મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    બ્રિટિશની કોલંબિયા યુનિવર્સિટીમાં સ્વાસ્થ્ય સંબંધી રિસર્ચ કરતા સંશોધક ડો. યાનર્કોનિલનું માનવું છે કે, સ્વાદિષ્ટ ભોજન લેવા તરફ ધ્યાન કેન્દ્રિત કરાતાં નાણાકીય મૂલ્ય કે પછી જલદી ભૂખ લાગી જશે તેવી બધી ચિંતા ટળી જશે અને મર્યાદિત આહાર જ લેવાશે. સંશોધકની ટીમે આ અંગેના રિસર્ચ પછી જોયું કે, સ્વાદિષ્ટ ભોજનની ચાહત આહાર પ્રત્યેનાં વલણો બદલી નાંખે છે. 

    સ્ત્રીઓને પુરુષો કરતાં વધુ ઊં

    મહિલાઓને પુરુષોની સરખામણીમાં વધારે ઊંઘની જરૂર હોય છે તેવું એક અભ્યાસના તારણ પરથી તાજેતરમાં જાણવા મળ્યું છે. એક સંશોધનમાં તારણ મળ્યું છે કે મહિલાઓની બ્રેઇન એક્ટિવિટી પુરુષોની સરખામણીએ વધુ જટિલ હોય છે. મહિલાઓ મલ્ટીટાસ્કર હોય છે. 

    ભારતીય આફ્રિકન કિયારાએ સંતરા

    દક્ષિણ આફ્રિકામાં રહેતી ભારતીય કિશોરી કિયારાએ સંતરાની છાલમાંથી એવું પોલીમર બનાવ્યું છે કે જે પાણી શોષે છે. તેના કારણે માટીમાં ભેજ જળવાઇ રહે છે. દુષ્કાળના સમાધાન માટે કિયારાને વર્ષે ગૂગલ સાયન્સ ફેરમાં ૫૦,૦૦૦ ડોલરનો એવોર્ડ મળ્યો છે. સ્પર્ધામાં ૧૩થી ૧૮ વર્ષના બાળવિજ્ઞાનીઓ ભાગ લે છે. તેમણે દુનિયાના મોટા પડકારોનો ઉકેલ લાવવાનો હોય છે.

    નાનકડી ભેટ આપીને પણ સાસુને ખુશ...

    બાળકોની સંભાળનો મુદ્દો હોય કે પછી અન્ય કોઇપણ મુદ્દો હોય સાસુમા અને વહુ વચ્ચે રાગ સારો હોવો જરૂરી છે. તાજેતરમાં લંડનમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વહુએ સાસરામાં સુખ શાંતિની જિંદગી લાવવા માટે સાસુમાને વારે તહેવારે, તેમના જન્મદિને ગિફ્ટ આપવી જોઈએ. આ સંશોધનમાં નિષ્ણાતોની ટિપ્સનો પણ સમાવેશ થાય છે.

    આધુનિક ઉપવસ્ત્રઃ શ્રગ...

    ફેશન વર્લ્ડમાં રોજ નવો ટ્રેન્ડ જોવા મળતો હોય છે. નવી ફેશનરેન્જના ક્લોથ્સ આવતાં રહે છે. જોકે કેટલાક વસ્ત્રોનો ટ્રેન્ડ ક્યારેય ઓસરતો નથી. આ ફેશનરેન્જમાં શ્રગનો સમાવેશ થાય છે. શ્રગને તમે સિઝનલ ક્લોથ પણ કહી શકો. જેમ કે ઠંડીની સિઝનમાં તો શ્રગની બોલબાલા રહે છે. પહેલાં યુવતીઓ અને મહિલાઓ ગમે તે પરિધાન ઉપર સ્ટોલ, સ્કાર્ફ કે દુપટ્ટા પહેરવાનું પસંદ કરતી હતી, પરંતુ હવે સામાન્ય રીતે એ સ્થાન શ્રગે લઈ લીધું છે. શ્રગથી આઉટફિટનો ગેટઅપ પણ સારો થઈ જાય છે અને પહેરનારને કમ્ફર્ટેબલ પણ રહે છે.

    ભારે શરીર ધરાવતી છોકરીઓનાં લગ

    આજનાં જમાનામાં છોકરાઓ લગ્ન માટે દુબળી પાતળી કન્યાઓ પસંદ કરવાની વાતને પ્રાધાન્ય આપે છે, પણ દુનિયામાં એક સ્થળ એવું છે કે જ્યાં જાડી છોકરીઓને લગ્ન માટે પહેલાં પસંદ કરાય છે. સાઉથ આફ્રિકામાં લેબલોહ નામની એક પરંપરા છે કે જે હેઠળ લોકો પોતાનાં છોકરાઓ માટે જાડી છોકરીઓને પસંદ કરે છે. આથી અનેક છોકરીઓને બાળપણથી જ વધુ ચરબીવાળો ખોરાક આપવામાં આવે છે.

    વિદેશમાં દેશી ચા વાળી મશહૂર...

    ઓસ્ટ્રેલિયામાં ચા વેચતી ભારતીય મૂળની ઉપમા વિરડીને ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન બિઝનેસ એન્ડ કમ્યુનિટી એવોર્ડ્સે બિઝનેસ વુમન ઓફ યર ૨૦૧૬ના ખિતાબથી નવાજી છે. ઉપમા ત્યાં ચાનો ઓનલાઇન બિઝનેસ કરે છે અને ચાવાળી તરીકે ઓળખાય છે. તે ચા અંગે વર્કશોપ પણ યોજે છે. ઉપમાએ જણાવ્યું કે તેના દાદા આયુર્વેદિક ડોક્ટર છે. તેથી તે ચા બનાવવામાં આયુર્વેદના નવા-નવા નુસખા અજમાવે છે.

    વર્કિંગ વુમનને અનુરૂપ જ્વેલર

    આજકાલ દરેક વર્કિંગ વુમનને એ પ્રશ્ન હોય છે કે ઓફિસમાં કઈ જ્વેલરી પહેરીને જવી? હેવિ જ્વેલરી ઓફિસવેર પર સૂટ પણ ન થાય અને તે કમ્ફર્ટેબલ પણ ન હોય. જ્વેલરી એવી એક્સેસરી છે જે ઓછી પહેરવામાં આવે તો પણ દરેક દરેક સ્ત્રીને પહેરવી તો ગમેજ. ભાગ્યે જ કોઈ એવું મળશે જે રોજિંદા જીવનમાં એકાદ નાની જ્વેલરીનો પીસ પણ નહીં પહેરતા હોય. જો કોઈ કોર્પોરેટ હાઉસમાં કામ કરતા હો તો ત્યાંની રૂલ બુકમાં જ તમારે શું પહેરવું અને શું નહીં એનું પણ લિસ્ટ હોય છે. આ સિવાય તમે ઓફિસમાં કઈ કઈ જ્વેલરી પહેરી શકો એ માટે અહીં થોડી જાણકારી આપવામાં આવી છે.

    સ્કિન ટોનને મેચ થાય એવો મેક અપ

    મોટાભાગની યુવતીઓ અને સ્ત્રીઓને મૂંઝવણ હોય કે મેક અપ કિટમાં રહેલી કઈ વસ્તુનો ઉપયોગ કરે તો તેમને સૂટ થાય? તો મેક અપ માટે તમારે સ્કિન મુજબ મેક અપ કિટમાં રહેલી વસ્તુઓનું યોગ્ય કોમ્બિનેશન કરવાનું રહે છે. દરેક પ્રકારનો મેક અપ દરેક પ્રકારની સ્કિન પર સારો નથી લાગતો. મેક અપના રંગો સાથે ત્વચાનું કોમ્પ્લેક્શન મેચ થવું જરૂરી છે. ગોરી, ઘઉંવર્ણી કે શ્યામ સ્ત્રીઓએ ત્વચા પર શોભે એવા રંગો જ લગાવવા જોઈએ. કેવી ત્વચા સાથે કેવો મેક અપ ખરા અર્થમાં સુંદર લાગે એ જાણીને તમારી ત્વચાના રંગ પ્રમાણે મેક અપ કરશો તો કોઈ પણ પ્રસંગે છવાઈ જશો. 

    સ્ત્રીઓનું પ્રિય પરિધાન પલાઝ

    હાલમાં પલાઝો ફેશન રેન્જ ફેશન વર્લ્ડમાં ઈનટ્રેન્ડ છે. પલાઝો પેન્ટ્સ મૂળે તો બ્રિટિશ ઈંગ્લિશ ટ્રાઉઝર ફેશન સ્ટાઈલ છે. ખાસ કરીને લાંબી સ્ત્રીઓને પલાઝો જચે છે. આ પેન્ટ્સ થોડી ફ્લોઇ ઇફેક્ટ આપવા માટે મોટા ભાગે સિન્થેટિક બ્લેન્ડવાળું કોટન, શિફોન, પોલિએસ્ટર, જ્યોર્જેટ જેવા ફેબ્રિકમાંથી બનાવવામાં આવે છે અને માટે જ એ ખૂલતા અને ફ્લોવાળી ઇફેક્ટ આપે છે. જોકે સિઝન પ્રમાણે હવે ઠંડીમાં પણ પલાઝો પહેરવાની ફેશન છે. ઠંડમાં થિક કોટન કે વુલન પલાઝો પહેરવાની ફેશન હમણાં ચાલી રહી છે.