મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    બોડી બટરથી મેળવો મખમલી ત્વચા...

    વાતાવરણમાં ઠંડક થતાંની સાથે જ મહિલાઓને ત્વચા રૂક્ષ થવાની સમસ્યા નડવા લાગે છે. ત્વચાની કોમળતા જાળવી રાખવા માટે તથા સ્કિનને ફાટતી અટકાવવા માટે બોડી બટર અકસીર અને નવતર ઓપ્શન છે. હવે તો બ્યટીશિયનો ઘણી બધી બ્યુટી બ્રાન્ડ્ઝના બોડી બટર સજેસ્ટ પણ કરે છે. ઘણી જાણીતી બ્યુટી પ્રોડક્ટ બનાવતી કંપનીઓ ત્વચાને ફાયદો કરાવતા અલગ અલગ તત્ત્વોમાંથી બોડી બટર બનાવે છે અને તે સ્ત્રીઓની સ્કિન નિખારવા માટે ખૂબ ફાયદાકારક રહે છે.

    કરાટે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં

    શાહિન અન્સારી નામ તો સુના હોગા? જો કદાચ તમે આ નામથી વાકેફ ન હોય તો જણાવી દઈએ કે તાજેતરમાં જ ૪૪ વર્ષીય શાહિન કરાટે વિશ્વ ચેમ્પિયનશિપનાં રેફરી તરીકે નિયુક્તિ પામ્યાં છે. 

    સ્કાર્ફ એક ઉપયોગ અનેક...

    વેસ્ટર્ન સ્ટાઈલનાં કપડાંમાં સ્કાર્ફ કમ્ફર્ટેબલ પણ હોય છે અને દરેક વસ્ત્રો સાથે સ્ટાઈલિશ લુક પણ આપે છે. સ્કાર્ફનો ઇતિહાસ પણ રસપ્રદ છે. કહેવાય છે કે જૂના રોમમાં લોકો સ્વચ્છતામાં બહુ માનતા એટલે ગળાના ભાગમાં થતા પસીનાની દુર્ગંધ ન આવે તેથી ગળાની ફરતે સ્કાર્ફ વીંટાળતા. સ્કાર્ફને રૂમાલી તરીકે પણ ઓળકાવી શકાય. સાઇઝમાં દુપટ્ટા કરતાં નાના અને રૂમાલ કરતાં મોટા, એ એની મુખ્ય ખૂબી હતી. સ્કાર્ફની ખૂબી એ છે કે દરેક સિઝનમાં એનો ઉપયોગ થઈ શકે છે અને દરેક ડ્રેસિંગ પર એનો ઉપયોગ થઈ શકે છે. ઉનાળામાં તમે સ્કાર્ફ પહેરો તો સન એક્સપોઝરથી સ્કિનને બચાવે, ચોમાસામાં પહેરો તો વરસાદમાં તમારા વાળ સૂકવવા કે શરીર લૂછવા માટે કામ લાગી જાય અને શિયાળામાં ઠંડીથી રક્ષણ આપે. બધી જ સિઝનમાં સ્કાર્ફ એક્સેસરી હોવાની સાથે દરેક ટાઇપના આઉટફિટ પર એ મેચ થાય છે.

    આજ્ઞાચક્રને ચાર્જ કરવાનો આઈડ

    શાસ્ત્રોમાં પણ સ્ત્રીના સોળ શણગારમાં ચાંલ્લાનો સમાવેશ થાય છે. જોકે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓ અને પુરુષો સૌને માટે ચાંલ્લો કરવાની મૌલિક ટ્રેડિશન છે. ચાંલ્લો માત્ર સ્ત્રીઓ જ નથી કરતી, પુરુષો પણ કરતા હોય છે. એક હકીકત એવી પણ છે કે કપાળની વચ્ચે, બે ભૃકુટિની મધ્યમાં આજ્ઞાચક્ર છે. ત્યાં ચાંલ્લો કરવા નિમિત્તે આંગળી કે અંગૂઠા વડે જરાક દબાણ થતાં એ આજ્ઞાચક્ર ચાર્જ થાય છે એવું આપણા યોગશાસ્ત્રો કહે છે. દરરોજ ચાંલ્લો કરવા નિમિત્તે આજ્ઞાચક્રને ચાર્જ કરવાનો મહિમા છે. વિજ્ઞાનની કેડીએ ચાલતાં પશ્ચિમના દેશોમાં આ સત્ય કોઈ નહીં જાણતું હોય, કદાચ એટલે તે લોકો ચાંલ્લો કરવાની પરંપરા ધરાવતા નથી.

    રફ એન્ડ ટફ લુક આપતા લેધર જેકેટ...

    શીતપ્રદેશોમાં લેધર જેકેટ્સ બારે મહિના માટે હોટ ફેવરિટ ગણાય છે. જોકે પહેલાં તો વધુ પડતી ઠંડી હોય તો જ સામાન્ય રીતે લેધર જેકેટ્સ પહેરી શકાતાં. હવે લેધર સાથે અનેક કોમ્બિનેશનથી ગુલાબી ઠંડીમાં પણ લેધર જેકેટ્સ પહેરી શકાય છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં લેધર જેકેટ્સ પસંદીદા પહેરવેશ છે.

    પગની માવજત કેવી રીતે રાખશો?...

    વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ જ્યારે વધી જાય ત્યારે શરીરની ચામડી સૂકી પડવા લાગે છે. ચામડી ડ્રાય ન થાય અને ફાટી ન જાય તે માટે આપણે ક્રીમનો ઉપયોગ કરીએ જ છીએ. હોઠ માટે લિપબામ ખરીદી લઈએ છીએ. ફેસ માટે તો ઘણી કાળજી લઈએ, પણ ક્યારેક પગની સંભાળ રાખવાનું ભૂલી જવાય છે. ઠંડીમાં પગની સ્કિન ડ્રાય થઈ જતી હોવાને લીધે જો પગની સંભાળ ન લેવાય તો વાઢિયાની તકલીફમાં વધારો થાય છે. પગની એડીઓ ફાટી જવાની તકલીફ હોય તેમને કોઈ સિઝનમાં જોકે રાહત મળતી નથી, પણ શિયાળામાં તકલીફ વણસે છે. એનું મુખ્ય કારણ એ છે કે શિયાળામાં સૂકી ત્વચા વધુ સૂકી બનતી જાય છે અને પછી એને સારી થવામાં સમય લાગે છે.

    નથણી વાળી કે નોઝપીનઃ નામ જૂજવા...

    નથણી, વાળી, ચૂની કે નથ નામ જૂજવા પણ મૂળે તો નાકમાં હેરવાનું ઘરેણું. ભારતીય સંસ્કૃતિમાં નાકની નથણીનું અનોખું મહત્ત્વ છે. સોળ શણગારમાંની એક એવી નથણીના આકાર, કદ અને નથ પહેરવાની ઢબ પણ ભારતમાં પ્રાંત મુજબ અલગ અલગ છે, પણ ગુજરાતી, મારવાડી, મરાઠી, બંગાળી, આસામી, તામિલ, તેલગુ વગેરે બધા જ સમાજમાં નથણીને શુકનનું પ્રતીક માનવામાં આવે છે. સામાન્ય રીતે કોલેજિયન યુવતીઓ નાકમાં વાળી પહેરવાની હવે પસંદ કરે છે તો ભારતીય પરંપરા અનુસાર ઉત્તર ભારતની ઘણી જ્ઞાતિઓની સ્ત્રીઓ મોટી નથણી કે વાળી નાકમાં પહેરે છે. દક્ષિણ ભારતમાં તો સ્ત્રીઓ ઝીણી કે મોટી ત્રણ ત્રણ નથ નાકમાં પહેરતી જોવા મળે છે.

    ફેસકટ પ્રમાણે કરાવો હેરકટ...

    આધુનિક મહિલાઓ પોતાના હેરકટ અને હેરસ્ટાઈલ બાબતે ખૂબ જ સજાગ જોવા મળે છે. ખાસ કરીને પ્રસંગ અને સ્થળ મુજબ તેમને કઈ હેરસ્ટાઈલ શોભશે એ વિશે તેઓ ખાસ ધ્યાન આપે છે. આ ઉપરાંત મહિલા જો ગૃહિણી હોય તો તે પોતાને કેવા પ્રકારના હેરકટ કે હેરસ્ટાઈલ રોજિંદા જીવનમાં પણ માફક આવશે તેનું ખાસ ધ્યાન રાખતી થઈ છે. વળી વર્કિંગ વુમન તો તેના વ્યવસાય મુજબ અને પોતાના લુક પ્રમાણે હેરકટ લેવામાં કે હેરસ્ટાઈલ કરવામાં જરાય કસર છોડતી નથી. અહીં એવી કેટલીક હેરસ્ટાઈલ અને હેરકટ મહિલાઓ માટે દર્શાવવામાં આવી છે કે જેનાથી પોતે કેવા હેરકટ લેવા અને હેરસ્ટાઈલ કરવી તે નક્કી કરવામાં તેમને સરળતા રહેશે.

    પર્લ જ્વેલરીઃ દરેક પ્રસંગ માટ

    મૂલ્યવાન હીરાને સ્ત્રીઓનો મિત્ર ગણવામાં આવે છે. જ્વેલરી પસંદ કરવાની વાત હોય ત્યારે સ્ત્રીઓની પહેલી પસંદ ભલે ડાયમન્ડ હોય, પરંતુ આનાથી પર્લ જ્વલેરીનું મૂલ્ય લેશમાત્ર ઓછું થઇ જતું નથી. પર્લ જ્વેલરીનું વિશેષ મહત્ત્વ છે. ડાયમન્ડ તમને એક પ્રેશિયસ લુક આપે છે તો પર્લ જ્વેલરી તમને સિમ્પલ અને સોબર લુક આપે છે. પર્લ હંમેશાંથી એવરગ્રીન છે. આથી જ આજની તારીખમાં મહિલા પાસે ડાયમન્ડ જ્વેલરી હોય કે ન હોય, પણ પર્લ જ્વેલરી અવશ્ય જોવા મળે છે.

    ૧૯ કરોડ લોકોનો હેલ્થ રેકોર્ડ સ...

    સોફ્ટવેર ડેવલપર જ્યુડિથ ફોકનરે ૧૯૭૯માં માત્ર ૬૦૦૦ ડોલર્સના રોકાણથી ઈપિક સિસ્ટમ્સ કંપનીની સ્થાપના કરી હતી. અમેરિકાના મેડિસનમાં એક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ત્રણ પાર્ટટાઇમ કર્મચારીઓ સાથે તેમણે કામ કર્યું હતું, અને આજે આ કંપની કરોડો ડોલરની બની ગઇ છે. જૂડીના નામથી જાણીતાં ૭૩ વર્ષનાં જ્યુડિથ ફોકનરની કંપની ઈપિક સિસ્ટમ્સ આજે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ હેલ્થ આઈટી કંપની ગણાય છે, જેમાં ૮૦૦૦થી વધુ કર્મચારીઓ કામ કરે છે. ફોર્બ્સ દ્વારા ગયા વર્ષે જાહેર થયેલી યાદી પ્રમાણે જૂડી ૨.૨ બિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે.