મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    કિરણ મિલવૂડ હારગ્રેવને વોટરસ

    યુવાન લેખિકા, નાટ્યલેખક અને કવયિત્રી કિરણ મિલવૂડ હારગ્રેવને વોટરસ્ટોન્સ ચિલ્ડ્રન્સ બૂક પ્રાઈઝ વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. તેમની પ્રથમ નોવેલ ‘ધ ગર્લ ઓફ ઈન્ક એન્ડ સ્ટાર્સ’થી જજીસ ભારે પ્રભાવિત થયા છે. કિરણનો જન્મ લંડનમાં ૨૯ માર્ચ ૧૯૯૦ના રોજ થયો હતો. તેમણે ૨૦૦૯થી પબ્લિકેશન્સ માટે લખવાનું શરૂ કર્યું હતું. 

    હેર સ્ટાઈલ છોડો વાળને આપો સ્ટા...

    જો તમને લેટેસ્ટ હેર ટ્રેન્ડ ટ્રાય કરવા ગમતા હોય તો આજકાલ વાળના મૂળમાં ગ્લિટરવાળા કલરનો ઉપયોગ ઇન ટ્રેન્ડ છે. કોઈ ખાસ પ્રસંગે તમે વિશાળ ગ્લિટર રેન્જનો વાળમાં ઉપયોગ કરી શકો છો. ગ્લિટર ટ્રેન્ડનો એક ફાયદો એ છે કે જો તમારી પાસે હેર ડાયનો કે હેર કલર માટેનો લાંબો સમય ન હોય તો માત્ર થોડી જ મિનિટમાં આ કલર ટ્રાય કરીને વાળને ટ્રેન્ડી લુક આપી શકાય છે. પાર્ટી કે મેરેજ ફંક્શન્સમાં હેરમાં ગ્લિટર કલર લગાવીને તમે છવાઈ જશો. આ ટ્રેન્ડ આમ તો યુવતીઓ માટે લાભદાયક એ રીતે છે કે જે યુવતીઓને નિયમિત રીતે હોર વોશનો સમય મળતો નથી તેઓ ગોલ્ડન કે કોપર ગ્લિટર વાળમાં લગાવીને સ્ટાઈલિશ લાગી શકે છે.

    ફૂટવેરમાં ફ્લેટ્સને બનાવો પસ

    રેમ્પ વોક કરતી મોડેલ હોય કે સામાન્ય સ્ત્રી કે યુવતી. પગમાં એડીવાળી ચંપલ પહેરવાનું રાખે છે, પણ ખરેખર તો એડી વગરનાં પગરખાં પણ તમને જચી શકે છે. ઘણી વખત સ્ત્રીઓ અને યુવતીઓ ખાસ પ્રસંગે હિલ્સ આરામદાયક ન હોય છતાં આદત અને ચીલો પડી ગયા મુજબ પહેરે છે, પણ પાર્ટી કે પ્રસંગે ફિલેટ્સ પણ સારો ઓપ્શન્સ છે. વળી ફ્લેટ્સમાં પણ પાર્ટી – પ્રસંગને અનુરૂપ ઘણાં ઓપ્શન મળી રહે છે. માન્યતા એવી છે કે લગ્ન હોય કે પાર્ટી સાડી પહેરવી હોય તો ઊંચી એડીનાં પગરખાં જ પહેરાય. જીન્સ સાથે હિલ્સ હોય તો પગનો શેપ સારો લાગે અને સ્કર્ટ કે વન-પીસ સાથે તો સ્ટિલેટોઝ જ સુપર્બ દેખાય. જોકે આ બધી માન્યતાઓ છે. મોટા ભાગની સ્ત્રીઓ આ પ્રસંગે પહેરાતી હાઈ હિલ્સમાં કમ્ફર્ટેબલ નથી હોતી. ક્યારેક તો હાઈ હિલ્સનાં કારણે જ અંતે પીઠ, કમર અને ગોઠણના દુખાવાનો શિકાર બને છે. તેના બદલે ફ્લેટ્સ પહેરવાથી ચાલવામાં સરળતા રહે છે. ત્યાં સુધી કે સેલિબ્રિટીઝ પણ હવે તો ફ્લેટ્સ પહેરવાનું પસંદ કરે છે. ફ્લેટ શૂઝ કે ચંપલ કેવા ડ્રેસિસ પર શોભે તે માટે અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.

    ઓઈલી સ્કીન પર ગુણકારી મધ અને ચ

    ઓઈલી સ્કીન ધરાવતા ચહેરાને સાફ કરવા માટે હંમેશાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો રહે છે. ઓઈલી સ્કીનના લીધે તમે ચહેરા પર કોઈ સારી ફેસ ક્રીમનો ઉપયોગ પણ કરી શકતા નથી કે મેકઅપ પણ કરી શકતા નથી. જોકે તમારા ચહેરાનું ઓઈલ બેલેન્સ કરવા માટે કેટલીક ટિપ્સ અહીં આપવામાં આવી છે તે ફોલો કરીને તમે ધીરેધીરે ઓઈલી સ્કીનમાં સુધારો લાવી શકો છો.

    ખૂબસુરતીની ઘેલછામાં મોતને આમ

    દુનિયાભરમાં મહિલાઓ સુંદર દેખાવા માટે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવતી થઈ ગઈ છે. બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટથી સ્તન આકર્ષક અને સુડોળ જરૂર થાય છે, પરંતુ હવે એ પૂરવાર થયું છે કે આવા ઈમ્પ્લાન્ટથી એક ખૂબ જ ઘાતક પ્રકારનું કેન્સર ફેલાય છે.

    વર્કિંગ વુમને પોતાના કાર્યક્

    દરેક વર્કિંગ વુમનને કાયમ એ જ વાત મૂંઝવણમાં મૂકતી હોય છે કે ઓફિસમાં કેવો લુક અપનાવવો? કેવી રીતે પોતે તૈયાર થાય જેથી તેની ઇમેજ ઓફિસમાં વધારે સારી બને. ખાસ કરીને જ્યારે ઓફિસમાં ડ્રેસકોડ ન હોય ત્યારે તો આ વાતે યુવતીઓ અને મહિલાઓ ખૂબ પરેશાન થાય છે. તો આવી વર્કિંગ વુમન્સ માટે કેટલીક ટિપ્સ અહીં અપાઈ છે કે જેથી ઓફિસમાં તેમનું ડ્રેસિંગ પરફેક્ટ અને ઇમ્પ્રેસિવ લાગે. જોકે દરેક ઓફિસમાં વાતાવરણ અલગ હોય છે. ક્યાંક સ્ટ્રિક્ટ વાતાવરણ હોય છે તો ક્યાંક થોડું લિબરલ પણ જોવા મળે છે. આથી તમારી ઓફિસના વાતાવરણ અનુસાર પોશાક પહેરો તે વધારે સારું રહે છે. ઓફિસમાં પહેરવાના ડ્રેસની પસંદગી એવી રીતે કરો કે તે તમને કમ્ફર્ટેબલ લાગે અને ઓફિસમાં તમે આસાનીથી કામ પણ કરી શકો અને કૂલ અને સ્માર્ટ લાગો. તમારી કાર્યક્ષમતાની સાથોસાથ ડ્રેસિંગ સેન્સ પણ સારી હશે તો તમારી અલગ જ ઇમેજ ઊભી થશે. હાલમાં જ થયેલા એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે બોસ પણ એવા એમ્પ્લોયીને વધારે પસંદ કરે છે.

    હેરને હેલ્ધી રાખવા નિયમિત ડિટ

    રેશમી, ચમકતા અને જથ્થામાં હોય એવા વાળ કઈ સ્ત્રીને ન ગમે? આ દરેક ગુણ ધઘરાવતાં વાળ મેળવવા જોકે વાળની સંભાળ ખૂબ જ જરૂરી છે. વાળને ખરતા અટકાવવા માટે એની માવજત આવશ્યક છે. વાળની માવજત માટે હેર ડિટોક્સની પદ્ધતિ પ્રચલિત છે. આ રીત એટલે વાળને ઝેરી તત્ત્વોથી દૂર રાખવા. સામાન્ય રીતે બે-ત્રણ કલાક માટે પણ ઘરની બહાર નીકળવાનું થાય ત્યારે વાળની સ્થિતિ ખરાબ થઈ જાય છે. વાતાવરણમાંનું પ્રદૂષણ, ધૂળ, પરસેવો વગેરેથી વાળ મેલા થઈ જાય છે અને હેરવોશ કરવા પડે છે. વાતાવરણમાં રહેલાં આ ઝેરી તત્ત્વો માત્ર આપણી હેલ્થને જ નહીં, વાળની હેલ્થને પણ ભારે નુકસાન પહોંચાડે છે. એથી જ વાળને હેલ્ધી રાખવા એને ડિટોક્સ કરવા જરૂરી છે.

    વિદેશમાં રહીનેય ગુજરાતી લેખન

    ગુજરાતી અમેરિકન રેખાબહેન વિનોદભાઈ પટેલ છેલ્લા ૨૫ વર્ષથી અમેરિકાનાં ડેલાવરમાં વસે છે. તેઓ બે દીકરીઓનાં માતા છે. બાળપણથી જ વાચનમાં રસ રુચિ ધરાવતાં રેખાબહેને છ વર્ષ પહેલાં સોશિયલ મીડિયા - ફેસબુક પર લેખન કાર્યની શરૂઆત કરી હતી. બાળકીઓ ધીરે ધીરે મોટી થઈ રહી હતી તેમ તેમ ગૃહિણી તરીકે જીવતાં રેખાબહેનને વધુ ને વધુ સમય મળતો ગયો. તેઓ આ સમય પોતાના શોખ લેખન માટે ફાળવવા લાગ્યા. કવિતાથી સાહિત્ય લેખનમાં પગલું મૂકનારાં રેખાબહેન ‘વિનોદિની’ ઉપનામ સાથે ધીરે ધીરે ગઝલ, વિવિધ વિષયો પર આર્ટિકલ્સ, વાર્તા અને નવલકથા પણ લખતાં થયાં. તેમના શોખને તેમના પતિ વિનોદભાઈ પટેલ તરફથી પ્રોત્સાહન પણ મળતું રહ્યું.

    માતૃભાષા અને મહિલા સશક્તિકરણ

    ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે પોતાની જીંદગીના અમૂલ્ય વર્ષો સમર્પિત કરનાર નિરંજનાબહેન દેસાઈ, ટૂંકમાં ‘સેતુ’ના નામે અોળખાતા હેરો વિમેન્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે અને રાણી તરફથી MBE ખિતાબથી સન્માનિત છે. નિરંજનાબહેન ૪૨ વર્ષથી આ સંસ્થા ચલાવે છે અને આ દેશમાં આવીને સૌ પ્રથમ એશિયન શિિક્ષકા તરીકે હેરોની શાળામાં કામ કર્યું હતું. 

    દિપીકાની સુંદરતાનું રહસ્ય...

    બ્યૂટી આઈકોન દિપીકા પાદૂકોણ દેશની મોસ્ટ બ્યૂટીફૂલ વિમેનના લિસ્ટમાં સ્થાન પામી છે. જોકે, આ વાતથી તે પોતે આશ્ચર્યચકિત છે, કારણ કે તે ક્યારેય બ્યૂટી કોન્શિયસ રહી નથી. તે હંમેશા સહજ અને ભપકદાર ન હોય તેવો જ દેખાવ પસંદ કરે છે. તે માને છે કે જ્યારે પોતાના પોશાકમાં તે કમ્ફર્ટેબલ અને કોન્ફિડન્ટ હોય ત્યારે જ તે બેસ્ટ દેખાય છે.