સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    વાર્ષિક વેગન લંચનું આયોજન

    ભારતીય સંસ્થા ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર, ક્રોયડન દ્વારા રવિવાર, ૧૭ ડિસેમ્બરે ૩૭મા વાર્ષિક વેગન લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિશ્ચિયન મિત્રો સાથે મિત્રતાને ઉત્તેજન આપવા તેમજ ભારતીય વાનગીઓના સ્વાદ સાથે તેમનો પરિચય કરાવવા તેમજ ભારતીય સમુદાય બ્રિટિશ હોવાનું ગૌરવ અનુભવે છે તેવો સંદેશો પાઠવવા આ કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. જો બધી ભારતીય સંસ્થાઓ આવો કાર્યક્રમ યોજે તો તેની અસર નોંધપાત્ર બની રહેશે તેમ નીતિન મહેતાએ જણાવ્યું હતું.

    વેલિંગબરોમાં ચોર લુંટારાનો ત

    ક્રિસમસથી લઇને આજ દિન સુધીમાં વેલિંગબરોમાં રહેતા અોછામાં અોછા સાત ગુજરાતી પરિવારોના ઘરો પર ત્રાટકીને ચોર લુંટારાઅોએ બેરહેમ થઇ મારઝુડ કરી ચોરી લુંટફાટ મચાવતા વેલિંગબરોમાં રહેતા ગુજરાતીઅો - ભારતીયોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ રક્ષણ આપવામાં નિષ્ફળ જતા ગુજરાતી પરિવારોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. ચોર લુંટારાઅો સામે સજ્જડ પગલા લેવા માટે ઉગ્ર રજૂઆત કરવા તા. ૧૪ જાન્યુઆરી રવિવારના રોજ સાંજે સ્થાનિક પોલીસ અધિકારીઅો સાથે એક સ્પેશ્યલ મિટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦૦ કરતા વધારે ગુજરાતીઅોએ એકત્ર થઇને પોલીસ સમક્ષ રોષભેર રજૂઆત કરી હતી.

    ભારતીય હાઇકમિશન અને ઇન્ડિયા લ

    અહિંસક આંદોલન ચલાવી અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન પ્રસંગે તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના એક કાર્યક્રમનું આયોજન ભારતીય હાઇ કમિશન, લંડન અને ઇન્ડિયા લિગ દ્વારા કરવામાં આવ્યું છે.

    ચીફ ઇન્સ્પેક્ટર લારા એલેક્ઝાન્ડર-લોઈડ સહિત અન્ય પોલીસ અધિકારીઅો સમક્ષ વેલિંગબરોના ગુજરાતીઅો દ્વારા થયેલી ઉગ્ર રજૂઆતોને પગલે વેલિંગબરો અને નોર્ધમ્પટન વિસ્તારની પોલીસે સતર્ક થઇને આદરેલી કામગીરી દરમિયાન કુલ નવ જેટલા શકમંદ તસ્કરોની ધરપકડ કરાઇ હતી અને એક શકમંદને કસ્ટડીમાં ધકેલવામાં આવ્યો હતો. પરંતુ હજુ કોઈ એક પર આરોપ લગાવવામાં આવ્યો નથી.

    'રેડ લોટસ’ દ્વારા યોજાયેલ કાર્...

    છેલ્લા ૨૫ વર્ષથી ભારત અને દેશ વિદેશમાં પોતાના અવાજ અને સુરનો જાદુ ફેલાવનાર લલિતાબેન ઘોડાદ્રા અને લંડનની સ્થાનિક યુવાન ગાયીકા પ્રીતિ વરસાણીના ભક્તિ-સંગીત અને લોકગીતોના કાર્યક્રમ 'સુર ધારા'ને હેરો લેઝર સેન્ટર ખાતે જોરદાર સફળતા સાંપડી હતી. યુકેની વિખ્યાત સંસ્થા ‘રેડ લોટસ’ દ્વારા બાલ ગોપાલ ફાઉન્ડેશનના લાભાર્થે ૨૭મી જાન્યુઆરીના રોજ યોજાયેલ 'સુર ધારા' કાર્યક્રમમાં ૧,૨૦૦ કરતા વધુ સંગીત રસીયાઅો ઉમટી પડ્યા હતા અને બાલ ગોપાલ ફાઉન્ડેશન માટે £૩,૦૦૦નું ભંડોળ એકત્ર કરાયું હતું.

    જાણીતા સામાજીક અગ્રણી શ્રી સી

    નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સના ચેરમેન, સરદાર પટેલ મેમોરીયલ સોસાયટીના પ્રેસિડેન્ટ, લોહાણા મહાજન ટ્રસ્ટ યુકેના સલાહકાર અને અન્ય સંસ્થાઅોમાં વિવિધ હોદ્દાઅો પર વર્ષો સુધી સેવા આપનાર જાણીતા સામાજીક અગ્રણી શ્રી ચંદ્રકાન્ત જીવરાજ રાભેરૂ (સીજે)નું આજે બપોરે જલારામ જ્યોત મંદિર, સડબરી ખાતે દુ:ખદ નિધન થયું હતું. સદ્ગત પોતાની પાછળ પત્ની ભારતીબેન, પુત્ર અમિત અને પુત્રી શીતલ સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.

    જેમને માટે ધાર્મિક રૂઢીનું કોઇ જ મહત્વ નથી તેવા આ વિશ્વમાં સફળતા મેળવવા અને પોતાની મહાત્વાકાંક્ષાઅોને સાકાર કરવા જીવતા વ્યક્તિ માટે પૂજા શબ્દને ખોટી રીતે સમજાવવામાં આવે છે. પલાયનવાદીઅો અને નિષ્ફળતા માટે ભગવાનને ભજવા અને તેમની કૃપાદ્રષ્ટીને મેળવવી તે માત્ર એક અંધવિશ્વાસ સમાન છે.

    ગુજરાત હિન્દુ એસોસીએશન, લેસ્ટ

    લેસ્ટરશાયર વિસ્તારની લગભગ ૩૫ કરતા વધારે ધાર્મિક અને સામાજીક સંસ્થાઅોના શિરછત્ર સમાન ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા શુક્રવાર તા. ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ સાંજે લેસ્ટરના બેલગ્રેવ રોડ નેઇબરહુડ સેન્ટર ખાતે ભારતના ૬૯મા પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત સમાચારના ન્યુઝ એડિટર કમલ રાવ મુખ્ય મહેમાન તરીકે અને ભારતીય હાઇ કમિશનના બર્મિંગહામ સ્થિત વાઇસ કોન્સ્યુલર (OCI) શ્રી રાજીવ કુમાર અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

    જાણીતા અગ્રણી શ્રી સીજે રાભેર

    વિવિધ સંસ્થાઅોમાં વર્ષો સુધી સેવા આપનાર જાણીતા સામાજીક અગ્રણી શ્રી ચંદ્રકાન્ત જીવરાજ રાભેરૂ (સીજે)ની અંતિમ ક્રિયા ગુરૂવાર તા. ૮મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ બપોરે ૩ કલાકે સાઉથ વેસ્ટ મીડલસેક્સ ક્રિમેટોરિયમ, હંસલો રોડ, હેનવર્થ, મીડેક્ષ TW13 5JH ખાતે થશે. તે પછી સૌને જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ HA0 3DW ખાતે પ્રસાદ લેવા અનુરોધ કરાયો છે.

    BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના સ...

    કમ્પાલા, યુગાન્ડામાં ઉછરેલા અને ૧૯૭૨માં યુકે સ્થાયી થયેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના નિષ્ઠાવાન સત્સંગી શ્રી હસમુખભાઈ મગનભાઇ પટેલ (મહેળાવ)નું શનિવાર તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૬૯ વર્ષની વયે દુ:ખદ અવસાન થયું.