સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    ‘કોમનવેલ્થ બીગ લંચીસ’નું બાવ

    લંડનઃ યુકેના વડાપ્રધાન થેરેસા મેએ શરૂ કરેલી આંતરરાષ્ટ્રીય પહેલ ‘કોમનવેલ્થ બીગ લંચીસ’ના ભાગરૂપે એજ્યુકેશનલ ચેરિટી એડન પ્રોજેક્ટ દ્વારા સહ ભોજનના માધ્યમથી કોમનવેલ્થ સંબંધોને ઉજવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા તા.૧૨ માર્ચથી તા. ૨૨ એપ્રિલ દરમિયાન ‘કોમનવેલ્થ બીગ લંચીસ’નું આયોજન કરાયું છે.

    જેના પ્રેમની કોઈ સીમા નથી, જેને કોઈ ઉપમા આપી ન શકાય અને જે પોતાના ખોળીયામાંથી પોતાના બાળકનું સર્જન તેમજ પોષણ કરે છે તે છે જનેતા. મા ઘરનો પ્રાણ છે તો પૃથ્વી પરના પ્રત્યેક સર્જનનો આધાર પણ આપણી મા છે. આપણી સફળતાનો આધાર પણ મા જ છે ને! તો ચાલો આજે માતૃ દિને માતૃ વંદના કરી ભવોભવનું ભાથુ બાંધીએ. રવિવાર તા. ૧૧મી માર્ચના રોજ આપ સૌને મધર્સ ડે પ્રસંગે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દીક શુભકામનાઅો.

    લંડનથી ભારત: ‘વસુધૈવ કુટુમ્બક

    ફેબ્રુઆરી ૨૦૧૮માં વિશ્વશાંતિ અને એકતા માટે સનાતન ધર્મભૂષણ પ.પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજી અને દિલ્હીના જૈન આચાર્ય ડો. લોકેશ મુનીજીના સહિયારા સહકાર સાથે એક સુંદર અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’નું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૮મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રી રાજરાજેશ્વર ગુરુજી અને યુ.કે.થી એમની સાથે યુ.કે.ના મહારાણીના પ્રતિનિધિ અને સ્કોટલેન્ડ યાર્ડના ચીફ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી સાયમન ઓવન્સ, બ્રેન્ટ કાઉન્સિલના મેયર કા. ભગવાનજી ચૌહાણ અને હેરોના સૌ પ્રથમ ગુજરાતી ભૂતપૂર્વ મેયર કા. અજય મારુ, હેરો ઈસ્ટના એમ.પી. બોબ બ્લેકમેન, બીજેપી યુ.કે.ના પ્રેસિડેન્ટ કુલદીપ શેખાવત સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

    અવસાન નોંધ: રામુભાઇ મટવાડકરનુ

    દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના મટવાડ ગામના વતની અને ઘણાં વર્ષોથી લંડનમાં રહેતા શ્રી રામુભાઇ પટેલ ૯૨ વર્ષની વયે સોમવાર તા. ૧૨મી માર્ચ ૨૦૧૮ના રોજ દેહાવસાન પામ્યા છે.

    સામાજીક, ધાર્મિક અને સખાવતી સં...

    બ્રિટનના આર્થિક અને સામાજીક ઉત્કર્ષમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભારતીય સમુદાયની વિવિધ સામાજીક, ધાર્મિક અને સખાવતી સંસ્થાઅોની સફળતા અને અદકેરા યોગદાનની તસવીરસહ વિશેષ માહિતી રજૂ કરતો વિશેષાંક 'કોમ્યુનિટી અોર્ગેનાઇઝેશન્સ …એટ ધ હાર્ટ અોફ ધ સોસાયટી' ટૂંક સમયમાં જ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના માનવંતા વાચક મિત્રો સમક્ષ સાદર રજૂ થનાર છે.

    જગથી જુદેરી એની જાત રે...જનનીની...

    મા શબ્દમાં એક એવો જાદુ છે જે બોલતા જ મોં ભરાઇ જાય અને જીવનનું સર્વ સુખ જેની બાહોંમાં મળે. વાત્સલ્યની સરિતા સમી મા જ્યારે આપણા જીવનમાંથી ચિર વિદાય લે ત્યારે સ્વાભાવિક રીતે જ આઘાત લાગે. મા નાની ઉમરમાં વિદાય લે કે મોટી ઉમરમાં..! મા એ મા ….એટલે એની વિદાય વસમી બની રહેવાની જ. જન્મ સાથે જ મૃત્યુ પણ લખાયેલું જ છે. એ વણલખ્યો નિયમ કોઇ ઉલ્લંઘી શક્યું નથી.! જીવન કેટલું નહિ પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. જીવનમાં મૃત્યુને મીઠી યાદોંના સહારે ગુણાનુવાદ દ્વારા મહોત્સવ બનાવવાની કળા શીખવાની ખૂબ જરૂર છે. 

    ગાંધીજીના ૭૦મા નિર્વાણ દિન પ્

    મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુ.કે.) દ્વારા મહાત્મા ગાંધીજીના ૭૦મા નિર્વાણ દિન પ્રસંગે સર્વ ધર્મ પ્રાર્થના સભા અને ભજન સંધ્યાના કાર્યક્રમનું અાયોજન મંગળવાર તા. ૨૦મી માર્ચ ૨૦૧૮ના રોજ સાંજે ૬ થી ૧૦ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે કરવામાં અાવ્યું હતું.

    આપણી ધાર્મિક અને સામાજીક જરૂરીયાતો તેમજ કલા-સાહિત્ય-સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે આપણા વડિલો દ્વારા મહામહેનતે તૈયાર કરાયેલી વિવિધ સામાજીક, ધાર્મિક અને સખાવતી સંસ્થાઅોના ઝળહળતા ઇતિહાસ અને સફળતાની સરાહના કરતો વિશેષાંક 'કોમ્યુનિટી અોર્ગેનાઇઝેશન્સ …એટ ધ હાર્ટ અોફ ધ સોસાયટી' આગામી એપ્રિલ માસમાં 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના માનવંતા વાચક મિત્રો સમક્ષ સાદર રજૂ થનાર છે.

    આપણા કલાસાધકો : કૌશિકભાઇ પૂંજા...

    વિખ્યાત ગાયક કલાકાર મોહમ્મદ રફીના લોકપ્રિય ગીતોને સ્ટેજ પર રજૂ કરી જાણીતા ગાયક કલાકાર કૌશિક પૂંજાણીએ યુકેના શ્રોતાઅોને ગીત સંગીતનું ઘેલુ લગાડ્યું છે. શ્રી જતીનકુમારના માર્ગદર્શન હેઠળ ગીતો ગાવાની શરૂઆત કરી તેમણે પ્રથમ શો 'કીપ અલાઇવ'ના ૨૦૦૭માં રજૂ કર્યો હતો.

    સુમંતભાઇ અને અમૃતભાઇ દેસાઇના

    જાણીતા અગ્રણી લાયન શ્રી સુમંતભાઇ દેસાઇ અને શ્રી અમૃતભાઇ દેસાઇના માતુશ્રી અને સંગત એડવાઇસ સેન્ટર, હેરોવિલ્ડના ટ્રસ્ટી અને જાણીતા સામાજીક અગ્રણી શ્રી કાંતિભાઇ નાગડાના સાસુમા શ્રીમતી શાંતાબેન ગુલાબભાઇ દેસાઇનું ગત શુક્રવાર તા. ૬ એપ્રિલ ૨૦૧૮ના રોજ ટૂંકી બીમારી બાદ ૯૬ વર્ષની વયે દુ:ખદ અવસાન થયું છે.