સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    આપના પ્રસંગને દિપાવો રંગ ઇવેન

    આજકાલ આપણે ડેસ્ટીનેશન વેડિંગ અને બોલીવુડની ફિલ્મોના સેટ જેવા લગ્નોને સોશ્યલ મીડીયા પર જોઇએ ત્યારે આપણી બેન કે દિકરીના લગ્ન પણ આવી જ ધામધૂમથી થવા જોઇએ તેમ લાગે. રંગ ઇવેન્ટ્સ દ્વારા ૪૦ વર્ષના વેડીંગ પ્લાનીંગ મેનેજમેન્ટના અનુભવ પછી ખાતરી આપવામાં આવે છે કે એક વખત રંગ ઇવેન્ટ્સને લગ્ન કે અન્ય પ્રસંગની ઉજવણી સોંપશો તો આપનો પ્રસંગ જીવનભર ભૂલી ન શકાય તેવો લેવીશ, સ્ટાયલીશ અને યુનિક બની રહેશે.

    ડિઝાઇનર ટ્રેડીશનલ ચણીયા ચોળી, સાડીઅો, લહેંગા ચોલી, બ્રાઇડમેડ્સ આઉટફૂટ, રેડીમેઇડ બ્લાઉસીસ, પ્રિમીયમ દુપટ્ટા, કુર્તીઝ, ઇન્ડો વેસ્ટર્ન, ડિઝાઇનર ગાઉન, સલવાર કમીઝ અને ટ્યુનીક્સ સહિત વિવિધ પારંપરીક એથનીક વેર માટે જો તમે આનંદ મેળામાં કોઇ સ્ટોલ શોધતા હો તો તે છે 'રંગવેશ' – સ્ટોલ નં. ૩૨.

    ૧૯૯૪માં સ્થપાયેલ નયન ડિજિટલ સ્ટુડિયો વેડિંગ ફોટોગ્રાફી, પ્રોડક્ટ ફોટોગ્રાફી, કોર્પોરેટ ડોક્યુમેન્ટરી, બેબી ફોટોગ્રાફીમાં વિશેષતા ધરાવે છે. તેમનો ધ્યેય "લાગણીને ક્લીક કરી આત્માને સ્પર્શ કરવાનો છે" ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ પૂરી પાડવા માટે કંપની નવી નવી ટેક્નીકનો લાભ લે છે. ક્રિએટિવીટી એ તેમના પ્રત્યેક અસાઇનમેન્ટનું હૃદય છે, જે તેમના આલ્બમ્સ અને વીડિયોમાં ઉડીને આંખે વળગે છે. આપના તમામ પ્રસંગોની ફોટોગ્રાફી - વિડીયોગ્રાફી માટે તેમનો સંપર્ક આનંદ મેલામાં કરી શકો છો.

    પંકજ સોઢાનો સુપરડુપર હાસ્યનો

    ફીલ્મ અભિનેતાઅો, પ્લેબેક સિંગર્સ, જાણીતા નાટકો અને વિવિધ શોનું શાનદાર આયોજન કરતા ગેલેક્સી શો લંડનના વિખ્યાત પંકજભાઇ સોઢા બ્રિટનવાસી ગુજરાતીઅોને હસી હસીને બેવડ વાળી દેવા ખૂબ જ જાણીતા ત્રણ કલાકારો અરવિંદ શુક્લા, ધવલ સોની અને ભરત આહિરના વિખ્યાત શો 'હાસ્યનો વરસાદ – લાફ્ટર એક્સપ્રેસ'નું આયોજન આગામી તા. ૧૫ જૂનથી ૮ જુલાઇ દરમિયાન રાયસ્લીપ, બોલ્ટન, હેરો, બર્મિંગહામ, લેસ્ટર, ઇલફર્ડ, માંચેસ્ટર, કોવેન્ટ્રી ખાતે કર્યું છે. 

    હેમંત ચૌહાણનું વર્લ્ડ બુક

    જાણીતા લોકગાયક હેમંત ચૌહાણે ૩૮ વર્ષથી સંગીત ક્ષેત્રે આપેલા યોગદાન બદલ વર્લ્ડ બુક ઓફ એવોર્ડ દ્વારા તેમને વિશેષ સન્માન સર્ટિફિકેટ એનાયત કરાયું હતું. લોકસાહિત્યને જીવંત રાખવામાં તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. છેલ્લા ૩૮ વર્ષમાં તેમણે ૮,૦૨૮ જેટલા લોકગીત, ભક્તિગીત અને ગીતો ગાયા હતા. 

    ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી બ્રિટનભરની વિવિધ ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન આગામી તા. ૧ જુલાઇ ૨૦૧૮ રવિવારના રોજ સવારે ૧૦.૩૦થી ૧.૩૦ દરમિયાન કેનન્સ હાઈસ્કૂલ, એજવેર, HA8 6AN ખાતે કરવામાં આવ્યું છે. ૧૧થી ૧૭ વર્ષની વય સુધીના ભાગ લેનાર દરેક વિદ્યાર્થીએ ‘મારા પિતા, મારી નજરે’ વિષય પર ૫ કે ૭ મિનિટ સુધી બોલવાનું રહેશે. વિજેતા વિદ્યાર્થીને આઇપેડથી લઇને અન્ય પ્રત્સાહક ઇનામો અપાશે. કેટલાક વાલીઅોની વિનંતીને ધ્યાનમાં લઇને અને વધુ બાળકો આ સ્પર્ધામાં ભાગ લઇ શકે તે આશયે ૧૭મી જૂન ૨૦૧૮ના રોજ યોજવામાં આવેલ આ સ્પર્ધા હવે તા. ૧ જુલાઇના રોજ થશે. ૧૦.૩૦થી ૧૧.૩૦ રીસેપ્શન અને રીફ્રેશમેન્ટ અને તે પછી સ્પર્ધા થશે.

    રંગીલા ઇવેન્ટ્સ દ્વારા આયોજીત ફ્રેન્ડસ થિયેટર ગ્રુપના નાટકો ‘હવે તો માની જાવ’ તથા ‘હસતા રહો ગમતા રહો’ તા. ૧૧-૫થી તા. ૨૦-૫ સુધી લંડનમાં ક્રોયડન, લેસ્ટર, બ્રાઇટન, ઇલફર્ડ, હેરો આર્ટ સેન્ટર ખાતે ખૂબ જ સારી રીતે ભજવાયા હતા. જેની સર્વે પ્રેક્ષકોએ ખૂબ પ્રશંસા કરી હતી.

    કેનેડાના મિસિસાગા ખાતે ગ્લોબ

    કેનેડાના મિસિસાગા સ્થિત રેડ રોઝ કન્વેન્શન સેન્ટર ખાતે તા. ૨૫.૫.૧૮ના રોજ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ગાલા ૨૦૧૮નું શાનદાર આયોજન ગ્લોબલ ગુજરાતી નેટવર્ક (GGN) અને તેના સ્થાપક વિપુલ જાની દ્વારા કરવામાં આવ્યું હતું.

    ભાંડિરવન (ઉ.પ્ર.) ખાતે શ્રી મહાપ્રભુજીના બેઠક અને રાજકોટ, કાલોલ, શિવરાજગઢ, નવાગામ વગેરે વિભિન્ન સ્થળોએ નીજ મંદિરો ધરાવતા શ્રી અભિષેકકુમાર મહારાજ તા. ૧૮ જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન યુકેના પ્રવાસે પધારી રહ્યા છે.

    ગુજરાતી ભાષા શીખવતા શિક્ષકો મ

    ‘કોનસોર્ટીયમ ઓફ ગુજરાતી સ્કુલ્સ’ (Consortium of Gujarati Schools) તરફથી ગુજરાતી શીખવતા શિક્ષકો માટે ૧લી જુલાઇ ૨૦૧૮ના દિવસે એક તાલીમ શીબીરનું આયોજન લેસ્ટરના જલારામ મંદિરના કોમ્યુનીટી હોલમાં સવારે ૯:૩૦ થી બપોરે ૪:૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં ૨૦૧૮થી બદલાતાં જી.સી.એસ.સી. અને એ લેવલ અભ્યાસક્રમ વિશે શીક્ષકોને માહિતગાર કરાશે. બાળકો સૌથી વધારે મુશ્કેલી અનુભવે છે તે ગુજરાતી જોડણી અને વ્યાકરણ કેવી રીતે શીખવવા અને તેમનું શબ્દભંડોળ કેમ વધારી શકાય તે વિશે ચર્ચા થશે.