અમેરિકાના ટેક્સાસમાં રહેતી માયરા રોસાલેસ ઘણા અર્થોમાં લોકો માટે એક ઉદાહરણ તરીકે સામે આવી છે. તેણે પોતાનું વજન ઘટાડ્યું છે અને સાથે જ તેનું એક સંવેદનશીલ પાસું પણ લોકોને દેખાડ્યું છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
કહેવાય છે કે પ્રાચીન યુગમાં સ્ત્રીઓ પાસે જ્યારે ધાતુના ઘરેણાંનો વિકલ્પ ઓછો હતો ત્યારે તે લાકડામાંથી બનાવેલી જ્વેલરી પહેરતી. કેટલાક વૃક્ષના લાકડામાંથી બનતી જ્વેલરી તો સ્વાસ્થ્ય માટે પણ સારી ગણાય છે જેમકે કડવા લીમડાના લાકડામાંથી કે તુલસીની ડાળીઓમાંથી બનતી જ્વેલરી. આ ઉપરાંત હવે લાકડાની જ્વેલરી પર રંગ કરીને એ રંગબેરંગી જ્વેલરી પહેરવાનો ક્રેઝ વધતો જાય છે. દોરી કે શણના લાકડા સાથેના કોમ્બિનેશનથી બનતી વુડન જ્વેલરીનો હાલમાં વધુ ક્રેઝ જોવા મળે છે. કિંમતી ધાતુઓના પ્રમાણમાં સસ્તી સુંદર અને ટકાઉ વુડન હેવિ જ્વેલરી વારે, તહેવારે, પ્રસંગે પહેરવાથી સ્ત્રી જાજરમાન દેખાય છે. રોજબરોજ પણ લાઈટ વુડન જ્વેલરી પહેરી શકાય.
ક્યારેક સમયના અભાવે તો ક્યારેક આર્થિક સગવડના અભાવે મહિલાઓ કે યુવતીઓ નિયમિત બ્યુટી પાર્લરમાં જઈ શકતી નથી. જોકે દરેક મહિલા ઈચ્છે છે કે તે સુંદર દેખાય. સુંદર દેખાવા માટે આપણી હાથવગી વસ્તુઓમાંથી જ ફેસપેક તૈયાર કરી શકાય છે. નારિયેળ તેલ એટલે કે કોકોનટ ઓઈલ એક એવી સામગ્રી છે કે જેનાથી સરળતાથી અને ઓછા સમયમાં ત્વચા ચમકાવી શકાય છે. વળી ઘણી પ્રોડક્ટનો ઉપયોગ કરતાં પહેલાં સ્ત્રીઓને ડર રહેતો હોય છે કે તેના સાઈડ ઇફેક્ટ હશે તો ત્વચા નિખરવાના બદલે તે વધુ બગડશે, પણ કોકોનટ મિલ્ક કે ઓઈલ પ્રત્યે તમે નિશ્ચિંત રહી શકો છો. તેના સાઈડ ઈફેક્ટસ હોતી નથી. ખૂબસૂરત ત્વચા મેળવવા માટે કોકોનટ ઓઈલ સાથે અલગ અલગ સામગ્રીના મિશ્રણથી તૈયાર થતાં ફેસપેક તથા ફેશિયલની માહિતી અહીં આપવામાં આવી છે. જેના ઉપયોગથી તમે સુંવાળી તેમજ નિખરેલી ત્વચા મેળવી શકશો.
દિવાળી આવી રહી છે ત્યારે સામાન્ય રીતે નવા કપડાંની ખરીદી થઈ જ ગઈ હોય. ક્યારેક એવું બને કે તમે ખરીદેલાં મોંઘાં કપડાંનું પણ તમને જોઈતું હોય તેવું ફિટિંગ ન થયું હોય તો તમે જાતે જ તમારા ફેશન ડિઝાઈનર બની શકો છો. તમે તમારા ટ્રેડિશનલ, વેસ્ટર્ન કે ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસને ડ્રેપ સ્ટાઈલના ડિઝાઈનર આઉટફિટ બનાવી શકો છો. ડ્રેપિંગની ઇફેક્ટ ડ્રેસને ડિઝાઈનર લુક આપે છે અને ફિગરને વધુ નિખારે છે. તમે શોર્ટ ડ્રેસ પર પણ ડ્રેપ પેટર્ન બનાવી શકો છો અને ડ્રેસનું તમને જોઈતું હોય તેવું ફિટિંગ બ્રોચ વડે કે સિલાઈથી કરી શકો છો. શોર્ટ કે લોંગ ફ્રોક, કોઈ પણ પ્રકારના સ્કર્ટ, ઘાઘરા, ડિઝાઈનર ચણિયા, ક્રોપ ટોપ કે અનારકલી સૂટ પર ડ્રેપ સ્ટાઈલ અપનાવી શકાય છે. સામાન્ય રીતે સાડીમાં વ્યવસ્થિત સળ પાડીને, પાટલી પાડીને ડ્રેપ સ્ટાઈલમાં તબદીલ કરી શકાય જે ખૂબ જ સુંદર પણ લાગે છે.
૧૦૧ વર્ષનાં રનર મન કૌર અને ૯૮ વર્ષની યોગા ટીચર વી. નાનમ્મલે પૂરી ચુસ્તી-સ્ફૂર્તિ સાથે ઇન્ડિયા ફેશન વીકમાં રેમ્પ વોક કરીને સહુને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમણે ફેશન ડિઝાઇનર નિદા મહમૂદ માટે મોડેલ-એક્ટર–એથ્લીટ મિલિંદ સોમણ સાથે રેમ્પ વોક કર્યું ત્યારે લોકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધાં હતાં. મન કૌરે આ વર્ષે ઓકલેન્ડમાં આયોજીત વર્લ્ડ માસ્ટર્સ ગેમ્સની ૧૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે નાનમ્મલ અમ્મા પાસેથી ટ્રેનિંગ લઈ ચૂકેલા ૬૦૦થી વધારે લોકો દુનિયાભરમાં યોગ શીખવાડી રહ્યા છે. તેમને આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાષ્ટ્રપતિએ ‘નારીશક્તિ એવોર્ડ’થી સન્માન્યા છે.
આધુનિક જનરેશન માટે વસ્રો એ સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. યુવા હોય કે બાળકો સૌ કોઈ આજે પોતાના વસ્રો માટે ખાસ સજાગ રહે છે. વસ્રો ઉપરાંત એમાંની પ્રિન્ટ માટે પણ ઘણા લોકો સજાગ હોય છે. હાલમાં ફેશન ટ્રેન્ડમાં ડિજિટલ પ્રિન્ટ ખૂબ જ લોકપ્રિય છે. ખાસ વાત તો એ છે કે ડિજિટલ પ્રિન્ટ ધરાવતાં મટીરિયલમાંથી પરંપરાગત અને વેસ્ટર્ન વેર તૈયાર થઈ જ શકે છે. આ પ્રિન્ટ ધરાવતાં મટીરિયલમાંથી હાલમાં પારિવારિક પ્રસંગે પહેરાતાં વસ્રો પણ તૈયાર થાય છે અને પ્રોફેશનલ વેર પણ તૈયાર થાય છે.
સ્ત્રીના સૌંદર્યને ચાર ચાંદ લગાવે છે આભૂષણ, પછી તે સોનાનું હોય, પ્લેટીનમનું હોય, ચાંદીનું હોય કે અન્ય કોઇ પણ ધાતુનું. આભૂષણ વગર તો સ્ત્રીની કલ્પના પણ ન થઈ શકે. દરેક સ્ત્રીને જાતજાતના દાગીના પહેરવાનો શોખ હોય છે, અને આથી જ તેના સાજશણગારના સંગ્રહનું અનેકવિધ વેરાયટી જોવા મળશે. તમારી પાસે પણ અનેક પ્રકારના દાગીના હશે જ, પરંતુ તમે જ્વેલરી ખરીદતી વખતે કઇ બાબતને ધ્યાનમાં રાખો છો?
સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆત થતાં જ સ્કીનમાં ડ્રાયનેસ આવવા લાગે છે. જો તમારે સ્કીનને ચમકતી જ રાખવી હોય તો તેના કેટલાક ઘરેલુ નુસખા છે. તે તમારી સ્ક્રીનને ડ્રાય થતી અટકાવશે. માર્કેટમાં મળતાં ક્રીમ કે લોશનથી તો તમારી સ્કીનની ડ્રાયનેસ દૂર કરી જ શકાય, પણ લોશન કે ક્રિમ વધુ પ્રમાણમાં લગાવવાથી ત્વચા ચીપચીપી રહે છે. જેના પર સતત દિવસમાં ધ્યાન રહે છે. આ નુસખા તમારી સ્કીનની ડ્રાયનેસ દૂર કરવામાં મદદ કરશે અને એમાં મદદરૂપ થશે કે તમારે ક્રિમ કે લોશનનો વધુ પ્રમાણમાં ઉપયોગ ન કરવો પડે.
એજલેસ બ્યૂટી અને પ્રતિભાવંત અભિનેત્રી રેખા બ્યુટી, ફિટનેસ અને જીવન વિશે એક અલગ જ દૃષ્ટિકોણ ધરાવે છે. અહીં રજૂ કર્યું છે તેમના સદાબહાર દેખાવનું રહસ્ય.
ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી વિશ્વની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ભારતની ૫ મહિલાઓનો સમાવેશ થાય છે. યાદીમાં ICICI બેન્કનાં સીઇઓ અને એમડી ચંદા કોચર ૩૨મા સ્થાને છે. એચસીએલ કોર્પોરેશનના સીઇઓ રોશની નાદર મલ્હોત્રા ૫૭મા ક્રમે, બાયોકોમના સ્થાપક કિરણ મજુમદાર ૭૧મા ક્રમે, એચટી મીડિયાનાં વડાં શોભના ભરતિયા ૯૨મા ક્રમે તથા એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ૯૭મા ક્રમે છે.
