતમ સાબિત કરે છે. તેમના સમયમાં નાણાં વાપરનારાને મોંઘવારી ના પજવી. ઉત્પાદકોને ભાવવધારાની જરૂર ના પડી. રેશનિંગની દુકાન કરતાં બજારમાં ખાંડ સસ્તી મળતી. સરકારે નવા કર નાખ્યા ન હતા કે મોંઘવારી વધી ન હતી. મજૂરો કે સરકારી કર્મચારીઓએ હડતાળ પાડી ન હતી. ચીન સાથે કોઈ શાબ્દિક યુદ્ધ ન હતું. પાકિસ્તાન સાથે કટુ સંબંધો ન હતા. કાશ્મીરમાં આતંકવાદ ન હતો. રશિયા સાથે સંબંધો ચાલુ હોવા છતાં પશ્ચિમી રાષ્ટ્રો અને અમેરિકા સાથે મીઠા સંબંધો હતા. આજના કરતાં કોંગ્રસની લોકસભા અને રાજ્યસભામાં વધારે બેઠકો હતી. જુદા જુદા રાજકીય પક્ષોની સરકાર હતી. છતાં આ બધી પરિસ્થિતિમાં ૮૩ વર્ષના મોરારજી દેસાઈ સફળ રીતે સરકાર ચલાવતા હતા. ચૌધરી ચરણસિંહના સત્તાલોભે સરકાર પડી છતાં હજીય પ્રજા મોરારજીભાઈની સફળતાને યાદ કરે છે.

    નવરાત્રિમાં શ્રધ્ધાપૂર્વક આદ...

    ભરપૂર ભાદરવો ગાજે ત્યાં દૂંદાળા દેવ ગણેશજીની ઘરે ઘરમાં પધરામણી થાય. અનંત ચતુર્દશીએ વાજતે ગાજતે વિઘ્નહર્તા વિદાય થાય એટલે પૂર્ણિમાથી આખા ભાદરવાના કૃષ્ણપક્ષ દરમિયાન સોળ દિવસના શ્રાધ્ધ શરૂ થાય. પિતૃતર્પણનો આ મહિનો પૂરો થાય એટલે અાસો સુદ એકમ (૧૦ ઓકટોબર થી ૧૮ ઓકટોબર સુધી) નવ દિવસ નવરાત્રિ પર્વનો પ્રારંભ થશે. આ શારદીય નવરાત્રિના નવ દિવસ ધર્મપ્રેમીઓ-દેવીભક્તો મા આદ્યશક્તિની પૂજા, અર્ચના કરે છે.

    પોર્ટુગલમાં હિંદુ અસ્મિતાની

    કાંતિભાઈ સવજાણી લિસ્બનમાં હિંદુત્વની જીવંત પ્રતિમા શા છે! જમનાદાસ સવજાણી અને લલિતાબહેન વતન પોરબંદર છોડીને મોઝામ્બિકના બેરા નગરમાં વસીને પ્રતિષ્ઠા અને પૈસાથી સમૃદ્ધ થયા તો એમના દીકરા કાંતિલાલ બેરા છોડીને પોર્ટુગલના પાટનગર લિસ્બનમાં વસીને પૈસા અને પ્રવૃત્તિએ સમૃદ્ધ થયા. તેમના કારણે સમગ્ર પોર્ટુગલમાં હિંદુ સમાજ અને સંસ્કૃતિ સમૃદ્ધ થયાં.

    કીડીઓએ સંગ્રહ કરેલું અનાજ, મધમાખીએ ભેગું કરેલું મધ અને લોભિયાએ એકઠું કરેલું ધન, સમૂળગુ નાશ પામે છે. (આ ત્રણેનો ઉપભોગ બીજા કરે છે, પોતે નહીં)

    નવયુવક મયૂર પટેલ નોકરીની આશાએ પિતરાઈ ભાઈને ત્યાં આણંદથી આવીને નૈરોબી રહેલો. નોકરી ન હતી તેથી નજીકના બીએપીએસ મંદિરની સભામાં નિયમિત જાય. મંદિરની નજીક વસતા સત્સંગી ધનજીકાકા સેવાભાવે રોજ મંદિર ખોલે, બંધ કરે અને સેવા-પૂજા કરે. ઘડપણને કારણે તેમને કોઈ નિયમિત આ સેવામાં સાથ આપે તેવી જરૂરિયાતની તેમણે સભામાં જાહેરાત કરી. મયૂરે ઊભા થઈને કહ્યું, ‘હાલ મને નોકરી ન હોવાથી એ મળતાં સુધી રોજ હું કામ કરીશ.’

    સરદાર પટેલ અને પંડિત નેહરુ સંબ...

    સ્વતંત્ર ભારતના ઘડતરમાં જો કોઈ બે વ્યક્તિઓનું પાયાનું પ્રદાન હોય તો તે પ્રધાનમંત્રી પંડિત નેહરુ અને નાયબ પ્રધાનમંત્રી સરદાર પટેલનું કહી શકાય. નેહરુ એક સ્વપ્નદૃષ્ટા હતા અને ભારતનું પાયાનું માળખું તેમણે આપ્યું હતું. 

    लालने बहवः दोषः ताडने बहवः गुणा
    तस्मात् पुत्रं च शिष्यं च ताडयेत् न तुं लालयेत्

    સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની...

    ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારા પૈકીનાં એક એવા સ્વાતંત્ર્ય સેનાની રામભાઈ પટેલનો જન્મ ગુજરાત રાજ્યના રાસ ગામે ચોથી માર્ચ ૧૯૨૮ના રોજ થયો હતો. તેઓ સામાન્ય ખેડૂતનાં આઠ સંતાનો પૈકીના બીજા સંતાન હતા. ખૂબ જ નાની એવી ૬ વર્ષની ઉંમરે તેમની પસંદગી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ૮૦ વિદ્યાર્થીઓથી શરૂ થતી ભાવનગરના સોનગઢ ગુરુકૂળ માટે પ્રાથમિક શિક્ષણ મેળવવા થઈ. જે સંસ્થા પાછળથી ગૂજરાત વિદ્યાપીઠમાં વિલીન થઈ. ૧૯૪૨ના વર્ષમાં રામભાઈ સરદાર વલ્લભભાઈ પટેલનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા અને ૧૪ માસનો જેલવાસ ભોગવ્યો.

    द्वाविमै पुरषौ लोके सुखिनौ न कदाचन ।
    यश्वाधनः कामयते यस्व कुप्यत्यनीश्वरः ।।
    (ભાવાનુવાદઃ આ લોકમાં બે પ્રકારના માનવો ક્યારેય સુખી હોતા નથી, એક જે નિર્ધન હોવા છતાં ઇચ્છાઓ કર્યા કરે છે અને બીજા જે સામર્થ્યવિહોણા હોવા છતાં કોપાયમાન થઈ જાય છે.)