મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    તમારી ત્વચાના નિખાર માટે અજમા

    સામાન્ય રીતે દરેક મહિલાને ઘરકામ કરવાનું રહેતું હોય છે. વાસણ ઘસતાં કે કપડાં ધોતાં તેમની ત્વચા સૂકી પડી જાય છે. આ ત્વચાને નિરંતર નિખારેલી રાખવા માટે અહીં કેટલીક ટીપ્સ આપવામાં આવી છે. મહિલાઓ ખાસ કરીને એવું વિચારે છે કે પ્રસંગ તો ક્યારેક જ આવે છે તે સમયે ત્વચાની કાળજી લઈ લેવી કે કોઈ ટ્રીટમેન્ટ કરાવી લેવી, પણ એ સૂકી ત્વચા માટે યોગ્ય ઉકેલ નથી. ગમે ત્યારે સૌદર્યનું ધ્યાન રાખી શકાતું નથી અને સ્ત્રીઓ નિયમિત રીતે તો પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જ જાય છે. તેથી ત્વચાને સૂટ કરે તેવાં કેટલાક ઘરેલુ નુસખા અહીં આપ્યા છે.

    સ્થૂળ શરીર ધરાવતી યુવતીઓને પણ...

    દરેક યુવતી કે સ્ત્રીને હંમેશા ફિગર પ્રમાણે કપડાંની પસંદગીમાં મૂંઝવણ રહેતી હોય છે. ગ્લેમરસ દેખાવ મેળવવા જતાં ક્યાંક એ કપડું પોતાના અંગ પર સૂટ નહીં કરે તો પહેર્યાં પછી તે બેહૂદુ લાગશે તો? આવા કેટલાય પ્રશ્નો મહિલાઓને સતાવતા હોય છે. એમાંય હેવિ ફિગર ધરાવતી મહિલાઓ ફેશનની વાત આવે ત્યારે હંમેશાં દુવિધામાં રહે છે કે શું પહેરવું ને શું છોડવું?

    જોકે મોલ કે બ્રાન્ડેડ સ્ટોર્સમાં એવા આઉટફિટ્સ મળી જ રહે છે કે જે તમારા ફિગર પ્રમાણે બનાવાયા હોય અને તમને સુંદર દેખાવ પણ આપે. વળી, પ્રખ્યાત ફેશન ડિઝાઈનર્સ દ્વારા વસ્ત્રની ડિઝાઈન તૈયાર થઈ હોય એટલે તેનું કાપડ, પ્રિન્ટ અને અમ્બ્રોઇડરી પણ મોટેભાગે મહિલાઓને પસંદ આવે. વળી, તેનો એક ફાયદો એ હોય છે કે ગમે તે એજગ્રુપની પસંદગીના સર્વે અને એજ ગ્રુપની પસંદગી ધ્યાનમાં રાખીને બનાવાય છે તેથી તે સામાન્ય રીતે એ જ એજગ્રપના લોકો અને ચોક્કસ ફિગર ધરાવતા લોકો પર ફિટ પણ બેસે છે. એમાંય સ્થૂળ કાયા ધરાવતા લોકો માટે આ પ્રકારના ડિઝાઈનર કુર્તીમાં સૌથી સારો વિકલ્પ છે કફતાન. જે તમે કોઈ પણ પ્રસંગે પહેરી શકો છો.

    મસ્તીથી મનાવો હોળીઃ રંગ છોડાવ

    હોળીનો તહેવાર નજીક છે અને માત્ર ભારતમાં જ નહીં દેશવિદેશમાં પણ હોળી ધૂળેટીનો તહેવાર લોકો મન મૂકીને ઉજવે છે. ઘણા લોકોને હોળી રમવી ખૂબ જ ગમતી હોય છે, પણ ત્વચા અને સૌંદર્ય બગડી જવાની બીકે તેઓ હોળી રમતાં ગભરાય છે. જોકે અહીં કેટલાક એવા નુસખા છે કે તમે આ વખતે હોળી રમતાં ડરશો નહીં. રંગ છોડાવવા માટેના ઘરેલુ નુસખાથી તમારી ત્વચાને વળી નુક્સાન પણ થશે નહીં. હોળી રમ્યા પછી ઘરેલુ લેપ કે લોશનથી તમારી ત્વચાને ફરીથી નિખારી શકશો.

    ઓફિસ રૂટિનથી માંડી વાર તહેવાર

    તહેવાર, પ્રસંગો કે રોજિંદી જિંદગીમાં યુવતીઓએ અને મહિલાઓએ કેવા પ્રકારની જ્વેલરી પહેરવી એ અંગે યુવતીઓ અને મહિલાઓ ઘણી સજાગ રહે છે. ખાસ કરીને રોજિંદી જિંદગીમાં ઓફિસે જતાં સ્ત્રીઓએ કેવા પ્રકારની જ્વેલરી પહેરવી એ અંગે જોકે સ્ત્રીઓને વધુ મૂંઝવણ રહે છે. સ્ત્રીઓએ પોતાના જ્વેલરી ક્લેક્શન તે પછી ઇમિટેશન હોય કે ગોલ્ડ ઓફિસે પહેરવા એવી જ્વેલરી પસંદ કરવી જોઈએ જે કોઈ પણ પ્રસંગે પણ પહેરી શકાય. વાર તહેવારમાં પણ પહેરી શકાય. જે દરેક પ્રકારના ડ્રેસિંગ સાથે સૂટ પણ થાય.

    વંધ્યત્વ ધરાવતી મહિલાને કેન્સર થવાની શક્યતા ૨૦ ટકા વધી જતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. સંશોધકોએ જણાવ્યું હતું કે પ્રજનનની સમસ્યાને લીધે કેન્સરનું જોખમ વધી જાય છે કે તેનું બન્ને વચ્ચે સામાન્ય કારણ હોય કે પ્રજનનની સારવારીની ભૂમિકા હોય છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.

    વર્કિંગ વુમનઃ મેકઅપથી નિખારો

    દરેક વર્કિંગ વુમન માટે જરૂરી છે કે કામના સ્થળે તેમના વ્યક્તિત્વનો પ્રભાવ પડે. અને આ વાતનો આધાર છે તમારા દેખાવ પર. જોકે, આ માટે વધુ મહેનત કરવાની જરૂર નથી. કેટલીક મેકઅપ ટીપ્સથી તમે તમારી આગવી ઓળખ ઊભી કરી શકો છો.

    ત્વચાની સંભાળ માટે આટલું ધ્યા

    દુનિયાની કોઈ મહિલા કે યુવતી એવી નહીં હોય જેને ત્વચાને લગતી નાની મોટી સમસ્યા ન હોય. જોકે ત્વચાની સમસ્યા હોય એવી વ્યક્તિને અન્ય રોગોની પણ સમસ્યા થવા લાગે છે. એવામાં જરૂરી છે કે તમારી ત્વચાની તમે સંપૂર્ણ કાળજી લો અને રક્ષા કરો. ઉંમર થતાં ચહેરા પર કરચલીઓ પડવાની સંભાવના વધી જાય છે. કરચલીઓના સફળ ઉપચાર માટે ચહેરાની વધારાની દેખરેખ કરવાની જરૂરિયાત હોય છે. જરૂરી છે યોગ્ય સમયે ત્વચાની જરૂરી સંભાળ લેવામાં આવે. કરચલીઓ દૂર કરવાના કેટલાક સફળ ઉપચાર અહીં આપ્યા છે અજમાવો અને ત્વચાને ખીલેલી રાખો.

    વિદ્યાનગરની નીતા શર્મા મિસીસ ઈન્ડિયા-યુકે ૨૦૧૯ની ફાઇનલમાં

    મૂળ ગુજરાતના શિક્ષણધામ વલ્લભ વિદ્યાનગરની ૪૦ વર્ષીય ફેશન ડિઝાઈનર નીતા શર્મા લંડનમાં આયોજિત સૌંદર્યસ્પર્ધા મિસીસ ઈન્ડિયા-યુકે ૨૦૧૯ના ફાઈનલ રાઉન્ડમાં પહોંચી છે. નીતા શર્મા લગ્ન કરી લંડનના ટેડીંગ્ટનમાં સ્થાયી થયેલ છે અને લંડનમાં લક્ઝરી ફેશનલ સ્ટાઈલીશ મેન્સવેર બ્યુટિક સ્ટુડીયો ‘૧૪૮’ નાં માલિક અને ડાયરેક્ટર છે. એપ્રિલ મહિનામાં યોજાનાર ફાઈનલ રાઉન્ડમાં નીતા શર્મા વિજેતા બનીને મિસીસ ઈન્ડિયા-યુકેનો તાજ ગ્રહણ કરશે તેવી પરિવારજનો અને મિત્રોએ આશા વ્યક્ત કરી છે.

    ડસ્કી સ્કિન ટોન પર પણ નિખરી ઊઠ

    ઘઉંવર્ણ ધરાવતી યુવતીઓ અને સ્ત્રીઓને હંમેશા એ મૂંઝવણ રહે છે કે ક્યા આઉટફિટ તેમને શોભશે? તમારા આ પ્રશ્નનું નિરાકરણ અહીં આપેલું છે. તમારા આઉટફિટ ફેશનેબલ અને ટ્રેન્ડી હોવા જરૂરી છે એટલું જ જરૂરી છે કે એનો કલર તમારી સ્કિન પર શોભે. તમે ગમે એટલા ફેશનેબલ કપડાં ખરીદો, પરંતુ એનો રંગ તમારી પર નિખરી ઊઠે નહીં તો શું કામનું? ઘણી વાર એવું પણ માની લઇએ છીએ કે ડાર્ક સ્કિન પર આ કલર તો ખરાબ જ લાગશે પરંતુ એ સાચું હોતું નથી. આવો જાણીએ ડસ્કી સ્કિન ટોન પર કયો કલર શોભશે?

    માઉન્ટ એવરેસ્ટ સર કરવા મક્કમ બ...

    કોઈ પણ પર્વતારોહીનું અંતિમ લક્ષ્ય માઉન્ટ એવરેસ્ટને સર કરવાનું હોય છે. બે સુરતી બહેનો અદિતિ વૈદ્ય અને અનુજા વૈદ્યનું પણ આ જ સપનું છે. દુનિયાના સૌથી મોટા પડકારનો સામનો કરી તેમનું સપનું પૂરું કરવા તેઓ પ્રયત્ન કરી રહી છે. જોકે આ માટેની તૈયારી તેઓએ ઘણા સમયથી જ શરૂ કરી દીધી હતી. 
    બંને બહેનોએ એવરેસ્ટ સર કરવા જતા પહેલાં કહ્યું હતું કે, ભારત સહિત વિશ્વનાં અલગ અલગ શિખરો સર કર્યા બાદ હવે માઉન્ટ એવરેસ્ટની ચડાઈ માટે અમે મક્કમ છીએ. ૪ એપ્રિલના રોજથી નેપાળ બેઇઝ કેમ્પથી એવરેસ્ટ માટેની ચડાઈની શરૂઆત કરવાનું જણાવ્યું હતું.