વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર યોજનાનો પ્રારંભ કર્યો છે. યોજના અંતર્ગત ભારતના ૨૦ રાજ્યોના ૫૦ કરોડ લોકોને ૧૩૫૪ બીમારીની વિનામૂલ્યે સારવાર સુવિધા મળશે. ઝારખંડની રાજધાની રાંચીમાં રવિવારે યોજાયેલા સમારોહમાં ‘આયુષ્યમાન ભારત – પ્રધાન મંત્રી જનઆરોગ્ય યોજના’નો શુભારંભ કરતા વડા પ્રધાને કહ્યું હતું કે કેટલાક લોકો આ યોજનાને મોદી કેરનું નામ આપે છે તો કેટલાંક તેને ગરીબો માટેની યોજના ગણાવે છે, પરંતુ મારા માટે આ યોજના દેશના દરિદ્રનારાયણની સેવા માટે ભરાયેલું પગલું છે. ૧૦ કરોડ પરિવારના ૫૦ કરોડ કરતાં પણ વધુ લાભાર્થીઓને આવરી લેનારી યોજના સરકારી મદદથી ચાલતી વિશ્વની સૌથી મોટી યોજના બની રહેશે. ઉલ્લેખનીય છે કે યોજના લાગુ થયાના ૨૪ જ કલાકમાં ૧૦૦૦ લોકો આ આરોગ્ય યોજનાનો લાભ લઇ ચૂક્યા છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
બટાટાની જેમ શક્કરિયાં પણ બારેમાસ મળી રહે છે આમ છતાં હવે જાણે તે ફક્ત ફરાળી વાનગીઓ કે ઊંધિયાની સિઝન પૂરતાં જ સીમિત થઇ ગયા હોય તેવું લાગે છે. બહુ ઓછા લોકો જાણે છે કે સ્વાદમાં લાજવાબ શક્કરિયાં શરીર માટે બહુ ગુણકારી છે.
ઊંચા કે લાંબા લોકોને કેન્સર થવાનું જોખમ વધુ રહે છે કારણકે તેમના શરીરમાં કોષોનું પ્રમાણ વધારે હોય છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોને જણાયું છે કે સામાન્ય ઊંચાઈ કરતાં દર ૧૦ સેન્ટિમીટર વધુ ઊંચાઈ માટે કેન્સર થવાનું જોખમ ૧૦ ટકા વધે છે. તેમની ગણતરી અનુસાર પુરુષોની સરેરાશ ઊંચાઈ ૧૭૫ સે.મી. (પ ફૂટ ૯ ઈંચ) અને સ્ત્રીઓની સરેરાશ ઊંચાઈ ૧૬૨ સે.મી. (પ ફૂટ ૪ ઈંચ) હોય છે. સંશોધનનું બીજું તારણ એ પણ છે કે પુરુષની (૯ ટકા) સરખાણીએ સ્ત્રીને (૧૨ ટકા) કેન્સર થવાનું જોખમ વધુ રહે છે.
બ્રિટિશ સરકારે લોકોની સ્થૂળતાની સમસ્યા દૂર કરવા પિઝાની સાઇઝ ઘટાડવાની યોજના ઘડી છે. સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર પિઝામાં કેલરી ઘટાડવા માટે તેના પર ટોપિંગ (ચીઝ, કોર્ન, વેજિટેબલ) ઘટાડવું પડશે. લોકોના સારા સ્વાસ્થ્ય માટે પિઝામાં કેલરી ૯૨૮થી વધુ ન હોવી જરૂરી છે.
વિશ્વભરમાં માંસાહારનું પ્રમાણ ઘટી રહ્યું છે. યુકેમાં પણ લોકો માંસાહારને ત્યાગી શાકાહારી કે વેગન બનવા તરફ વળી રહ્યાં છે. ત્રીજા ભાગના બ્રિટિશરોએ માંસ ખાવાનું છોડી દીધું છે અથવા ખોરાકમાં માંસનો ઉપયોગ ઘટાડી દીધો હોવાનું વેઈટરોસના સર્વેમાં જાણવા મળ્યું છે. આઠમાંથી એક બ્રિટિશર હવે શાકાહારી અથવા વેગન બન્યા છે. પ્રાણીઓના કલ્યાણ, પર્યાવરણ અને આરોગ્યની ચિંતાએ બ્રિટિશરોની ખાવાની આદતોમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. પીણાંની બાબતમાં પણ ઓર્ગેનિક વાઈનની લોકપ્રિયતા વધી રહી છે, જેનું વેચાણ ગત વર્ષની સરખામણીએ ૫૩ ટકા વધ્યું હતું.
તંદુરસ્ત વૃદ્ધોને હૃદયરોગ અટકાવવા માટે અપાતી સ્ટેટિન ગ્રૂપની દવાઓથી કોઈ ખાસ લાભ થતો ન હોવાનું સ્પેનિશ વિજ્ઞાનીઓના નવા સર્વેમાં બહાર આવ્યું છે. બ્રિટનમાં ૭૫થી વધુ વયના લોકો તંદુરસ્ત હોય તો પણ ૨૦૧૪થી સ્ટેટિન્સ લઈ શકે છે. ૭૫થી વધુ વયના ઓછું જોખમ ધરાવતા તંદુરસ્ત ૪૭,૦૦૦ લોકો પર સર્વે કરાયો તેમાં સ્ટેટિન્સ આપવાથી કોઈ લાભ થતો હોવાની સાબિતીઓ મળી ન હતી. આના પરિણામે, સ્ટેટિન્સના વ્યાપક ઉપયોગના લાભ-ગેરલાભ વિશે નવેસરથી ચર્ચાઓ ઉભી થશે.
માનવશરીર ઘણું અસુરક્ષિત ગણાય છે. અનેક જીવાણુઓ, વિષાણુઓ સહિતના જીવજંતુઓ માનવશરીર પર ત્રાટકવાની રાહ જ જોતાં હોય છે. જરા પણ ફેવરેબલ સંજોગો જણાય તેની સાથે જ નરી આંખે જોઈ ન શકાય તેવાં સુક્ષ્માતિસુક્ષ્મ બેક્ટેરિયા અને વાયરસનો હુમલો શરુ થઈ જાય છે. આ તો ભલું થજો કુદરતનું કે બેક્ટેરિયા અને વાયરસના આક્રમણોને ખાળી શકાય તેવી સંરચના પણ તેણે કરી આપી છે. આક્રમણખોર જીવાણુ- વિષાણુઓ સામે લડવા આપણા શરીરમાં રોગપ્રતિકારક સિસ્ટમ છે. તમે નોંધ્યું હશે કે જ્યારે પણ તાવ સહિત નાની મોટી બીમારી આવી હોય ત્યારે ડોક્ટર તમને લોહીની તપાસ કરાવવાની સલાહ આપે છે. લોહીની તપાસમાં મુખ્યત્વે રક્તકણો, શ્વેત કણો એટલે કે વ્હાઈટ બ્લડ સેલ્સ (WBC) અને હિમોગ્લોબીનના પ્રમાણ પર પહેલાં ધ્યાન આપવામાં આવે છે.
ઠંડીના દિવસોમાં શિયાળાના શક્તિવર્ધક વસાણાની જેમ ગોળ પણ ખૂબ ગુણકારી છે. આથી જ મોટા ભાગના શિયાળુ પાકમાં ખાંડના બદલે ગોળનો ઉપયોગ થાય છે. ઠંડીના સમયે ગોળનું નિયમિત સેવન તમને અનેક રોગથી બચાવી શકે છે. માનવશરીરને ગોળ કઈ કઈ રીતે લાભદાયી થશે તેની ઉપર એક નજર કરીએ.
ઈંગ્લેન્ડમાં હિન્દુ અને જૈન સમુદાયને ઓર્ગન ડોનેશન માટે ‘ઓપ્ટ આઉટ’ સિસ્ટમથી માહિતગાર કરવા લોર્ડ જિતેશ ગઢિયા અને NHSબ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT) દ્વારા બીજી નવેમ્બર, ૨૦૧૮ના રોજ સંયુક્તપણે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં ૩૦ હિન્દુ અને જૈન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હિન્દુ અને જૈન ઓર્ગન ડોનર્સ વધારવા પર ભાર મૂકાયો હતો. ઓર્ગન ડોનેશન માટે નવો કાયદો ૨૦૧૯ના સ્પ્રિંગ સુધીમાં ઘડાઈ જશે અને એપ્રિલ ૨૦૨૦થી અમલી બનશે. નવી વ્યવસ્થામાં નિર્ણયપ્રક્રિયામાં પણ નિકટના પરિવારજનો સંકળાયેલા રહેશે. NHSBTના જ્હોન ફોરસાઈથે સહુનું સ્વાગત કર્યું હતું.
યુકેમાં બાળસ્થૂળતાનો ટાઈમબોમ્બ ધણધણી રહ્યો છે ત્યારે તેના સામનાની યોજનાના ભાગરુપે આગામી વર્ષના ફેબ્રુઆરીથી સમગ્ર લંડનના ટ્યૂબ સ્ટેશનો અને બસ સર્ટોપ્સ પર જન્ક ફૂડ્સની જાહેરાતો પર પ્રતિબંધ લાગી જશે. મેયર સાદિક ખાને વધુ પ્રમાણમાં મીઠું, સુગર અને ચરબી ધરાવતા આહારનાં વિજ્ઞાપનો પર ત્રાટકવાની જાહેરાત કરી છે. આ સાથે, આરોગ્યપ્રદ પ્રોડક્ટ્સને પ્રમોટ કરવા રેસ્ટોરાં અને ટેકઅવેઝને પરવાનગી પણ આપી છે.
