કોઈ પણ વ્યક્તિનાં જન્મ સાથે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ નિશ્ચિત હોય છે અને વૃદ્ધાવસ્થાની વાત કરીએ તો શરીરમાં કરચલીઓ અને નિસ્તેજ ચહેરા સામે આવી જાય. જોકે, ‘The Journals of Gerontology, Series A: Biological Sciences and Medical Sciences’- જેરેન્ટોલોજી જર્નલના સહતંત્રી ડો. રોઝલીન એન્ડરસનનો દાવો છે કે વૃદ્ધાવસ્થામાં કરચલી અનિવાર્ય નથી તે વિશે લોકો બરાબર જાણતાં નથી. લોકો કેવો આહાર લે છે તેનો પ્રભાવ વૃદ્ધાવસ્થા પર જણાય છે. મધ્ય વયમાં ઉપવાસ કરવાથી લોકો લાંબુ જીવી શકે છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
વજન ઘટાડવું હોય, ત્વચાને ચમકદાર બનાવવી હોય કે પાચનતંત્રને સુધારવું હોય... તમારું લક્ષ્ય ભલે કંઇ પણ હોય શરીરમાંથી નુકસાનકર્તા ટોક્સિન બહાર કાઢવાનો શ્રેષ્ઠ ઉપાય છે ઇન્ફ્યુઝડ વોટર. એ પીવાથી તમે હાઇડ્રેટેડ તો રહેશો જ પરંતુ તમે પાણીમાં કઈ વસ્તુ નાંખો છો એના આધારે એના અન્ય ફાયદાઓ મળે છે.
ડિપ્રેશન વગરની નીરસતા એટલે ઓલ્ઝાઇમર્સ ડિસીઝનું પ્રાથમિક લક્ષણોમાંની એક. ૬૦ વર્ષથી વધુ વયના લગભગ ૫૦-૭૫ ટકા લોકોમાં આ રોગ જોવા મળે છે ત્યારે જાણો ઓલઝાઇમર્સના અન્ય લક્ષણો.
બ્રિટનમાં દાયકાઓથી પુરુષો માટે દૈનિક ભોજનમાં ૨,૫૦૦ કેલરી અને સ્ત્રીઓ માટે દૈનિક ૨,૦૦૦ કેલરી લેવાની ગાઈડલાઈન્સ ચાલતી આવી છે. કસરત કરનારા લોકો ભોજનમાં આનાથી વધુ કેલરી લેતાં હોય છે. પરંતુ, સરેરાશ પુખ્ત લોકો વધુ આહાર લેતાં હોવાથી મેદસ્વિતાનું પ્રમાણ વધતું જાય છે તેને ધ્યાનમાં લઈ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા જારી નવી ગાઈડલાઈન્સમાં પુરુષ અને સ્ત્રી, બંને માટે દૈનિક ૧,૬૦૦ કેલરીની કડક મર્યાદા રાખવા જણાવાયું છે.
અમેરિકામાં થયેલા વિશાળ અભ્યાસમાં જણાયું છે કે મહિલાઅોને મોનોપોઝની તકલીફ ૧૪ વર્ષ સુધી રહી શકે છે. મોનોપોઝ દરમિયાન મહિલાઅોનું શરીર અચાનક ગરમ (હોટ ફલ્શીઝ) થઇ જવાની તકલીફ સરેરાશ સાત વર્ષ સુધી રહી શકે છે અને રાત્રે પરસેવો થવાની તકલીફ તેના કરતા થોડો ડબલ સમય રહે છે.
