સમગ્ર યુકેમાં અને ખાસ કરીને લંડનમાં રહેતા ભારતીય પરિવારોના ઘર પર ત્રાટકીને ચોરી લુંટફાટના બનાવો વધી રહ્યા છે ત્યારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન દ્વારા પોલીસના સહયોગમાં સત્સંગીઅો અને સૌ કોઇ માટે જાગૃતી ફેલાવવા એક ઝૂંબેશનું આયોજન શનિવાર તા. ૧૭મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ સાંજે મંદિરમાં કરવામાં આવ્યું છે.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુ.કે.) દ્વારા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન પ્રસંગે પ્રાર્થના સભા અને ભજન સંધ્યાના કાર્યક્રમનું અાયોજન મંગળવાર તા. ૨૦મી માર્ચ ૨૦૧૮ના રોજ સાંજે ૬ થી ૧૦ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે કરવામાં અાવ્યું છે.
યુકેના વેમ્બલીમાં છેલ્લા ૧૩ વર્ષથી કાર્યરત સ્કાયલિંક ટ્રાવેલ એન્ડ ટૂર્સ લિમિટેડ હવાઈ, કોચ, ક્રૂઝ અને યાત્રા પ્રવાસના આયોજનમાં કુશળ છે. કૈલાસ માનસરોવર, ચારધામ, અમરનાથ જ્યોતિર્લિંગ અને અન્ય ઘણાં પવિત્ર સ્થળોની યાત્રા તેમની વિશેષતા છે.
ગરજવાનને અક્કલ ન હોય એ કહેવતને સાચી ઠેરવતા અને હરહંમેશ યુકેની સંખ્યાબંધ સંસ્થાઅોમાં વણજોઇતો તેમજ અઘટિત ચંચુપાત કરીને પોતાનો એક્કો ખરો કરાવવા હવાતીયા મારી રહેલા એક કહેવાતા 'નેતાજી'એ તાજેતરમાં ફરી એક વખત બફાટ કરી પોતાની બચી હતી તેટલી આબરૂના પણ ધજાગરા ઉડાવ્યા હતા. યુકેની જાણીતી સંસ્થાના વિખ્યાત અગ્રણીના નિધન બાદ હજુ તેમની અંતિમ વિધી પણ પૂરી નહોતી થઇ ત્યાં આપણા કહેવાતા 'નેતાજી' તે સંસ્થાનો વહીવટ હસ્તગત કરી લેવા અને સંસ્થાના વહીવટમાં માથુ મારવાની પેરવી કરવા માંડ્યા હતા.
યુકેના વિવિધ શહેરોમાં રહેતા ભારતીય પરિવારોના ઘર પર ત્રાટકીને સોનાના દાગીનાની ચોરી અને લુંટફાટના બનાવો વધી રહ્યા છે ત્યારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર નીસડન દ્વારા મેટ્રોપોલિટન પોલીસના સહયોગમાં સત્સંગીઅો અને સૌ કોઇ માટે જાગૃતી ફેલાવવા એક નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર તા. ૧૭મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ સાંજની સભામાં ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર કમલ પટેલ (મેટ પોલીસ લીડ ફોર કોમ્યુનિટી એંગેજમેન્ટ ફેમિલી ગોલ્ડ) અને તેમના સાથી સ્ટિવ ટોડ દ્વારા રજૂઆત કરાઇ હતી.
બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા પત્રકારત્વક્ષેત્રે છેલ્લા ૩૪ વર્ષથી 'ગુજરાત સમાચાર' સાપ્તાહિકમાં ક્રિયાશીલ મેનેજીંગ એડિટર કોકિલાબહેન પટેલના પત્રકારત્વ આલેખનોના ચૂંટેલા લખાણોનો સંચય 'એક જ દે ચિનગારી'પુસ્તકનો લોકાર્પણ અને એમના સન્માનનો કાર્યક્રમ ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર, ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા તથા સરદાર પટેલ યુનિવર્સિટી-વલ્લભ વિદ્યાનગર દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડ્યાના અધ્યક્ષસ્થાને આણંદ-વિદ્યાનગર ખાતે એરેઝોના ઇન હોટેલ ખાતે કરવામાં આવ્યો.
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે શનિવાર તા. ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ગુજરાતી ભાષાના શિક્ષણના ભાવિ વિશે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડની ૩૮ સપ્લીમેન્ટ્રી સ્કૂલ, મંદિરો અને સમુદાય જૂથોના ૧૦૮ જેટલા સીનીયર મેનેજમેન્ટ રીપ્રેઝન્ટેટીવ તેમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતી ભાષાના વિકાસ અને સંવર્ધન વિષે ચર્ચા વિચારણા કરી હતી.
લંડનમાં વસતા અને માત્ર ૧૪ વર્ષની વયે માતા-પિતાના આશીર્વાદ સાથે સંગીત શીખવાની શરૂઆત કરનાર સોનુ ગજ્જરનું નામ બ્રિટનના સંગીત રસીકોમાં જાણીતું બની ગયું છે.
યુકેની સંખ્યાબંધ સંસ્થાઅોમાં વણજોઇતો તેમજ અઘટિત ચંચુપાત કરીને પોતાનો એક્કો ખરો કરાવવા પ્રયત્નશીલ 'નેતાજી' પછી હવે બીજા 'ગપ્પીદાસ'ના કહેવાતા વ્યભીચાર અને અનૈતિક સંબંધો વિષે વરવા આક્ષેપો બહાર આવતા 'ગપ્પીદાસ'ના યુકે અને ભારત સ્થિત સમાજમાં સોંપો પડી ગયો છે.
ચાઇનીઝ કૅલેન્ડર ૨૦૧૮નું વર્ષ મુજબ ડોગ યર છે. આ શાનદાર પ્રસંગને સિમા ચિહ્નરુપ બનાવવા માટે લંડનમાં વેસ્ટ હેમ્પસ્ટેડ સ્થિત સિંગાપોર ગાર્ડન રેસ્ટોરન્ટમાં ફૉરેવર ક્રૂઝ દ્વારા વાર્ષિક પાર્ટીની સાથે ચાઇનીઝ ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
