સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    વિખ્યાત ગાયક કલાકાર શ્રી વિનો

    લાગલગાટ ૩૧ વર્ષથી યુરોપના બેલ્જીયમ અને યુકે, અમેરિકા, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા સહિત ૩૦થી વધુ દેશોમાં ૩,૦૦૦થી વધુ કાર્યક્રમો રજૂ કરી ગીત-સંગીતના માધ્યમથી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરી રહેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગાયક શ્રી વિનોદ પટેલ આગામી તા. ૧૨મી જુલાઇથી ૧૬મી અોગસ્ટ દરમિયાન યુકેના પ્રવાસે પધારી રહ્યા છે.

    કાર્ડીફ સનાતન ધર્મ મંદિર ખાતે...

    કાર્ડીફ સનાતન ધર્મ મંદિર અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, વૅલ્સ ખાતે વેલ્સના હિન્દુ મંદિરોના ઇતિહાસમાં પ્રથમ વખત બ્રહ્માંડના નિર્માતા ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે ૮૫ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માનનું પણ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઅો ઉપસ્થિત રહ્યા હતા.

    ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ – એબીપીએલ ગૃપ દ્વારા બ્રિટન અને ખાસ કરીને લંડનમાં મહિલા, બાળકો, વડિલો માટે અને અન્ય વિવિધ ક્ષેત્રે સુંદર સામાજીક સેવા પ્રવૃત્તી કરનાર જાણીતી સંસ્થાઅો અને તેના અગ્રણીઅોને પ્રમાણપત્ર એનાયત કરીને ગત તા. ૯ અને ૧૦ જૂનના રોજ હેરો લેઝર સેન્ટર ખાતે યોજાયેલા આનંદ મેળાના મંચ પર બહુમાન કરવામાં આવ્યું હતું.

    ૯૨ વર્ષના મોહનલાલ ચાવાળા આનંદ...

    આનંદ મેળવવા માટે કદી ઉંમર, નાત, જાત કે દેશનું બંધન નથી હોતું. સૌના આનંદ માટે પ્રતિ વર્ષ ઉજવાતા આનંદ મેળામાં અબાલ વૃધ્ધ સૌ કોઇ ઉમટી પડે છે. કોઇને સાડી ખરીદવામાં રસ હોય છે તો બાળકોને બરફ ગોળા ખાવામાં તો પછી કોઇને નવિન કુંદ્રા અને અન્ય કલાકારોના ગીતો અને નૃત્યોમાં રસ હોય છે. આ વર્ષે ૯૨ વર્ષની પાકટ વય ધરાવતા મોહનલાલ નાથુભાઇ શાહ આનંદ મેળામાં પધાર્યા હતા.

    હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વા

    હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ગત તા. ૫મી માર્ચના રોજ કિંગ્સબરી રોડ સ્થિત રો ગ્રીન પાર્ક ખાતે હોળી મહોત્સવની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરાઇ હતી.

    BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, ની

    BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન ખાતે ગુરૂવારે સાંજે ધામધૂમપૂર્વક હોળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાવિક ભક્તોએ હોલીકા પૂજન કરી હોળીકા માતાને ધાન્ય, ધાણી, ખજૂર, શ્રીફળ વગેરે પ્રસાદ તરીકે અર્પણ કર્યા હતા. કેટલાકે દુધ તેમજ પાણી અર્પણ કરી પ્રદક્ષિણા ફરી હતી.

    ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી બ્રિટનની ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે ‘મારા પિતા, મારી નજરે’ વિષય પર તા. ૧ જુલાઇ, રવિવારના રોજ કેનન્સ હાઈસ્કૂલ, એજવેર ખાતે યોજવામાં આવેલી ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધા અનિવાર્ય કારણોસર મુલતવી રાખવાની અમારી મજબુરી થઇ છે.

    શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા સ

    શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા વિવિધ સખાવતી કાર્યો માટે £૪૯,૦૦૦ અર્પણ કરવા પૂ. શ્રી રાકેશભાઇની ઉપસ્થિતીમાં એક વિશેષ કાર્યક્રમનું અયોજન JFS કેન્ટન સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.

    શ્રી ગોવર્ધન નાથજી હવેલીના આચ

    લંડનના સડબરી સ્થિત શ્રી ગોવર્ધન નાથજી હવેલીના આચાર્ય ગાદીપતિ તરીકે પૂજ્ય ષષ્ઠગૃહાચાર્ય ગોસ્વામી શ્રી અભિષેક કુમારજી મહારાજશ્રી (મથુરા - કાલોલ - રાજકોટ)ની વરણી કરવામાં આવી છે. તા. ૭ જુલાઇ શનિવારના રોજ બપોરે ૩-૩૦ કલાકે સર્વે વૈષ્ણવોની ઉપસ્થિતિમાં સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા પૂજ્ય શ્રીનું આચાર્ય ગાદી પર બિરાજાવી તિલક કરવામાં આવશે અને પૂજ્ય શ્રીની આજ્ઞા પ્રમાણે વૈષ્ણવો માટેના પુષ્ટિ સંસ્કારના આયોજનો શ્રી ગોવર્ધનનાથજી હવેલી દ્વારા કરવામાં આવશે.

    આપણા અતિથિઃ

    અમર એસ્ટેટ એજન્સી, રાજકોટ ખાતે ૧૯૮૧થી સેવા આપી રહેલા અશ્વિનભાઈ ઉનડકટ તેમના પરિવાર સાથે ૧૦મી જુલાઈએ યુકેની મુલાકાતે આવી રહ્યા છે. લંડન અને લેસ્ટરમાં તેમનું બહોળું મિત્રવર્તુળ છે.