દિલજીતના લાઇવ કોન્સર્ટમાં ખાલિસ્તાની સમર્થકનો હંગામો 23/06/2026 8:16 am Nilesh Parmar પંજાબી સિંગર દિલજીત દોસાંજના લાઇવ કોન્સર્ટ દરમિયાન એક ખાલિસ્તાન સમર્થક દેખાવકાર મંચ પર ચઢી જતાં હોબાળો મચી ગયો હતો. ખાલિસ્તાન સમર્થક ધ્વજ લઈને મંચ પર ચઢી ગયો હતો. તેને પરિણામે થોડા સમય માટે વાતાવરણ તંગદિલીપૂર્ણ થઈ ગયું હતું.
બોલિવૂડ કલાકારો બન્યા યોગમય... 22/06/2026 10:22 am Nilesh Parmar બારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આમાં સેલિબ્રિટીસથી લઇને આમ આદમી સહુ કોઇ જોડાયું હોય ત્યારે રુપેરી પરદાના કલાકારો કઇ રીતે બાકાત રહી શકે?
15 જુલાઇથી ભારત-યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર અમલમાં 23/06/2026 10:09 am Arnold Christie ભારત અને યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર 15 જુલાઈથી અમલમાં આવશે. બંને દેશો વચ્ચે એકબીજાના બજાર ખુલ્લા મૂકવા, ટેરિફ ઘટાડવા અને માલસામાન તેમજ સેવાઓ ક્ષેત્રે સહયોગ વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ કરાર દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં એક મોટો સીમાચિહ્નરૂપ સાબિત થશે.
ગ્રૂમિંગ ગેંગોમાં મોટાભાગના અપરાધી પાકિસ્તાનીઃ રિપોર્ટ 23/06/2026 10:13 am Arnold Christie યુકેમાં સક્રિય ગ્રૂમિંગ ગેંગ્સ અંગેના એક સ્વતંત્ર અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ પ્રકારના ગુનાઓમાં સામેલ મોટાભાગના ગુનેગારો પાકિસ્તાની સમુદાયના હતા. અહેવાલ અનુસાર 1950ના દાયકાથી અત્યાર સુધીમાં યુકેમાં અંદાજે 2,50,000 જેટલી શ્વેત બ્રિટિશ યુવતીઓ સામૂહિક બળાત્કાર, માનવ તસ્કરી, બળજબરીપૂર્વકની ગર્ભાવસ્થા અને ફરજિયાત ધર્માંતરણનો ભોગ બની છે.
બર્નહામને નેતૃત્વનો પડકાર આપવા ડેરેન જોન્સનો ઇનકાર 23/06/2026 10:08 am Arnold Christie એવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે કે વડાપ્રધાન સ્ટાર્મરના ચીફ સેક્રેટરી ડેરેન જોન્સ લેબર પાર્ટીના આગામી નેતા બનવાની રેસમાં એન્ડી બર્નહામ સામે મેદાનમાં નહીં ઉતરે. લેબર પાર્ટીના કેટલાક સાંસદો એવી આશા રાખતા હતા કે ડેરેન જોન્સ આ પદ માટે પોતાની દાવેદારી નોંધાવે, જેથી બર્નહામ બિનહરીફ પક્ષના નેતા અને આગામી વડાપ્રધાન ન બની જાય.
એસએનપીમાંથી 4 લાખ પાઉન્ડની ઉચાપત માટે પીટર મ્યુરેલને 5 વર્ષની કેદ 23/06/2026 10:07 am Arnold Christie સ્કોટિશ નેશનલ પાર્ટીના ચીફ એક્ઝિક્યુટિવ તરીકેના કાર્યકાળ દરમિયાન પક્ષમાંથી 4,00,000 પાઉન્ડથી વધુ રકમની ઉચાપત કરવાનો ગુનો કબૂલ્યા બાદ પીટર મ્યુરેલને પાંચ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.
ભારત બ્રિટન પાસેથી નવ નિવૃત્ત જગુઆર ફાઇટર જેટ ખરીદશે 23/06/2026 10:12 am Arnold Christie ભારતીય વાયુસેનાએ યુકે પાસેથી નવ નિવૃત્ત જગુઆર ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાનો નિર્ણય કર્યો છે. ભારતીય વાયુસેનામાં ફાઇટર સ્ક્વોડ્રનની ઘટતી સંખ્યા વચ્ચે આ ઊંડી પ્રહાર ક્ષમતા ધરાવતા વિમાનોના કાફલાને કાર્યરત રાખવા માટે આ નિવૃત્ત વિમાનોનો ઉપયોગ સ્પેરપાર્ટ્સ અને પુનઃઉપયોગી સબ-એસેમ્બલીના સ્ત્રોત તરીકે કરવામાં આવશે.
સગીરાઓ પર બળાત્કાર ગુજારી પાકિસ્તાન નાસી છૂટેલા અમર ઇલ્યાસને 27 વર્ષની કેદ 23/06/2026 10:14 am Arnold Christie 12 વર્ષ જેટલી નાની વયની અસહાય સગીરાઓ પર બળાત્કાર ગુજાર્યા બાદ બ્રિટન છોડીને પાકિસ્તાન ભાગી ગયેલા અમર ઇલ્યાસને તેની ગેરહાજરીમાં 27 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. 41 વર્ષીય અમર ઇલ્યાસ કિલરના ઉપનામથી ઓળખાતો હતો.
ઓલ્ડબરીમાં પ્રેમિકાની હત્યા કરનાર મોહમ્મદ અઝીમ દોષી 23/06/2026 10:15 am Arnold Christie પોતાના નવજાત બાળકને હોસ્પિટલમાં મળીને પરત ફરી રહેલી 19 વર્ષની યુવતીની તેના જ પાર્ટનર દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.
G7 સંમેલનમાં મોદી અને સ્ટાર્મર વચ્ચે ઉષ્માસભર મુલાકાત 23/06/2026 10:11 am Arnold Christie વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફ્રાન્સમાં યોજાયેલા G7 શિખર સંમેલન દરમિયાન થયેલી ટૂંકી વાતચીતે બંને દેશો વચ્ચેના વ્યાપારિક ગતિરોધનો અંત આવી ગયાનો સંકેત આપી દીધો હતો.