'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ (HA3 5BD) ખાતે સતત આઠમા વર્ષે અબાલવૃધ્ધ સૌ કોઇના લોકપ્રિય આનંદ મેળાનું શાનદાર આયોજન થઇ રહ્યું છે.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
મૂળ ગુજરાતના નવસારી નજીક આમલી ગામના અને વર્ષો સુધી ટાન્ઝાનિયામાં રહ્યા બાદ લંડનમાં સ્થાયી થયેલા શ્રી અમરતલાલ ઘેલાભાઈ દેસાઈનું ૮૯ વર્ષની વયે તા.૧૭.૪.૨૦૧૮ને મંગળવારે નિધન થયું છે.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ (HA3 5BD) ખાતે સતત આઠમા વર્ષે આબાલવૃધ્ધ સૌ કોઇના લોકપ્રિય આનંદ મેળાનું શાનદાર આયોજન થઇ રહ્યું છે.
તા. ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ભક્તિ વેદાંત મેનોર (યુકે) મંદિરના પ્રમુખ પૂ. શ્રી શ્રુતિ ધર્મ દાસ બકિંગહામ પેલેસ ખાતે મહારાણી એલિઝાબેથ મળ્યા હતા અને કૃષ્ણા અવંતિ સ્કૂલની તેમની મુલાકાત અને ભગવાન ચૈતન્ય દ્વારા અપાયેલી ટેપેસ્ટ્રીની ભેટ બાબતે ચર્ચા કરી હતી. શ્રી શ્રુતિ ધર્મ દાસ પ્રિન્સ ચાર્લ્સ અને ડચેસ અોફ કોર્નવોલ કેમિલા પાર્કર બાઉલને પણ મળ્યા હતા. શ્રુતિ ધર્મ દાસ બ્રિટીશ કોમનવેલ્થના દેશોના ખાસ પસંદ કરાયેલા મહાનુભાવોની સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા.
ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના સહયોગથી કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર દ્વારા રવિવાર તા. ૧૩-૫-૧૮ના રોજ બપોરે ૨થી ૪ દરમિયાન સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતે કાર્ડીફ અને આજુબાજુના નગરોમાં રહેતા ૮૦ વર્ષ અને તેથી વધુ વયના વડિલોનું સન્માન કરવામાં આવનાર છે.
ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી બ્રિટનભરની ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે યોજવામાં આવનાર ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધાના આયોજનને ખૂબ જ સુંદર સફળતા સાંપડી છે.
ભારતની આઝાદીના ૭૦ વર્ષ, ગુજરાત રાજ્યની સ્થાપનાના ૫૮ વર્ષ અને આપ સૌના પ્રાણપ્રિય ગુજરાત સમાચારની સ્થાપનાના ૪૬ વર્ષની ઉજવણી પ્રસંગે આગામી તા. ૫મી મે, ૨૯૧૮ના રોજ સંગત કોમ્યુનિટી સેન્ટર, ૨૮ સેનક્રોફ્ટ રોડ, હેરો ખાતે બપોરે ૩થી સાંજના ૬ દરમિયાન 'ઇંડિયા 70, ગુજરાત 58 અને એબીપીએલ 46' ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે બ્રેન્ટના મેયર શ્રી ભગવાનજીભાઇ ચૌહાણ ઉપસ્થિત રહેનાર છે.
ગેલેક્ષી શો લંડન અને પંકજ સોઢા પ્રસ્તુત ઇમ્તિયાઝ પટેલ અને આસીફ પટેલ નિર્મિત, મનોરંજન મેનિયા સર્જિત "બૈરી મારી બ્લડપ્રેશર" નાટક ભારતમાં બસો બાવીસ શો અને અમેરિકામાં ૩૮ શો કરી હવે યુકેમાં હાસ્યનું વિરાટ વાવાઝોડું લઈને આવ્યું છે. આ વાવાઝોડામાં તણાઈ જવાની મજા છે અને હસીને હસીને બેવડ વળી જવાય એવી મીઠી મધુરી સજા છે.
છેલબટાઉ, નખરાળા, રમતીયાળ અને અસંખ્ય યુવતીઅોના દિલની ધડકન એવા પ્રિન્સ હેરી અને હોલિવૂડ અભિનેત્રી મેગન મર્કેલ તા. ૧૯મી મેના રોજ લગ્નગ્રંથિથી જોડાશે. £૩૨ મિલિયનના ખર્ચે થનારા અને વર્ષના સૌથી મોટા ઐતિહાસીક લગ્નની તૈયારીઅો લગભગ પૂર્ણ થઇ રહી છે. કન્યાના મા-બાપ, વરના મામા-માસી અને કહોને સમાજ, ફિલ્મ, રમત ગમત અને કઇં કેટલાય ક્ષેત્રના ખાસ પસંદ કરાયેલા લોકોને નિમંત્રણો વહેંચાઇ ચૂક્યા છે. રાજકુમારના લગ્ન હોય અને કોઇ તૈયારીઅો ન હોય તેમ થોડું ચાલે.
મઘતા મઘતા ફૂલોની મૌસમ સાથે બ્રિટનમાં સૌના તન-મનને તાજગી બક્ષે એવો અાહલાદક સમર અાવી ગયો છે ત્યારે ગાત્રો થીજાવે એવા અંધારિયા શિયાળાથી કંટાળેલા અાપણા ભારતીય ભાઇ-બહેનો "ગુજરાત સમાચાર - એશિયન વોઇસ" દ્વારા યોજાતા "અાનંદ મેળા"ની અાતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી અા લોકપ્રિય સાપ્તાહિકો દ્વારા અાયોજિત અાનંદ મેળો સૌને માટે અાનંદદાયક અને યાદગાર બની રહ્યો છે. અા વર્ષે શનિવાર તા. ૯ અને રવિવાર, તા. ૧૦ જૂનના રોજ ભવ્ય "અાનંદ મેળા"નું અાયોજન લંડનના હેરો સ્થિત હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલમાં કરવામાં અાવ્યું છે. યુ.કે.માં વસતા તમામ ભારતીય વડીલો, માતાઅો, ભાઇ-બહેનો "અાનંદ મેળા"માં હરખભેર અાનંદના હિંડોળે ઝૂલે એવા ભાતીગળ કાર્યક્રમો સ્ટેજ પર રજૂ થશે.
