Search Results

Search Gujarat Samachar

યુકે અને યુરોપથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓએ હવે તેમની બીજી ચેક ઇન બેગ માટે ઊંચા દર ચૂકવવા પડશે. એર ઇન્ડિયાએ આ રૂટો પર 23 કિલોની એક ચેકઇન બેગ માટેના ઓછા ભાડાની ટિકિટો અમલી બનાવી છે. 

ઓટમ બજેટમાં ચાન્સેલર રીવ્ઝ દ્વારા ખેડૂતો પર ઇનહેરિટન્સ ટેક્સ લાગુ કરાતાં છંછેડાયેલા ખેડૂતોએ મંગળવારે લંડનમાં પ્રચંડ દેખાવો કર્યા હતા. તેમણે ચેતવણી આપી હતી કે આ ટેક્સના કારણે ખાદ્ય સુરક્ષા પર જોખમ સર્જાશે

લેબર સરકાર દ્વારા નો ફોલ્ટ ઇવિક્શન પર પ્રતિબંધ લદાય તે પહેલાં જાણે કે મકાન માલિકોમાં ભાડૂઆતો પાસે મકાન ખાલી કરાવવાની જાણે કે હોડ જામી છે. બેલિફ દ્વારા મકાન ખાલી કરાવવાના સરકારી આંકડામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એન્જેલા...

વિશ્વના કોઇપણ વિકસિત દેશ કરતાં ગયા વર્ષે બ્રિટનમાં આવેલા કાયમી માઇગ્રન્ટસની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો હતો. ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ અનુસાર ગયા વર્ષે 7,46,900 પરમેનેન્ટ ટાઇપ માઇગ્રન્ટ યુકેમાં આવ્યા હતા. 

વિશ્વમાં છેલ્લા 30 વર્ષમાં ડાયાબિટિસથી પીડાતા લોકોની સંખ્યા બમણી થઇ 800 મિલિયન પર પહોંચી છે. લાન્સેટમાં પ્રસિદ્ધ કરાયેલ અહેવાલ અનુસાર 1990થી 2022ની વચ્ચે પુખ્તોમાં ડાયાબિટિસનું પ્રમાણે 7 ટકાથી વધીને 14 ટકા પર પહોંચ્યું છે. 

યુકે વર્ષ 2025 સુધીમાં ડિજિટલ બાય ડિફોલ્ટ ઇમિગ્રેશન સિસ્ટમ તરફ આગળ વધી ઇ-વિઝા શરૂ કરશે. જોકે ભારતમાં આ સુવિધાનો ક્યારે પ્રારંભ કરાશે તે હજુ નક્કી નથી. ઇ-વિઝા સિસ્ટમના કારણે પ્રવાસીઓને વધારાની સુરક્ષાની સાથે સુવિધા પ્રાપ્ત થશે. 

બ્રિટનમાં વ્યાપક હીમવર્ષા સાથે વર્ષ 2024ના શિયાળાનો પ્રારંભ થઇ ગયો છે. નોર્ધન ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં હીમવર્ષાની સાથે તાપમાનનો પારો શૂન્યની નીચે ગગડી ગયો હતો.

મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.

અરબી સમુદ્રમાંથી 3500 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયેલ 8 ઈરાનીઓને સુરક્ષા એજન્સીઓએ રિમાન્ડ પર લીધા છે. રિમાન્ડ દરમ્યાન ચોંકાવનારી હકીકતો સામે આવે તેવી...

કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના...