લગ્નસરાની સિઝન ચાલી રહી છે. સામાન્ય રીતે લગ્નમાં યુવતીઓ અને સ્ત્રીઓ ટ્રેડિશનલ લુકમાં કોઈ કમી ન રહે તેનું ખાસ ધ્યાન રાખે છે. કપડાં, ઘરેણાં જ્યારે મેચિંગ હોય તો પછી નાની મોટી સાથે રાખવાની ચીજો સાચવવા માટેનું પર્સ કે ક્લચ કેમ મેચિંગ નહીં? કોઈ ફણ ડ્રેસ સાથે આજકાલ પોટલી રાખવાની ફેશન છે. એલિગન્ટ ડ્રેસ સાથે મેચિંગ એસેસરી તરીકે પોટલી સારી પણ લાગે છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
આયુર્વેદિક રીતે ઠંડુ ઠંડુ કુલ કુલ ચંદન કોઈ પણ સિઝનમાં તમારી ત્વચાને નિખારવા માટે ઉપયોગી છે. શરીરની સુંદરતા માટે આદિકાળથી જ ચંદનને મહત્ત્વની પસંદગીમાંથી એક મનાય છે. ચંદનમાં શીતળતાનો ગુણ હોવાથી ત્વચામાં રહેલી ગરમીને શોષી લે છે અને ત્વચાની ગરમીની તકલીફોમાંથી રાહત આપે છે. ચંદન કેટલાક પરફ્યુમમાં પણ મુખ્ય સામગ્રી તરીકે વપરાય છે તેમજ આયુર્વેદિક સ્કિન કેર ટ્રીટમેન્ટ્સમાં પણ ચંદનનો ખાસ ઉપયોગ થાય છે. બહુગુણકારી ચંદનનો ઉપયોગ પોતાની રીતે રોજિંદા જીવનમાં સ્કિન કેર માટે પણ કરી શકાય છે.
‘છોને વેળું વ્યાપ્તિ વર્તમાને, આશા દેખું હું આવતી પેઢીઓમાં’... અર્થ છે વર્તમાનમાં ભલે ધૂળની ડમરી ચઢે. પૂરું ના દેખાય છતાં આવતીકાલની નવી પેઢીમાં ઊજળી આશા દેખાય છે. આ વાત કદાચ શૈલી પટેલને ભારતીય સંસ્કાર જાળવણીની બાબતમાં પશ્ચિમી જગતમાં, અમેરિકામાં લાગુ પાડી શકાય. આજે લોકો એમ કહે છે. ભારતમાંથી જે અમેરિકા જાય તે ખાવા-પીવા અને વર્તનમાં ભારતીય મટી જાય. પૈસા પાછળ દોડે, બીજાની પરવા ના કરે. શૈલી આ માન્યતા ખોટી ઠરાવે તેવું વ્યક્તિત્વ ધરાવે છે.
સામાન્ય રીતે સ્ત્રીઓને હંમેશાં એ પ્રશ્ન સતાવતો હોય છે કે ગમે તેટલા શણગાર સજીએ પણ કેશકળાને ઓપ કેવી રીતે આપી શકાય? ખરેખર તો તેના માટે હાથવગાં ફૂલો જેવું ઉત્તમ કંઈ નથી. મોસમ કોઈ પણ હોય, કોઈક ને કોઈક ફૂલો તો તમારા ઘરના ગાર્ડનમાં કે પછી બજારમાં મળી જ રહે છે. દરેક પ્રસંગે વેણી અને ગજરા સ્ત્રીના કેશને નવો જ નિખાર આપે છે. ફ્લાવર્સ કોલેજની છોકરીઓ માટે પણ લેટેસ્ટ ફેશન એક્સેસરી છે. હેર બેન્ડ અને હેર ક્લિપમાં મોટાં ફેધરવાળાં ફ્લાવર્સ આજકાલ ટીનેજ છોકરીઓની પ્રથમ પસંદગી બની રહ્યા છે.
અમેિરકામાં વિવિધક્ષેત્રે અાપણા યુવાનોએ હરણફાળ ભરી છે. તાજેતરમાં અમને મળેલા એક અહેવાલ મુજબ યુએસએ સ્થિત ગુજરાતી યુવાન દિવ્યેશ પટેલે નેચરલ સ્કીન કેર અને હેર પ્રોડકટ બનાવતી "અવેડા" નામની કોસ્મેટીક કંપનીમાં વેડીંગ માસ્ક "તુલાસરા" નામની નવી પ્રોડકટ તૈયાર કરતાં ભારે લોકઅાવકાર સાંપડી રહ્યો છે. દિવ્્યેશ પટેલની અા "અવેડા" કંપનીમાં રસાયણોને બદલે કુદરતી વનસ્પતિઅો અને ફળ-ફૂલના અર્કનો ઉપયોગ વધુ થાય છે.
જાપાનનાં માસાકો વોકામિયા ૮૧ વર્ષનાં છે. આ ઉંમરે તેમણે આઈફોન માટે એપ બનાવી છે. ‘હિનાદન’ નામની આ એપ લોકોને જાપાનની પરંપરાગત ઢીંગલીઓને યોગ્ય રીતે પ્રદર્શિત કરતા શીખવે છે. માસાકોએ કહ્યું કે મારો હેતુ તો સિનિયર સિટિઝન્સને ટેક્નોફ્રેન્ડલી બનવા માટે પ્રેરિત કરવાનો છે. જેથી તેઓ ટેક્નોલોજીના માધ્યમથી પોતાની જીવનશૈલી વધુ બહેતર બનાવી શકે.
ઘરની સાજ-સજાવટમાં ફર્નિચરની સાથે સાથે બેડ પરની બેડશીટનું પણ મહત્ત્વ હોય છે. બેડરૂમની વોલના રંગ સાથે મેચ થતી હોય તેવી, ફર્નિચરની ડિઝાઈનની સાથે મેળ ખાતા હોય એવાં રંગની અને પાછું આરામદાયક મટીરિયલ હોય એવી બેડશીટની પસંદગી કરવી જોઈએ. બજારમાં બેડશીટની અવનવી વેરાયટીઓ જોવા મળે છે, પણ આપણા બેડરૂમમાં કેવી બેડશીટ જોઈશે એ પ્રશ્ન લગભગ મોટાભાગની મહિલાઓને સતાવતો રહે છે. જોકે બેડરૂમમાં કેવી બેડશીટ જોઈએ એ અંગે અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.
હિન્દીમાં સુઈ ધાગા કે ગુજરાતીમાં સોય દોરો આ શબ્દો સાંભળો તો તમને થાય કે ચોક્ક્સ કંઈક ફાટેલું મટીરિયલ સાંધવાની વાત હશે, પણ તમને જણાવી દઈએ કે સુઈ ધાગા કે સોય દોરો એ બુટ્ટીનો એક પ્રકાર છે. સોના, ચાંદી, પ્લેટિનમ કે ઈમિટેશન વર્કમાં મળી રહેતાં આ કાનમાં પહેરવાનાં સોય દોરા સ્ત્રીનાં કાનમાં શોભી પણ ઊઠે છે. મોતી કે સોલિટેરના ઉપયોગથી બનાવાયેલા સોય દોરા આજકાલ ઈનટ્રેન્ડ છે. જો જાતે જ તેની ઘડાઈ કરાવવાના હોય તો તમે તમારી ડોકની લંબાઈ પ્રમાણે સોય દોરા બુટ્ટીની લંબાઈ રખાવી શકો છો.
ટેન્શન, વધતી ઉંમર અને પ્રદૂષિત વાતાવરણના લીધે વાળ સફેદ થવાની સમસ્યા દરેક મહિલામાં સામાન્ય રીતે જોવા મળે છે. ખાસ કરીને જેમ જેમ તમારી ઉંમર વધતી જાય તેમ તેમ વાળના રંગ માટેની કોશિકાઓ મેલેનોસાઈટ્સ ઓછી થઈ જાય છે. જેનાથી વાળ સફેદ થવા માંડે છે. વળી, સફેદ વાળ વારે તહેવારે કે રોજિંદી જિંદગીમાં પણ સ્ત્રીઓને ગમતા નથી તેથી જ વાળને હેરકલર સફેદ વાળની સમસ્યા માટે ઉત્તમ ઉપાય ગણવામાં આવે છે.
ટી શર્ટની ફેશન ક્યારેય જૂની થવાની નથી. વળી, કોઈ પણ સિઝનમાં તમે ટી શર્ટ પહેરી શકો છો. છતાં તમે પહેરેલી ટી શર્ટ કે જર્સી એવી હોવી જોઈએ કે જે તમને બધા કરતાં અલગ તારવી જાય. ટી શર્ટ પર ઋતુ પ્રમાણે શ્રગ પહેરીને કે ઓવર ક્લોથ પહેરીને તમે યુનિક બની શકો છો.
સમયની સાથે સાથે ટી શર્ટનાં રંગરૂપમાં પણ બદલાવ આવ્યો છે. જોકે તેની ચાહના ક્યારેય ઓછી થવાની નથી. માર્કેટમાં આમ તો ઘણા પ્રકારનાં ટી શર્ટ તમને ઉપલબ્ધ થશે. જેની ડિઝાઈન, વર્ક અને સ્ટાઈલ તેમજ કલર્સ વગેરેને લીધે તે પહેલી જ નજરમાં ફેવરિટ બની જશે.
