સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકેની ખાસ સાધારણ સભાનું લંડનના વેમ્બલી સ્થિત સત્તાવીસ પાટીદાર સેન્ટર ખાતે તા.૧૩.૫.૧૮ને રવિવારે આયોજન કરાયું હતું. સભામાં ઉમેદવારી અને ચૂંટણી બાદ ચૂંટણી અધિકારી કાંતિભાઈ નાગડાએ એક્ઝિક્યુટિવ કમિટીના નવા ચૂંટાયેલા સભ્યોના નામોની જાહેરાત કરી હતી.

    ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી બ્રિટનભરની ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે યોજવામાં આવનાર ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધાના આયોજનને ખૂબ જ સુંદર સફળતા સાંપડી છે.

    'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ (HA3 5BD) ખાતે સતત આઠમા વર્ષે આબાલવૃધ્ધ સૌ કોઇના લોકપ્રિય આનંદ મેળાનું શાનદાર આયોજન થઇ રહ્યું છે. જેમાં એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો ૨૦૧૮ અને આરોગ્યની જાળવણી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો' નો વિનામુલ્યે લાભ મળશે.

    OFBJP સ્કોટલેન્ડ દ્વારા હરિયાણાન...

    અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપી સ્કોટલેન્ડ અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા હરિયાણાના મુખ્ય મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર અને તેમના પ્રતિનિધિમંડળના સ્વાગત સમારોહનું શાનદાર આયોજન તા. ૧૩મીમે ૨૦૧૮ના રોજ ગ્લાસ્ગો મેરિયેટ હોેટેલ ખાતે કરાયું હતું જેમાં ૩૦૦ સ્થાનિક અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા. ગ્લાસ્ગો પૂર્વે એડિનબરા ખાતે એક પ્રાઇવેટ ડીનર સમારોહનું આયોજન કરાયું હતું.

    આનંદ મેળામાં પધારવા વિવિધ સંસ

    'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ (HA3 5BD) ખાતે યોજાનાર આનંદ મેળામાં પધારવા માટે લંડન, લેસ્ટર, બર્મિંગહામ અને આજુબાજુના નગરોની સામાજીક, સંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઅોના સદસ્યો અને અગ્રણીઅોને પધારવા ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આમે આવી સંસ્થાઅોનું તેમની સુંદર કામગીરી બદલ આનંદ મેળાના મંચ પર સન્માન કરવા માંગીએ છીએ.

    સતત આઠમા વર્ષે યોજાનારો આનંદ મેળો આબાલવૃધ્ધ સૌ કોઇના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે અને મનોરંજન, ખાણીપીણી, શોપીંગ, એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો ૨૦૧૮ અને આરોગ્યની જાળવણી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો' નો વિનામુલ્યે લાભ મળશે.

    મહાત્મા ગાંધીજીની ટેવિસ્ટોક

    સેન્ટ્રલ લંડનના ટેવિસ્ટોક સ્કવેર ખાતે આવેલી ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થતા ઇન્ડિયા લીગ અને ભારતીય હાઇકમિશન દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સુવર્ણ જયંતિની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતના ડેપ્યુટી હાઇકમિશ્નર દિનેશ પટનાયક, ઇલીંગ સાઉથોલના એમપી વિરેન્દ્ર શર્મા, ઇન્ડિયા લીગના ચેરમેન (તંત્રી) સીબી પટેલ, મિનિસ્ટર અોફ કો-અોર્ડીનેશન એ. એસ. રાજન, હેડ અોફ ચાન્સેરી સુનિલ કુમાર તેમજ વિવિધ સંસ્થાઅોના અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.

    આપનું આરોગ્ય જાળવો: 'આનંદ મેલા

    પહેલું સુખ તે જાતે નર્યા. એટલે કે સૌથી મોટુ સુખ છે તંદુરસ્તી. આવી જ બીજી જાણીતી ઉક્તિ છે 'પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર.' સારવાર કરતા સાવચેતી સારી. જી હા, આ બન્ને ઉક્તિ એટલા માટે યાદ કરાવીએ છીએ કેમ કે આપનો સૌનો માનીતો અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા છેલ્લા સાત વર્ષથી યોજવામાં આવતો આનંદ મેળો આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ (HA3 5BD) ખાતે યોજાનાર છે. જેમાં મેડિટોરીયા ગૃપ દ્વારા 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નો વિનામુલ્યે લાભ મળશે.

    વણથંભ્યા મૂક સેવક : શ્રી જનકભા

    સોજીત્રાના મૂળ વતની અને હાલ નોર્થ લંડનમાં રહેતા તેમજ વિવિધ સંસ્થાઅોમાં વિવિધ હોદ્દાઅો પર તન, મન અને ધનથી સેવા આપનાર શ્રી જનકભાઈ છોટાભાઈ પટેલના ઝળહળતા ૯૦મા જન્મ દિનની ઉજવણી તા. ૧ મે ૨૦૧૮ના રોજ નજીકના પરિવારજનોની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી.

    આપણે સૌ ભારતથી જોજનો દૂર વસીયે છીએ પણ આપણી રગેરગમાં ભારતીયતા પ્રવર્તે છે. ‘જ્યાં વસે ભારતીય, ત્યાં વસે એક ભારત’. જ્યારે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ આપણાંથી દૂર હોય ત્યારે તે આપણાં હૃદયની ખૂબ નજીક હોય છે. આપણે સૌ આપણાં ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારોના જતન માટે હંમેશા પ્રયત્નશીલ રહીએ છીએ. મંદિરો, સંસ્થાઓ, ભજન-સત્સંગ મંડળોએ હિન્દુ ધર્મના દીપકને તેમના યોગદાનનું ઘી પૂરી આજ સુધી નિરંતર રાખેલ છે. હિન્દુ ધર્મની ધજાને દુનિયાભરમાં હંમેશ લહેરાતી રાખવા માટે યુવા પેઢીને સજ્જ કરવી ખૂબ જરૂરી છે. આગામી પેઢીને હિન્દુત્વનાં રંગે રંગવા તેમને યોગ્ય માર્ગદર્શન મળે એ માટે ધાર્મિક-સામાજીક સંસ્થાઓએ બાળકોને સામેલ કરી ધર્મ શિક્ષણ આપવું જરૂરી છે.

    આપનો સૌનો માનીતો અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા છેલ્લા સાત વર્ષથી સતત સફળતાપૂર્વક યોજવામાં આવતો 'આનંદ મેલા' આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, હેરો HA3 5BD ખાતે યોજાનાર છે.