અમેરિકા ભલે જગત આખામાં જમાદારી કર્યા કરે પરંતુ, ત્યાંના સામાજિક જીવન પર કોઈની પકડ નથી. તાજેતરમાં ટેક્સાસ રાજ્યની એક શાળામાં ૧૮ વર્ષીય ટીનેજરે અંધાધૂંધ- બેફામ ગોળીબાર કરીને ૨૨ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા તે આનો જીવતોજાગતો પુરાવો છે. માર્યા ગયેલામાં...

