ગ્રુમિંગ ગેંગના કેદીઓની વહેલી મુક્તિની સમીક્ષા કરવા વડાપ્રધાનનો આદેશ 11/08/2026 11:17 am Arnold Christie વડાપ્રધાન એન્ડી બર્નહામે કેદીઓ માટેની અર્લી રિલીઝ સ્કીમ હેઠળ જેલમાંથી મુક્ત થવાને પાત્ર એવા ગ્રુમિંગ ગેંગના કેદીઓની તાત્કાલિક સમીક્ષાનો આદેશ આપ્યો છે.
સપ્ટેમ્બરથી 65થી 74 વર્ષના વૃદ્ધોને પણ આરએસવી રસી અપાશે 11/08/2026 11:14 am Arnold Christie એનએચએસ દ્વારા ઇંગ્લેન્ડમાં 65થી 74 વર્ષની વય ધરાવતા દર્દીઓ માટે સપ્ટેમ્બરથી મહત્વપૂર્ણ ફેરફાર કરવાની જાહેરાત કરાઇ છે. એનએચએસના જણાવ્યા અનુસાર, રેસ્પિરેટરી સિન્સિટીયલ વાયરસ (આરએસવી) રસીકરણ કાર્યક્રમનો વ્યાપ વધારીને ચોક્કસ તબીબી જોખમ ધરાવતા 65થી 74 વર્ષના વયસ્કોને પણ તેમાં આવરી લેવામાં આવશે.
વેલ્સમાં સગીરાઓ પર બળાત્કાર સહિતના અપરાધોમાં જસવિંદર સહિત પાંચ દોષી 11/08/2026 11:19 am Arnold Christie વેલ્સમાં બાળકોના જાતીય શોષણ અને માનવ તસ્કરીના કેસમાં ભારતીય મૂળના 61 વર્ષીય જસવિંદર સિંહ સહિત પાંચ વ્યક્તિને દોષી ઠેરવાયા છે. આ તમામ 3 સગીરાઓ સાથે 40થી વધુ અપરાધોમાં સંડોવાયેલા માલૂમ પડ્યા હતા.
એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ 11/08/2026 11:31 am Arnold Christie અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે ભારતીયોની વધતી ભુમિકા અંતર્ગત નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી અનિલ મેનને પ્રથમ વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહાર નીકળી સાડા 6 કલાક સુધી સ્પેસ વોક કરી હતી. આ એક્સ્ટ્રા વ્હિક્યુલર એક્ટિવિટી દરમિયાન મેનન સાથે નાસાના અનુભવી અવકાશયાત્રી જેસિકા મેયર પણ જોડાયાં હતાં.
વર્ષ 2026માં એકલા લંડનમાંથી 1,250 કરતાં વધુ ગેરકાયદેસર કામદારો ઝડપાયાં 11/08/2026 11:25 am Arnold Christie હોમ ઓફિસના જણાવ્યા અનુસાર વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં લંડનભરમાં પાડવામાં આવેલા ઇમિગ્રેશન દરોડા દરમિયાન 1,250થી વધુ ગેરકાયદે કામદારોની ધરપકડ કરવામાં આવી છે.
પોર્ટ્સમાઉથ કાઉન્સિલમાં એકાઉન્ટન્ટ દ્વારા 72,000 પાઉન્ડની ઉચાપત 11/08/2026 11:23 am Arnold Christie પોર્ટ્સમાઉથ સિટી કાઉન્સિલની 49 વર્ષીય ભૂતપૂર્વ એકાઉન્ટન્ટ અમીરમ બેગમે કાઉન્સિલના ભાડૂઆતો પાસેથી મળેલા ભાડામાં 72,000 થી વધુ પાઉન્ડની ઉચાપત કરી હોવાનો ખુલાસો થયો છે.
કાર વોશ અને વેપ શોપ્સ હજુ પણ કુશળ વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરી શકે 11/08/2026 11:26 am Arnold Christie વિઝા નિયમો વધુ સખત કરવામાં આવ્યા હોવા છતાં મિની-માર્ટ, વેપ શોપ્સ અને કાર વોશ સહિતના 1900થી વધુ નાના વ્યવસાયો હજુ પણ વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરવા માટે લાયસન્સ ધરાવે છે.
1 સપ્ટેમ્બરથી શાળાઓમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ 11/08/2026 11:32 am Arnold Christie ઇંગ્લેન્ડની તમામ શાળામાં આગામી 1 સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વિદ્યાર્થીઓ માટે મોબાઇલ ફોન પર પ્રતિબંધ અમલી બનશે. સરકારી માર્ગદર્શિકા અનુસાર, નિયમોનું પાલન કરાવવાની પદ્ધતિ નક્કી કરવાની છૂટ શાળાઓને આપવામાં આવી છે.
બળાત્કારને સ્પેક્ટ્રમ ગણાવતા સ્કોટિશ સાંસદ ક્યૂ મણિવન્નન વિવાદમાં સપડાયા 11/08/2026 11:22 am Arnold Christie સ્કોટિશ પાર્લામેન્ટના ભારતીય મૂળના ગ્રીન પાર્ટીના સાંસદ ક્યૂ મણિવન્ન એક પોડકાસ્ટ ઈન્ટરવ્યૂની જૂની ક્લિપ વાયરલ થયા બાદ વિવાદમાં સપડાયા છે. આ વાયરલ ક્લિપ મણિવન્નન સ્કોટિશ સંસદમાં ચૂંટાયા પહેલાં ફેબ્રુઆરી 2025માં રેકોર્ડ કરાયેલા ધ સબ્જેક્ટિવ સ્પેસ પોડકાસ્ટના એક એપિસોડની છે.
કોમનવેલ્થ ગેમ્સ પૂરી થતાં જ ગ્લાસગોમાં પાકિસ્તાન અને યુગાન્ડાના ખેલાડી લાપતા 11/08/2026 11:27 am Arnold Christie ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ પૂરી થયા બાદ પાકિસ્તાની બોક્સિંગ ખેલાડી અને યુગાન્ડાના એથ્લેટ્સ વતન પરત ન ફરતાં પોલીસે તપાસ શરૂ કરી છે. પાકિસ્તાન અને યુગાન્ડાના કેટલાક એથ્લેટ્સ ગયા રવિવારે ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ સમાપ્ત થયા પછી સ્વદેશ પરત ફર્યા નથી.