સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    લંડનમાં ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી...

    ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી દ્વારા તાજેતરમાં યોજાયેલી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી - ભાજપની થયેલી શાનદાર જીતની ઉજવણી કરવા તા.૧૮-૧૨-૧૭ને સોમવારે લંડનના કિંગ્સબરીની મીરા રેસ્ટોરાંમાં ડિનર પાર્ટી યોજવામાં આવી હતી.

    શ્રી જલારામબાપાના પરમ ભક્ત અન

    રાજકોટના મોટી ટાંકી ચોક નજીકના ભાવીકોના આસ્થાના પ્રતિક સમાન પૂ.જલારામ પ્રાર્થના મંદિરના સ્થાપક પૂ.સંત ભાનુમા ૨૮ ડિસેમ્બર, ગુરૂવારે વહેલી સવારે બ્રહ્મલીન  થતા ભાવીકોમાં ઘેરો શોક છવાઇ ગયો છે. તેમના પાર્થીવ દેહને દર્શનાર્થે  શુક્રવારે સાંજ સુધી પૂ. જલારામ પ્રાર્થના મંદિર ખાતે રાખવામાં આવેલ છે. એમની અંતિમયાત્રા આજે સાંજે ૬.૩૦ વાગ્યે નિકળશે. 

    લંડન ન્યૂ યર્સ ડે પરેડમાં શ્રી...

    વર્ષ ૨૦૧૮ના શુભારંભ સાથે સેન્ટ્રલ લંડનના રાજમાર્ગો પર ન્યૂ યર્સ ડે પરેડનું અદભૂત આયોજન કરાયું હતું. વિશ્વ વિખ્યાત અને ઐતિહાસિક લંડન ન્યૂ યર્સ ડે પરેડ દર વર્ષે દુનિયાભરમાંથી કૂચ કરનારા વિવિધ બેન્ડ્સ, ફ્લોટ્સ અને રજૂઆતને આકર્ષિત કરે છે. જેમાં આ વર્ષે શ્રી મુક્તાજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ લંડને પણ ભાગ લઇ બ્રિટીશ અને ભારતીય સંસ્કૃતિનું અનન્ય સંયોજનરૂપે પરંપરાગત સ્કોટીશ અને ભારતીય ધૂનો રજૂ કરી હતી.

    મિલન ગૃપ અોફ વોલિંગ્ટન દ્વારા...

    મિલન ગૃપ અોફ વોલિંગ્ટન દ્વારા તા. ૨૦મી ડીસેમ્બરના રોજ ક્રિસમસ લંચ કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સટનના મેયરેસ જીન ક્રોસબી મુખ્ય મહેમાન તરીકે, ડેપ્યુટી મેયર સ્ટીવ કૂક, કાઉન્સિલર નલિની પટેલ, અન્ય સ્થાનિક કાઉન્સિલર્સ અને અગ્રણીઅો સહિત સંસ્થાના ૬૦ જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

    શબ્દોથી અંજલિ આપી "માતૃ વંદના"

    આપણા જીવનની સૌથી મહત્વપૂર્ણ કોઇ વ્યક્તિ હોય તો તે જનેતા છે, જેની સાથે આપણે કુદરતી રીતે, મન મૂકીને, વિના સંકોચે આસાનીથી જોડાઇ શકીએ છીએ. જીવનનાં દરેક મુશ્કેલ કાર્યોમાં આપણી જનેતા સૌ પ્રથમ મદદરૂપ થતી હતી. દુનિયાની દરેક વ્યક્તિ માટે, માતા મહાન શિક્ષક સાબીત થઇ છે. કરુણા, પ્રેમ અને નિર્ભયતાની શિક્ષક જનેતા છે. માતાની હુંફ ભલભલા કપરા દિવસો સામે ઢાલ બની શકે છે.

    કેલેન્ડર – ૨૦૧૮ની નવતર ભેટ...

    સતત નીતનવા માહિતિસભર વિશેષાંકો અને રસપ્રદ વાંચન સામગ્રી વાચક મિત્રોના કરકમળમાં સાદર અર્પણ કરવાની અનેરી પરંપરા ધરાવતા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષ ૨૦૧૮નું કેલેન્ડર આ સપ્તાહના અંક સાથે સર્વે લવાજમી ગ્રાહકોને મોકલવામાં આવ્યો છે.

    * વિલ્સડન સ્વામીનારાયણ મંદિર, ૨૨૦-૨૨૨ વિલ્સડન લેન, લંડન NW2 5RGખાતે રવિવાર તા. ૧૪-૧-૧૮ના રોજ સાંજે ૫-૩૦થી ૭-૩૦ દરમિયાન શકોત્સવની ઉજવણી કરવામાં આવશે. ઉત્સવ બાદ પ્રસાદીનો લાભ મળશે. મહાપ્રસાદની સેવા કલ્યાણ લક્ષ્મણભાઇ રાઘવાણી દ્વારા કરાઇ છે. સંપર્ક: શીવજીભાઇ 020 8459 4509.