આજકાલ ડાર્ક મેટ ફિનિશવાળી લિપસ્ટિકની ફેશન છે. ડાર્ક લિપસ્ટિક તમે પણ કરી શકો છો. તે કઈ રીતે કરવી એ જાણો. કઈ રીતે તમે ડાર્ક લિપસ્ટિકથી તમારા લુકને નિખારી શકો છો એ માટે કેટલીક ટિપ્સ અહીં હાજર છે. અત્યારે ડાર્ક લિપસ્ટિકની ફેશન છે એમ જણાવતાં બ્યુટિશિયન રેખા શાહ કહે છે, ડાર્ક લિપસ્ટિક માત્ર ટ્રેડિશનલ ફંક્શનમાં જ કરવી એવું નહીં પણ પ્રોફેશનલ મહિલાઓ અને કોલેજગર્લને પણ રોજ એ લગાવવી ગમે છે. વળી ડાર્ક શેડ રોજિંદા કે પ્રસંગે મેકઅપમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
કોઈ પણ પ્રસંગે ઝડપથી પહેરીને પહોંચી શકાય એવું પરિધાન એટલે કુરતી. હવે તો બજારમાં મનભાવન અને હેવિ, લાઈટ, ડિઝાઈનર કુરતીઓ એવી મળે છે કે પ્રસંગ પ્રમાણે કુરતી પહેરો ને ઝડપથી પ્રસંગમાં પહોંચી જાઓ. કુરતીની ફેશન ક્યારેય જૂની થવાની નથી. કોલેજ ગર્લથી માંડીને વૃદ્ધ મહિલાઓ આજે કુરતી સાથે સલવાર, લેગિંન્સ, જેગિન્સ, જીન્સ, પાયજામાનું સુંદર કોમ્બિનેશન કરી જાણે છે. એમાં પણ લેયર્ડ કુરતીઓ આજકાલ વધુ ટ્રેન્ડમાં જોવા મળે છે. આવી લેયર્ડ કુરતી બનાવડાવતી વખતે કેવી-કેવી સ્ટાઇલ અજમાવી શકાય એ જાણીએ.
ઘણી વખત વાગ્યું હોય એના કારણે કે રોજિંદી કેર ન થઈ શકતી હોય તેના કારણે ચહેરા ઉપર ડાઘ પડી જાય છે. ખાસ કરીને કોઈ ખાસ પ્રસંગે આ ડાઘ ચહેરાની સુંદરતાને જાણે ગ્રહણ સમાન લાગે છે. ઘાનું નિશાન, દાઝ્યાનું નિશાન, આંખો નીચેના કાળા કુંડાળા અથવા તો ચહેરા પર કાળા ડાઘ વગેરે છુપાઈ જાય એ માટે અહીં કેટલીક મેક અપ ટિપ્સ આપવામાં આવી છે જેનાથી આ પ્રકારના ડાઘને વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો દ્વારા છુપાવી કોઈપણ સ્ત્રી પોતાના સૌંદર્યમાં નિખાર લાવી શકે છે.
ટ્રેડિશનલ પેચવર્ક, જરદોશી વર્કનો જો વસ્ત્રો પર યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો જૂના પારંપરિક વર્કથી નવા ટ્રેન્ડી ફેશનેબલ અને યુનિક વસ્ત્રો બનાવી શકાય. રાજસ્થાની ગોટાવર્ક પણ એવું વર્ક છે કે તેનો હેવિ અને લાઈટ વર્ક તરીકે કુર્તી, ટ્યુનિક, અનારકલી, સલવાર કમીઝ, કુર્તા પાયજામા, ચણિયાચોળી કે સાડીમાં ઉપયોગ કરી શકો. ગોટાવર્ક એ રાજસ્થાનનું ખૂબ જ પ્રખ્યાત હેન્ડવર્ક છે. હેવી ડ્રેસ, સાડી કે ટોપ ઉપરાંત વેસ્ટર્ન વેરમાં પણ હવે ગોટાવર્ક દેખાય છે.
સામાન્ય રીતે દરેક પ્રસંગે કે રોજિંદી જિંદગીમાં હેવિ કે લાઈટ મેકઅપ કરતા જ હશો. મેકઅપ માટે દરેક સૌંદર્ય પ્રસાધનોની પૂરતી જાણકારી મેળવીને જ તેને ઉપયોગમાં લેવા જરૂરી છે. તો અહીં એ સાધનોની થોડી સમજ આપવામાં આવી છે.
આજકાલ વેસ્ટર્ન ટોપ, ટ્યુનિક, કુર્તી કે સ્કર્ટમાં ગ્રાફિક પ્રિન્ટ ખૂબ જ વપરાય છે. ગ્રાફિક પ્રિન્ટની ખાસિયત એ છે કે આ પ્રિન્ટ ધરાવતા સ્કર્ટ કે પેન્ટની સાથે એટલું જ પ્રિન્ટેડ શર્ટ, ટોપ કે બ્લાઉઝ પણ પહેરી શકો છો. જોકે ગ્રાફિક પ્રિન્ટ ધરાવતાં વસ્ત્રો પહેરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
સામાન્ય રીતે મહિલાઓ હીરા, મોતી, સોના ચાંદીથી માંડીને પ્લાસ્ટિક મટીરિયલ, દોરી, ટેરાકોટા, કાથા, કાપડમાંથી બનતી સુંદર જ્લેવરી વિશે જાણતી જ હોય છે, પણ હાલમાં સિરામિક જ્વેલરી પણ મહિલાઓની પસંદ બની રહી છે. સિરામિક જ્વેલરીનો ફાયદો એ છે કે સિરામિક બીટ્સમાંથી પરવડે તેવી જ્વેલરીથી માંડીને કિંમતી ધાતુના મિશ્રણ સાથે મોંઘી યુનિક જ્વેલરી બનાવી શકાય છે. વળી, સિરામિક જ્વેલરી હવે તો સહેલાઈથી બજારમાં મળી પણ રહે છે. હાલમાં ટ્રેન્ડમાં છે એ સિરામિક જ્વેલરીની ખાસિયત એ છે કે મહિલાઓ અને યુવતી રોજિંદી જિંદગીમાં પહેરી શકે એવાં લાઈટથી શરૂ કરીને હેવિ રેન્જની જ્વેલરી આ મટીરિયલમાંથી બની શકે છે.
કોઈ પણ ફિલ્ડમાં કામ કરતી પ્રોફેશનલ માનુનીને હંમેશાં એ પ્રશ્ન રહે છે કે આખરે કેવો મેક અપ કરીને ઓફિસે જવું? તો આવું કન્ફ્યુઝન ન થાય એ માટે અહીં ટિપ્સ અપાઈ છે. જેથી ઓફિસે જતા ઝડપથી મેક અપ કિટ પર તમારા હાથ ચાલવા લાગશે અને રૂટિન પણ સેટ થઈ જશે.
ભારતીય નેવીની ૬ મહિલા અધિકારીઓની ટીમ રવિવારે સમુદ્રની પરિક્રમા માટે રવાના થઈ છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે પણજીમાં ટીમને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ મહિલા અધિકારીઓની સાથે ફોટો ટ્વીટ કરીને આજનો ‘મહત્ત્વનો દિવસ’ હોવાનું કહીને શુભકામનાઓ આપી હતી. જહાજ આઈએનએસવી તારિણી મારફતે આ મહિલા અધિકારીઓની ટીમ સમુદ્રો પાર કરીને છ મહિના પછી ભારત પરત આવશે. આ દુનિયાનું પ્રથમ જહાજ છે જેની તમામ ક્રૂ મેમ્બર મહિલાઓ જ છે. પરિક્રમા ૫ તબક્કામાં સમાપ્ત થશે.
દરેક નવરાત્રિએ ગામઠી ભરત, જરીવર્ક કે બાંધણીના ચણિયાચોળી એવરગ્રીન જ હોય છે, પણ એમાંય કંઈક અવનવું કરવાના ખેલૈયાઓનાં કોડ હોય છે. આ નવરાત્રિમાં ડબલ લેયર્ડ ચણિયા સાથે ક્રોપ ટોપ સ્ટાઈલિશ ઓપ્શન બની રહેશે. ભાતીગળ ભરતકામવાળા ચણિયાચોળીને થોડો એથનિક લૂક પણ આપીને ડિઝાઈનર્સ ડબલ લેયર્ડ ઘાઘરા ડિઝાઈન કરે છે. તેની પર ગોટાવર્ક કરી શકાય. જેની સાથે પારંપરિક લુક આપતી જ્વેલરી તમે પહેરી શકો.
