જો તમે માથાનાં અસહ્ય દુઃખાવા એટલે કે માઈગ્રેનથી પીડાતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હળદરનો નિયમિત ઉપયોગ કરીને તમે માઈગ્રેનથી મુક્તિ મેળવી શકો છો. ભારતીય ભોજનશૈલીમાં જુદી જુદી રસોઈ બનાવવામાં જેનો નિયમિત ઉપયોગ થાય છે તેવી હળદર આરોગ્ય માટે અને અનેક દર્દો દૂર કરવા માટે જાદુઈ દવા જેવું કામ કરે છે. સમગ્ર ભારત અને દક્ષિણ પૂર્વ એશિયામાં સેંકડો વર્ષથી રસોઈમાં ખોરાકનાં એક મહત્ત્વના ઘટક તરીકે હળદરનો ઉપયોગ થઇ રહ્યો છે.
આરોગ્યને સુધારવા માટે તેનાં અનેક લાભ હોવાનું લોકોને જાણવા મળતા હવે વિશ્વના અન્ય દેશોમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. હળદર હૃદયને લગતા રોગો તેમજ ચામડીને લગતા રોગો દૂર કરવામાં પણ અક્સીર ઈલાજ છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
શાકાહારી વ્યક્તિઓને અખરોટમાંથી એવા તત્ત્વો મળે છે, જે ભાગ્યે જ અન્ય પદાર્થમાં મળે છે. તેમાં વિટામિન-બી૧૨ ભરપૂર છે. અખરોટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
વિશ્વમાં પહેલી વાર ભારતીય વિજ્ઞાનીઓએ ડેન્ગ્યૂની દવા વિકસાવી છે. તેનું પ્રારંભિક પરીક્ષણ સફળ રહ્યું છે. આવતા વર્ષ ૨૦૧૯ સુધીમાં તે બજારમાં ઉપલબ્ધ થશે. આયુષ મંત્રાલયના વિજ્ઞાનીઓએ ૭ પ્રકારના ઔષધીય છોડમાંથી આ દવા તૈયાર કરી છે. આ પ્રોજેક્ટમાં જોડાયેલા એક ડઝનથી વધુ વૈદ્યોની બે વર્ષથી વધુની મહેનત બાદ આ દવા તૈયાર થઇ છે. આ દવાનું પરીક્ષણ ઉંદર અને સસલા પર સફળ રહ્યું હતું.
પોતાની બુદ્ધિમત્તાને આંકવાની વાત આવે છે ત્યારે પુરુષો બહુ ઘમંડી બની જાય છે! એક તાજા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પુરુષો પોતાને વધુ બુદ્ધિશાળી માનતા હોય છે. અરે, તેના ગ્રેડ જેટલા જ ગ્રેડ ધરાવતી મહિલા સાથે સરખામણી કરવામાં આવે ત્યારે પણ પોતે તેજતર્રાર હોય એવું જ માનતો હોય છે!
એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ જીવવિજ્ઞાન ભણતા ૨૫૦ વિદ્યાર્થીઓને તેમની બુદ્ધિમતા અંગે પૂછ્યા બાદ આ તારણ કાઢ્યું છે. દરેક વિદ્યાર્થીઓને પોતાનું બુદ્ધિકૌશલ્ય ક્લાસમાં દરેક સાથે સરખાવવા માટે કહેવાયું હતું.
રાજેશ ખન્નાની ફિલ્મ ‘સચ્ચા જૂઠા’નું એક બહુ જ લોકપ્રિય ગીત છેઃ ‘દિલ કો દેખો, ચહેરા ના દેખો, ચહેરે ને લાખો કો લૂંટા, દિલ સચ્ચા ઔર ચહેરા જૂઠા...’ પણ આપણે તો ચહેરાની વાત કરવી છે, અને તે પણ એક નહીં, બે નહીં, પણ ત્રણ-ત્રણ ચહેરાની. જેરોમ હામોન વ્યક્તિ એક છે, પરંતુ તેના ચહેરા ત્રણ છે. The man with three faces તરીકે જગવિખ્યાત જેરોમ હામોન વિશ્વની પ્રથમ વ્યક્તિ છે, જેનું પ્રથમ ફેસ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ ગયા પછી ફરી ફેસ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય.
આપણને ફ્રૂટ્સ બહુ જ ભાવતાં હોય પરંતુ ડાયાબિટીસને કારણે એ ખાવાં કે નહીં એવી મૂંઝવણ હોય તો જાણી લો કે અમુક ફળો જ ડાયાબિટીસમાં ખાઈ શકાય અને અમુક નહીં.
ઘણાં માતા-પિતા બાળક અત્યંત નાનું હોવાના કારણે તેના દાંતની કાળજી પ્રત્યે બેદરકાર બની જાય છે. તેમને અંદાજ પણ નથી હોતો કે આ બેદરકારીની બાળકને ઘણી આકરી કિંમત ચૂકવવી પડી શકે છે. આ ઉંમરમાં જીવનના પહેલા દાંત આવવાની શરૂઆત થાય છે. એ શરૂઆત વિશેષ કાળજી માગે છે. ઘણા લોકો અજાણ છે, પરંતુ આ ઉંમરમાં પણ દાંતમાં સડો શક્ય છે.
ઠંડીના દિવસોમાં બાજરીના રોટલા ખાવ કે ઊંધિયું ખાવ કે પાંચ ધાનનો ખીચડો, લીલું લસણ મેળવવાનું ભૂલતા નહીં.
છ વર્ષની ઉંમરે બાળકના દૂધિયા દાંત પડે અને કાયમી દાંત આવવાની શરૂઆત થાય છે. વળી આ પ્રોસેસ લગભગ ૧૨ વર્ષની ઉંમર સુધી ચાલે છે. આ એ જ સમયગાળો છે જ્યારે દાંતની વિશેષ કાળજી રાખીએ તો જીવનભર દાંતની કોઈ સમસ્યા નથી નડતી. દાંત વાંકાચૂકા ન આવે, એનું ચોકઠું બરાબર બેસે અને જડબાનું સ્ટ્રક્ચર યોગ્ય આવે એ માટે થોડી કાળજી અને ડેન્ટિસ્ટની સલાહ ઘણી મદદરૂપ સાબિત થાય છે
વિશ્વમાં વર્ષોથી થઇ રહેલાં અનેક અભ્યાસોમાં સાબિત થયું છે કે જે પુરુષને માથાની વચ્ચોવચ ટાલ હોય છે તેને હાર્ટ-ડિસીઝ થવાની શકયતા ઘણી વધી જાય છે. જોકે હાર્ટ-ડિસીઝ થવાનું કારણ ટાલ નથી, પરંતુ હાર્ટ-પ્રોબ્લેમ્સ અને ટાલ એક જ કારણથી ઉદ્ભવતી બે જુદી-જુદી સમસ્યાઓ છે. જો ટાલ હોય તો હાર્ટ પર પણ ખતરો હોઈ શકે છે, જે બાબતે સાવચેતી જ એકમાત્ર સચોટ ઉપાય છે.
