પાંત્રીસથી ચાળીસ વર્ષની વય થાય એટલે સ્ત્રી અને પુરુષ બંનેમાં આ બદલાવ જોવા મળેઃ પાતળો બાંધો ધરાવનાર વ્યક્તિનું શરીર પણ ભરાવા લાગે. ખાસ કરીને પેટની આજુબાજુમાં ચરબીના થર જમા થવા લાગે. જો પહેલેથી જ ‘ખાતાપીતા ઘરના’ હો તો વધુ ચરબી જમા થાય છે. આને કારણે શરૂઆતમાં થોડીક ચિંતા થાય, પણ પછી મન મનાવી લેવાય કે હવે તો ઉંમર થઈ એટલે હોર્મોન્સના પરિવર્તનને કારણે બદલાવ આવે છે, પણ ખરેખર એવું નથી. આમાં આપણી લાઈફ સ્ટાઈલનો બહુ મોટો હાથ છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
લેસ્ટર અરેના અને મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ્સ અરેનાની ત્રણ વર્ષની નેમીંગ રાઈટ્સ સ્પોન્સરશીપ માટે સંમત થયા હોવાથી હવે તે મોર્નિંગસાઈડ અરેના, લેસ્ટર તરીકે ઓળખાશે.
એક સમયે અખરોટ શિયાળાના ઠંડીના દિવસોમાં જ વધુ ખવાતા હતા, પરંતુ હવે તે બારેમાસ ખવાય છે. કાજુ, બદામ, પિસ્તા જેવા સૂકા મેવાની સાથે અખરોટનું પણ ભોજનમાં આગવું મહત્ત્વ છે. અખરોટની મીઠાઈ, અખરોટનો આઇસ્ક્રીમ, ઉપરાંત અખરોટના અનેક વ્યજંનો બજારમાં ઉપલબ્ધ છે. મજબૂત કોચલામાંથી કાઢ્યા બાદ મગજ જેવા આકાર ધરાવતા ખરા અર્થમાં મગજ માટે પોષક છે.
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના આંકડા મુજબ પહેલી વખત જે લોકોને સ્ટ્રોકનો હુમલો થયો હતો તેમાં મધ્ય આયુના એટલે કે ૪૦ અને ૬૯ વચ્ચેના ૩૮ ટકા લોકોનો સમાવેશ થાય છે. અગાઉના એક દાયકાની સરખામણીમાં નાની ઉંમરે પહેલી વખત સ્ટ્રોકના હુમલાનું પ્રમાણ વધી ગયું છે. સાઉથ એશિયન લોકોને ખૂબ નાની વયે સ્ટ્રોકનું વધુ જોખમ રહેલું છે.
નવા ફરજિયાત જાતીય શિક્ષણના અભ્યાસમાં છોકરીઓએ કેવી રીતે અને ક્યારે ગર્ભધારણ કરવો જોઈએ તે શીખવાડવા અગ્રણી ડોક્ટરો, ફર્ટિલિટી એક્સપર્ટ અને કેમ્પેનર્સના જૂથે સરકારને જણાવ્યું હતું.
ઓ...હ દર્દથી માથું ફાટફાટ થાય છે, એવું આપણે ઘણી વાર ઘણા બધાના મોઢે સાંભળ્યું હશે. તમે યાદ કરો, તમારા વર્તુળમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જેનું ક્યારેક માથું દુખ્યું ન હોય. માથાનો દુઃખાવો કોમન છે. આપણામાંથી મોટા ભાગના લોકોને કોઈ કોઈ વાર માથું દુખ્યું જ હશે. જ્યારે અમુક લોકો તો આખો દિવસ માથું દુખવાની ફરિયાદ લઈને બેઠા હોય છે. માથું દુખવાના ઘણા પ્રકાર હોય છે. નજીવા દુઃખાવાથી લઈને દિવસો સુધી માથાનો દુઃખાવો ન જાય તેવું પણ બને છે. આવું શાના કારણે બને છે?
અટકાવી શકાય તેવા કેન્સરના દર વર્ષે નોંધાતા ૨૩,૦૦૦ કેસ માટે દેશમાં સ્થૂળતાની ગંભીર સમસ્યાને જવાબદાર માનવામાં આવે છે. જેમાં ૧૩,૨૦૦ મહિલાઓના અને ૯,૮૦૦ પુરુષોના કેસ હોય છે. અત્યાર સુધી ધૂમ્રપાનને કેન્સર માટે મુખ્ય કારણ ગણવામાં આવતું હતું, પરંતુ હવે તેના માટે સ્થૂળતા વધુ જવાબદાર બનશે તેવી ચેતવણી સંશોધકોએ આપી હતી.
હવે સોફ્ટ ડ્રિંકસ માટે લોકોને વધુ નાણાં ખર્ચવા પડશે. બ્રિટિશ સરકારે તા. ૬ એપ્રિલથી સુગર ટેક્સ અમલી બનાવ્યો હતો. તે સિન ટેક્સ તરીકે પણ ઓળખાય છે. વધુ પડતા વજન અને સુગરના કારણે થઈ રહેલી અન્ય બિમારીઓથી બચવા માટે આ ટેક્સ અમલી બનાવાયો છે. સરકાર સોફ્ટ ડ્રિંક્સના ઉત્પાદકો પાસેથી આ ટેક્સ વસુલ કરશે. જોકે, તેનો બોજ ગ્રાહકો પર નાખવો કે કેમ તે કંપની પર નિર્ભર રહેશે.
દેશમાં વર્ષેદહાડે હૃદયરોગનું જોખમ ધરાવતા દોઢ લાખ દર્દીઓને કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ(સ્ટેટિન્સ)ની ભલામણ જ થઈ નથી. વર્ષ ૨૦૧૩થી ઇંગ્લેન્ડમાં એનએચએસ હેલ્થ ચેક સ્કીમમાં ભાગ લઈ ચૂકેલાં લોકો પૈકી દર પાંચમાંથી એક દર્દીને કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ(સ્ટેટિન) લેવાની જરૂર જણાઈ હતી. પરંતુ તબીબોએ તેમને સ્ટેટિનની ભલામણ જ કરી ન હતી.
આજકાલ ઘણા લોકો ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, સ્ટ્રેસ જેવા લાઇફસ્ટાઇલ રોગોથી પીડાતા જોવા મળે છે. તેમાંય અસહ્ય કામના દબાણને કારણે વ્યક્તિ સતત સ્ટ્રેસમાં રહેતી હોય છે. માનસિક તણાવમાંથી બચવા માટે જીવનશૈલીમાં તો બદલાવ કરવો આવશ્યક છે જ સાથોસાથ તેને અનુરૂપ ભોજનશૈલી પણ અપનાવવી જોઇએ. કેટલાક ખાદ્યપદાર્થો એવા છે જેને તમે ભોજનમાં કે રોજિંદી જીવનશૈલીમાં સામેલ કરશો તો તે માનસિક તણાવ હળવો કરવામાં ઘણા ઉપયોગી બનશે. આ ખાદ્ય પદાર્થો ક્યા છે? વાંચો આગળ...
