Search Results

Search Gujarat Samachar

સૌરાષ્ટ્રના ઉના તાલુકાનું મોટા સમઢિયાળા ગામ દેશભરના અખબારોના મથાળામાં ચમકી રહ્યું છે. પહેલાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી, પછી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, સામ્યવાદી નેતાઓ બ્રિન્દા કરાત તથા એ. રાજા, જનતા દળ (યુ)ના નેતા...

છેલ્લાં ૧૬ વર્ષથી મણિપુરમાં અનશન પર બેઠેલાં માનવાધિકારવાદી ઈરોમ ચાનૂ શર્મિલાએ ભૂખ હડતાળ સમેટવાની જાહેરાત કરી છે. સાથે સાથે જ તેમણે આગામી ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે. મણિપુરમાં અમલી આર્મ્ડ ફોર્સીસ સ્પેશ્યલ પ્રોટેક્શન એક્ટ (‘આફસ્પા’) સામે...

ન્યાયતંત્રમાં દરેક સ્તરે અદાલતને પોતાનો ફેંસલો સંભળાવવાનો અધિકાર છે. તે પોતાના વિવેક અનુસાર નિર્ણય કરવા સ્વતંત્ર છે. આપણે તે ચુકાદા સાથે સંમત હોઇએ કે નહીં, પણ ઉપલી અદાલતમાં જવાનો રસ્તો ખુલ્લો રહે છે. ચિંકારા શિકાર કેસમાં રાજસ્થાનની હાઇ કોર્ટે...

ભારતની સર્વોચ્ચ અદાલતે ક્રિકેટના મેદાનમાં ઉતર્યા વગર જ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને ક્લીન બોલ્ડ કર્યું છે. સુપ્રીમ કોર્ટે ક્રિકેટ બોર્ડના સંચાલનને ચેતનવંતુ બનાવવા માટે પ્રધાનો તથા ૭૦થી વધુ વયના હોદ્દેદારોને જાકારો આપવા અને જસ્ટિસ...

આસામમાં બોડો હિંસાએ ફરી માથું ઊંચક્યું છે. કોકરાજારમાં ત્રાટકેલા બોડો ઉગ્રવાદીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪ નાગરિકો માર્યા ગયા છે અને બીજા કેટલાય ઘાયલ થયા છે. કોકરાજારમાં બોડો સમુદાયના લોકો માટે રચાયેલી સ્વાયત્ત કાઉન્સિલ કાર્યરત છે. બોડો સમુદાય...

ગુરુવાર, ૨૬ જૂનના રેફરન્ડમ માટે બ્રિટનના ૬.૩૦ કરોડ પ્રજાજનોમાંથી ૪ કરોડ ૬૦ લાખ લોકો મતાધિકાર ધરાવતા હતા. તેમાનાં ૭૨ ટકાએ મતદાન કર્યું. ૧૯૯૨ બાદ બ્રિટનની...

ભારતવિરોધી અલગતાવાદની આગે ફરી એક વખત જમ્મુ-કાશ્મીરની શાંતિને પલિતો ચાંપ્યો છે. હંમેશા શાંતિમય માહોલ ખોરવવાની તાકમાં રહેતા અલગતવાદીઓએ આ વખતે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઠાર મરાયેલા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાનીના મોતને હાથો બનાવ્યો...

સાઉથ ચાઇના સીના નામે જાણીતા દક્ષિણ ચીની સમુદ્રની માલિકીના નામે છાશવારે વિવાદનો ધોકો પછાડતા ચીનને હેગ સ્થિત ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલે ૪૪૦ વોટનો આંચકો આપ્યો છે. ટ્રિબ્યુનલે આ જળપ્રદેશ પર એકાધિકાર હોવાના ચીનના દાવાને ફગાવ્યો છે. ચીન વર્ષોથી આ દરિયાઇ...

પાકિસ્તાન ફરી એક વખત બેનકાબ થઇ ગયું છે. આ વખતે ઢાકામાં તેનો વરવો ચહેરો ખુલ્લો પડ્યો છે. ઇસ્તંબુલ એરપોર્ટ પર થયેલો આતંકી હુમલો આઇએસઆઇએસનું કૃત્યુ હોવાનું પુરવાર થઇ રહ્યું છે, પરંતુ ઢાકામાં ૨૦ નિર્દોષના ગળા કાપી નાંખવાની રક્તરંજિત ઘટના માટે પાકિસ્તાન...

ભારતના રાજકીય માહોલ પર નજર ફેરવશો તો તમને બધું ઊંધુંચત્તું જ થતું જોવા મળશે. મતલબ કે રાજકીય પક્ષો કે નેતાઓ દ્વારા જે કંઇ બોલવામાં આવતું હોય એ બિલકુલ કરવામાં જ આવતું નથી, અને જે કંઇ કરવામાં આવે છે તેની ક્યારેય ચર્ચા પણ થતી નથી.