હિન્કલીમાં પુરુષનો મૃતદેહ મળતા પોલીસ તપાસનો આરંભ 16/01/2015 9:17 am Achyut Sanghavi લેસ્ટરઃ પાંચમી જાન્યુઆરીએ સ્ટેશન રોડ, હિન્ક્લી ખાતે સવારે આઠ વાગે એક પુરુષનો મૃતદેહ મળ્યા પછી પોલીસે તપાસનો આરંભ કર્યો હતો.
વેશ્યાગહોમાં લૂંટ કરતી ત્રિપૂટી પકડાઈ 16/01/2015 9:17 am Sandip Bhavsar હેરોઃ બ્રેન્ટના વેશ્યાગૃહોમાં બંદૂકની અણીએ સંખ્યાબંધ લૂંટ ચલાવવાના ગુનાસર શેફર્ડ્સ બુશની ત્રણ વ્યક્તિને ગયા મહિને હેરો ક્રાઉન કોર્ટે દોષી ઠરાવી હતી.
• પ્રેમિકાના અશ્લીલ વિડીયો ફેસબૂક પર મૂકવા ધમકી 16/01/2015 9:18 am Sandip Bhavsar પોતાની સામેની ફરિયાદ પાછી ખેંચવા પ્રેમિકાને પત્રો લખી યાસીન કાનામિઆએ તેને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી હોવાની રજૂઆત લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ કરાઈ હતી. એપ્રિલ ૨૦૧૩ની આ ઘટનામાં સ્પિની હિલ્સના યાસીનને ૧૮ મહિનાની જેલની સજા કરાઈ હતી, જે બે વર્ષ સુધી મુલતવી રખાઈ છે. શારીરિક બીમાર અને માનસિક ત્રાસ અનુભવવા છતાં પૂર્વ પ્રેમિકાએ ૩૪ વર્ષના કાનામિઆની ધમકીઓ અંગે ફરિયાદ કરવાની હિંમત દર્શાવી હતી. બિઝનેસ મેનેજમેન્ટ સ્નાતક યાસીને હેરેસમેન્ટની ફરિયાદ પાછી ન ખેંચે તો પ્રેમિકાની સેક્સ્યુઅલ, અશ્લીલ ઈમેજીસ અને વિડીઓ ફેસબૂક પર મૂકવાની ધમકી પણ આપી હતી.
ફેડરરનો ૧૦૦૦મો વિજય બ્રિસબેનમાં ચેમ્પિયન 16/01/2015 9:24 am Sandip Bhavsar બ્રિસબેનઃ સ્વિસ એક્સપ્રેસ તરીકે જાણીતા બનેલા રોજર ફેડરરે વર્ષની શાનદાર શરૂઆત કરીને કારકિર્દીમાં પ્રથમ વખત બ્રિસબેન ઇન્ટરનેશનલ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનું પ્રથમ વખત ટાઇટલ જીતવાની સાથે પોતાના ૧૦૦૦ વિજયની સિદ્ધિ પણ પૂરી કરી હતી.
વેસ્ટ ઈન્ડિઝ ટીમમાંથી પોલાર્ડ અને ડ્વેઈન બ્રેવોની હકાલપટ્ટી 16/01/2015 9:25 am Sandip Bhavsar સમય સેન્ટ જ્હોન્સઃ વેસ્ટ ઈન્ડિઝે આગામી મહિનાથી શરૂ થનારા વર્લ્ડકપ માટેની ટીમમાં અનુભવી ડ્વેઈન બ્રાવો અને આક્રમક ઓલ રાઉન્ડર કેરોઈન પોલાર્ડને સામેલ કર્યાં નથી.
વર્લ્ડકપ-૨૦૧૫માં ભાગ લેનારી ૧૪ ટીમની યાદી 16/01/2015 9:28 am Sandip Bhavsar પૂલ-એઃ ઓસ્ટ્રેલિયા: માઈકલ ક્લાર્ક (સુકાની), જ્યોર્જ બેઈલી (ઉપસુકાની), પેટ કમિન્સ, ઝેવિયર ડોહર્થી, જેમ્સ ફોકનર, એરોન ફિંચ, બ્રેડ હેડિન, જોશ હેઝલવૂડ, મિચેલ જ્હોનસન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવન સ્મિથ, મિચેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર, શેન વોટસન.
હવે ડાયાબિટિકને વારંવાર ઇન્સ્યુલીનની જરૂર નહીં પડે 16/01/2015 9:31 am Mukesh Patel વોશિંગ્ટનઃ હવે ટૂંક સમયમાં ડાયબિટીસના દર્દીઓને વારંવાર ઇન્સ્યુલીન લેવાની ઝંઝટમાંથી છૂટકારો મળે તેવી શક્યતા છે. પ્રાણીઓ ઉપર સામાન્ય ચામડીના કોષોને ઇન્સ્યુલિન પેદા કરતાં પેન્ક્રિયાસ સેલમાં તબદીલ કરવામાં સંશોધકોને સફળતા મળી છે.
પાતળાં થવા કેપ્સિકમ ફાયદાકારક 16/01/2015 9:35 am Mukesh Patel મરચાંની તીખાશમાં રહેલાં ખાસ પ્રકારનાં કેમિકલ્સ શરીરની વધારાની ચરબી ઓગાળવામાં મદદરૂપ છે એવું આ પહેલાં ઘણા સંશોધનોમાં કહેવાયું છે.
સહુની નજરમાં ચોકર નેકલેસ 16/01/2015 9:38 am Mukesh Patel તમે હૃતિક રોશન અને ઐશ્વર્યા રાયને ચમકાવતી ‘જોધા અકબર’ જોઇ હતી કે નહીં? ૨૦૦૮માં રિલીઝ થયેલી અને નામ પરથી જ ખબર પડી જાય છે તેમ ઐતિહાસિક બેકગ્રાઉન્ડ ધરાવતી આ ફિલ્મ ભલે સુપર-ડુપર હિટ નહોતી, પણ તેના ભવ્ય સેટિંગ્સ, કોસ્ચ્યુમ માટે બહુ પ્રશંસા પામી હતી. આ ફિલ્મના મોટા ભાગના દૃશ્યોમાં ‘જોધા’ ઐશ્વર્યા આખું ગળું ભરાઈ જાય એવા ચોકર નેકલેસ પહેર્યા હતા. આ પ્રકારના ચોકર કે હાંસળી સ્ટાઇલના નેકલેસ આજે પણ લગ્નપ્રસંગોમાં ટ્રેન્ડમાં છે.