Advanced search


Kalash and Dhaja-Dand Pujan at BAPS Paris

Kalash and Dhaja-Dand Pujan at BAPS Paris

ભારે વરસાદ અને પાણી ભરાતાં ગુજ...

ચાલુ ચોમાસામાં રાજ્યમાં પડેલા અતિભારે વરસાદ અને પૂરના કારણે ગુજરાતને ફરી એક વખત અંદાજે રૂ. 10 હજાર કરોડ જેટલું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ સરકારી સ્તરે ચર્ચામાં છે. વિવિધ વિભાગો અને જિલ્લા વહીવટી તંત્ર નુકસાનના અંતિમ આંકડા એકત્ર કરવામાં વ્યસ્ત છે અને ટૂંક સમયમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને વિગતવાર મેમોરેન્ડમ મોકલી વિશેષ નાણાકીય સહાયની માગ કરશે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ અને પૂરના કારણે અનેક જિલ્લાઓમાં જાનહાનિ, ખેતી, માર્ગો, પુલો અને જાહેર માળખાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

આ 3 નાની આદત ઘટાડશે હૃદયરોગનું

શું તમે જાણો છો કે રાત્રે ફક્ત 11 મિનિટ વધુ ઊંઘ અને દિવસ દરમિયાન ફક્ત 4.5 મિનિટ વધુ ચાલવાથી તમારા હૃદયને શક્તિ મળી શકે છે? આપણે અતિશય વ્યસ્ત જીવનશૈલી છતાં ઘણીવાર જિમમાં જવાની અથવા હેલ્ધી ડાયેટ પ્લાનની યોજના તો બનાવીએ છીએ, પરંતુ તે બે-ચાર દિવસમાં જ તૂટી જતી હોય છે.

પાણીના નિકાલમાં કોઈપણ પ્રકાર

સ્માર્ટસિટી અમદાવાદમાં પડેલા વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિને લઈ રાજ્યના મુખ્યમંત્રી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીને લઈ લાલઘૂમ જોવા મળ્યા હતા.

રતનમહાલથી વાઘનું નવું સરનામુ

દાહોદના રતનમહાલ અભયારણ્યમાંથી અચાનક ગુમ થયેલા વાઘનું નવું લોકેશન છોટાઉદેપુરના કેવડી વિસ્તાર તરફ મળતાં વનવિભાગે રાહતનો દમ લીધો છે. ‘અતિથિ દેવો ભવ:’ની ભાવના સાથે હવે છોટાઉદેપુર વનવિભાગ આ રોયલ મહેમાનની સુરક્ષા અને આતિથ્ય માટે સતર્ક બન્યું છે, જેમાં દાહોદ વનવિભાગ પણ પૂરતો સહયોગ આપી રહ્યું છે.

લોર્ડ્સ બાદ હવે વર્લ્ડકપ અને ઓ...

લોર્ડ્સ પર ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 113 રનની ઇનિંગ્સ રમીને ભારતને જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારી યાસ્તિકા ભાટિયાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘લોર્ડ્સના ઓનર્સ બોર્ડ પર મારું નામ આવવાથી હું ગર્વ અનુભવું છું. હવે મારું આગામી લક્ષ્ય ભારતને 2028ની ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડમેડલ અપાવવાનું છે. જે લક્કી બેટથી આ સદી થઈ છે, તેનો ઉપયોગ હવે હું ફક્ત મેચોમાં જ કરીશ.’

7 જુલાઇના પૂર પછી સુરતના કારમા

7 જુલાઈએ શહેરમાં પડેલા ભારે વરસાદ દરમિયાન રેસિડેન્શિયલ અને માર્કેટના બેઝમેન્ટમાં 6500 થી વધુ કાર ડૂબી જતાં સુરતના કારમાલિકો વાહનોની સુરક્ષાને લઈ ભયમાં છે. પૂરના ડરે હવે લોકો બેઝમેન્ટ કે ખુલ્લા પાર્કિંગને બદલે મલ્ટિલેવલ પાર્કિંગ તરફ વળતાં કોર્પોરેશનના 13 પૈકી 11 પાર્કિંગ હાઉસફુલ થઈ રહ્યાં છે.

બોપલના રહીશોની મદદ માટે બોટ અન...

ભારે વરસાદના પગલે સમગ્ર બોપલ વિસ્તારમાં ચોતરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા. કરોડો રૂપિયાના બંગલોની સોસાયટીઓમાં કલાકો સુધી ભરાયેલાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં કોર્પોરેશન નિષ્ફળ રહેતાં લોકોને બહાર કાઢવા માટે આર્મીની એક ટુકડી મૂકવામાં આવી હતી.

નખત્રાણાના ગોધિયાર મોટીમાં  11

નખત્રાણાના ગોધિયાર મોટી ગામ નજીક 11 વર્ષ બાદ ફરી દુર્લભ વન્યજીવ હેણોતરો (Striped Hyena) જોવા મળ્યો હતો. ગોધિયાર મોટી ગામના સ્થાનિક રહીશ સોઢા હીરજીભાઈ બાઇક લઈને પોતાની વાડીએ જઈ રહ્યા હતા. ત્યારે તેમણે મોબાઇલ કેમેરામાં તેના ફોટોગ્રાફ્સ ઝડપી લીધા હતા, બાદમાં વિક્રમસિંહ સોઢાએ પુષ્ટિ કરી હેણોતરો હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે અગાઉ 2015માં આ દુર્લભ પ્રાણી જોવા મળ્યું ત્યારે ટ્રેપમાં ફસાયેલું મળ્યું હતું.

અમદાવાદ એરપોર્ટ  રન-વે પાણીમાં...

અમદાવાદમાં ભારે વરસાદને પગલે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનો રન-વે પણ પાણીમાં ગરકાવ થયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.