મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    સગર્ભાઓ પેરાસિટામોલ લે તો બાળ

    સગર્ભાઓ પેઈનકિલર તરીકે પેરાસિટામોલનું સેવન કરતી હોય તો આવનારા સંતાન માટે ઓટિઝમ કે હાઈપર-એક્ટિવિટીનું જોખમ વધતું હોવાનું સંશોધનમાં જણાવાયું છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે આ સ્થિતિમાં છોકરાઓને ઓટિઝમ થવાનો ભય રહે છે. ગર્ભમાં પેરાસિટામોલ મેળવતા ૪૧ ટકા બાળકો હાઈપર-એક્ટિવિટી અથવા આવેશના લક્ષણો દર્શાવે તેવી શક્યતા જણાઈ હતી. જોકે, બહુમતી નિષ્ણાતોએ આ તારણો પર ઉતાવળે અભિપ્રાય નહિ બાંધવા સલાહ આપી હતી.

    પરફ્યુમની પસંદગીમાં બનો પરફે

    પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ મહેકતી રહે એ માટે નીતનવા પરફ્યુમ તમારી જિંદગીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પરફ્યુમ કે સ્પ્રેની યોગ્ય પસંદગી કરવી તે જોકે આરોગ્યની દૃષ્ટિએ પણ મહત્ત્વનું છે. ફેશન એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે, તમારી સ્કીન પ્રમાણે પરફ્યુમની પસંદગી કરો અને કેટલી બાબતો ધ્યાનમાં રાખો. દરેક મોસમ અને પ્રસંગ પ્રમાણે તમે અલગ અલગ પરફ્યુમનો ઉપયોગ કરી શકો છો એટલે તમારી બ્યુટી કિટમાં પરફ્યુમ, યુડી કોલોન અને રોલઓન રાખો. જોકે આ તમામ વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે.

    સુંદર દેખાવ મેળવવા સુગંધિત ગુ

    ક્વિન ક્લિયોપેટ્રા તેના સૌંદર્યની જાળવણી માટે ગુલાબનો ઉપયોગ કરતાં હતાં એ જાણીતી વાત છે. એ જ રીતે ભારતમાં પણ આદિ કાળથી મહિલાઓ ત્વચાને મોઇશ્ચર કરવા અને એને ચમકદાર બનાવવા ગુલાબજળનો ઉપયોગ કરે છે. તમે તમારી ખૂબસૂરતી નિખારવા માટે જ્યારે સુંદર અને સુગંધીદાર ગુલાબનો જ ઉપયોગ કરી શકતા હો તો સ્પામાં જઈ આર્ટિફિશિયલ રોઝ અને રોઝ સેન્ટેડ કેન્ડલ્સ પાછળ ખર્ચ કરવાની શું જરૂર છે? સૌંદર્ય નિખારવા માટે ગુલાબનો તમે જુદી જુદી રીતે ઉપયોગ કરી શકો છો.

    લગ્નમાં શું ન પહેરીને જવાય?...

    કમૂરતા ઉતરવા સાથે જ લગ્નની સીઝન ફરી શરૂ થઇ છે. તમને પણ કંકોતરી આવવાની શરૂ થઇ ગઇ હશે. લગ્નપ્રસંગમાં હાજરી આપવાની હોય ત્યારે શું પહેરીને જવું? એ મૂંઝવણ સહુ કોઇને સતાવતી હોય છે. નજદીકના સ્વજનના લગ્ન હોય તો તો સમજ્યા, અન્યનાં લગ્નમાં પણ દરેકને સૌથી બેસ્ટ લાગવું હોય છે, પરંતુ તમારે ખરેખર જો આકર્ષણનું કેન્દ્ર બનવું હોય તો કેટલુંક પ્લાનિંગ જરૂરી છે.

    સ્ત્રીઓ પર સ્ટ્રોકનો ખતરો પુર

    હાર્ટ-પ્રોબ્લેમ્સ ફક્ત પુરુષોને જ થાય છે એવું જો તમે માનતા હોય તો તે ખોટું છે. હકીકત એ છે કે સ્ત્રીઓમાં પણ એ જોખમ એટલું જ પ્રબળ હોય છે. આથી તમારે પણ પુરુષો જેટલા જ સાવચેત રહેવાની જરૂર છે.

    ટોપ ટ્યુનિક સાથે કોમ્બિનેશન જ

    મોસમ કોઈ પણ હોય યુવતીઓ માટે કેપરી એ આરામદાયક પરિધાન રહે છે. દરેક પ્રસંગે કે જગાએ સાડી કે સૂટ પહેરવામાં યુવતીઓ કે સ્ત્રીઓ કમ્ફર્ટેબલ હોતી નથી ત્યારે કેપરી તેમના વસ્ત્રોમાં શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ત્યાં સુધી કે ઓફિસમાં પણ ટોપ – ટ્યુનિકનાં યોગ્ય કોમ્બિનેશનથી કેપરી પહેરી શકાય છે.

    યુનાઇટેડ નેશન્સ (યુએન) હસ્તકની ઈન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી (ITLOS)ના સભ્યપદે કાયદાવિદ્ નીરુ ચઢ્ઢાની વરણી થઇ છે. તેઓ આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે તો ભારત માટે પણ આ એક મહત્ત્વની સિદ્ધિ છે. યુએનની આ જ્યુડિશિયલ બોડી માટે યોજાયેલી રસપ્રદ ચૂંટણીમાં નીરુ ચઢ્ઢાએ જ્વલંત વિજય મેળવ્યો હતો. ITLOS એ સમુદ્રમાં અને તેને લગતા વિવાદનો ઉકેલ લાવતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. નીરુ ચઢ્ઢા હવે તેમાં જજ તરીકે કાર્યભાર સંભાળશે.

    નો મેકઅપ લુક માટે છે સ્ટ્રોબિં...

    નોકરી કરતી, ગૃહિણી કે પછી કોલેજગર્લ. દરેક રમણીને નો મેકઅપ લુક વધારે ગમે છે. હવે તો પ્રસંગે પણ લોકોને બહુ લાઉડ મેકઅપ કરવાનો પસંદ પડતો નથી. લાઇટ, સિમ્પલ અને સોબર મેકઅપ જ મહિલાઓનો પ્રિય બનતો જાય છે. બ્રાઈડને પણ હવે એવો જ હળવો મેકઅપ ગમે છે કે જે કર્યા પછી ચહેરા પર દેખાય નહીં. તો આ પ્રકારનો મેકઅપ જેમને પસંદ હોય તેમના માટે છે, સ્ટ્રોબિંગ મેકઅપ. આ મેકઅપ કર્યા પછી તમારા લુકની વાહ-વાહ કરનારી વ્યક્તિને એ પણ નહીં સમજાય કે આ મેકઅપમાં એકથી વધુ પ્રોડક્ટ વપરાઈ છે. એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે સ્ટ્રોબિંગ મેકઅપ લગાવ્યા પછી મહિલાની વય પાંચ વર્ષ નાની દેખાય છે. સ્ટ્રોબિંગ મેકઅપથી સ્કિન પર નેચરલ ગ્લો દેખાય છે.

    પ્રસંગ પ્રમાણે પહેરી શકાતી ફ્

    ટ્રેડિશનલ પ્રસંગમાં જવાનું હોય કોર્પોરેટ પાર્ટીમાં જવાનું હોય કે પછી રોજની નોકરી-વ્યવસાયની જગ્યાએ. દરેક જગ્યાએ પહેરી શકાય તેવી ફ્યુઝન જ્વેલરીનો હાલમાં ટ્રેન્ડ છે. બુદ્ધિશાળી અને ફેશન કોન્શિયસ યુવાપેઢી આવી જ જ્વેલરી પહેરવી પસંદ કરે છે. જેથી સમયનો બચાવ થાય અને ફેશનેબલ લુક પણ મળી રહે.