સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    દસકામાં બે જ વખત ફ્લુ થાય...

    ઇમ્પીરીયલ કોલેજ લંડન દ્વારા કરાયેલા એક અભ્યાસમાં જણાયું છે કે પુખ્ત વયના લોકોને દસ વર્ષમાં વધુમાં વધુ બે જ વખત ફલ્ુ થઇ શકે છે.

    યોગ અને સંયમ...

    ૨૧ જૂને વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાશે. આ પ્રસંગે આપને તન-મન માટે લાભકારક યોગાસનના વિવિધ પ્રકારો વિશે તો ઘણું જાણવા-વાંચવા મળશે, પરંતુ આ લેખમાં સાધુ અક્ષરજીવનદાસજી આપણને યોગ ખરેખર શું છે? તેનું મહત્ત્વ શું છે? તન-મન માટે તે કઇ રીતે ઉપકારક છે? યોગ ક્યારે સાકાર થાય છે? વગેરે મુદ્દે એકદમ સરળ ભાષામાં સમજાવે છે.

    અદભુત ઔષધ આલ્ફાલ્ફા...

    આલ્ફાલ્ફા શબ્દ વાંચીને મૂંઝાઇ ગયાને?! આલ્ફાલ્ફા એટલે આપણે સહુ જેને રજકો તરીકે ઓળખીએ છીએ તે. આ કઠોળને ફણગાવીને કે એની ચા બનાવીને લેવાથી હાડકાં નબળાં પડવાં, હાર્ટને લગતી તકલીફો, સ્ટ્રોક, ડાયાબિટીસ કે નબળી રોગપ્રતિકારક શક્તિ જેવી કોઈ પણ જાતની સમસ્યામાં એ તારણહાર બની શકે છે.

    તમારું સંતાન લખવામાં ખૂબ ભૂલો...

    આપણે એક યા બીજા સમયે જોયું છે કે કેટલાક બાળકો તેમના શિક્ષકોથી માંડીને માતા-પિતાના સતત પ્રયાસો છતાં ભણવામાં ઢ જ રહેતા હોય છે. મોટા ભાગના કિસ્સામાં શિક્ષકોથી માંડીને મા-બાપો આવા બાળકને ‘ડફોળ’ કે ‘આળસુ’ તરીકે ખપાવી દે છે. તે લોકો એવું જ માનતા હોય છે કે આને તો ભણવામાં સાવ રસ જ નથી. પરંતુ દરેક કિસ્સામાં આવું હોય છે? ના. ઘણી વખત બાળકની મનોસ્થિતિ જ એવી હોય છે કે તેને કંઇ પણ નવું શીખવાના ફાંફા પડી જાય છે.

    ડાયાબિટીસના ૩૩ ટકા દર્દીને સ્

    ડાયાબિટીસ ભલે ખુદ એક રોગ ન હોય, પરંતુ તે અસંખ્ય રોગોને આવકારનારી એક શારીરિક અવસ્થા છે. ડાયાબિટીસને કારણે શરીરનું લગભગ દરેક અંગ અસરગ્રસ્ત થઈ શકે છે. ડાયાબિટીસના મોટા ભાગના દર્દીઓ ડાયાબિટીસના કારણે બીજા રોગો જેમ કે બ્લડ પ્રેશર, ઓબેસિટી કે હાર્ટ -ડિસીઝ ન થાય, કિડનીમાં ડેમેજ ન થાય એનું ધ્યાન રાખતા હોય છે. અમુક લોકો આજકાલ ડાયાબિટીસને લીધે થતા આંખના રોગો અને ડાયાબિટીક ફૂટ એટલે કે ડાયાબિટીસને કારણે પગના તળિયે થતી સમસ્યાઓ વિશે જાણતા થયા છે. જોકે ડાયાબિટીસના દર્દીઓને થતી એક બીજી એક વ્યાપક સમસ્યા સ્કિન-પ્રોબ્લેમ્સ.

    યુકેની લોકપ્રિય આરોગ્ય સેવા NHS

    લંડનઃ કોઈ પણ સમાજ અને રાષ્ટ્ર માટે સમૃદ્ધિની પારાશીશી તેના નાગરિકોનાં આરોગ્યને ગણવામાં આવે છે. આ બાબતે બ્રિટન સદનસીબ છે કે તેની પાસે નેશનલ હેલ્થ સર્વિસ (NHS) જેવી મહત્ત્વપૂર્ણ સંસ્થા છે, જે ૭૦ વર્ષે પણ અડીખમ છે. પાંચ જુલાઈ, ૧૯૪૮ના દિવસે તત્કાલીન હેલ્થ સેક્રેટરી એન્યુરિન બીવનના હસ્તે માન્ચેસ્ટરમાં પાર્ક હોસ્પિટલ (જે આજે ટ્રેફોર્ડ જનરલ હોસ્પિટલના નામે ઓળખાય છે) ખાતે NHS ને લોન્ચ કરવામાં આવી હતી. તેના સ્થાપક બીવને તેને સામાજિક સેવામાં વિશ્વમાં સૌપ્રથમ મહાન પ્રયોગ તરીકે ગણાવી હતી. બ્રિટિશરો NHSને ચાહે છે કારણકે તે તેમના આરોગ્ય અને સ્વાસ્થ્યની ચિંતા કરે છે. બ્રિટનની સામાજિક ચેતનામાં એનએચ એસનું અનન્ય સ્થાન છે. વ્યક્તિની સંપત્તિ કે સામાજિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના જ આ સંસ્થા સમગ્ર સમાજને સેવા આપે છે. તેનો સિદ્ધાંત જ તમામને આરોગ્યસંભાળ પૂરી પાડવાનો રહ્યો છે.

    યુકેમાં પ્રતિબંધિત ગ્રેસ્બી સીરિન્જો

    યુકેમાં પ્રતિબંધિત કરાયેલી ગ્રેસ્બી સીરિન્જ ડ્રાઈવર ભારત, સાઉથ આફ્રિકા અને નેપાળમાં મોકલી અપાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સીરિન્જનો વપરાશ અસલામત હોવા વિશે છેક ૧૯૯૫થી હોબાળો થતો હતો, જેના પગલે બ્રિટિશ નેશનલ હેલ્થ સિસ્ટમ (NHS) દ્વારા ૨૦૧૦થી તેનો ઉપયોગ તબક્કાવાર બંધ કરાયો હતો. આ અસલામત સીરિન્જ્સનો ઉપયોગ ભારતની કેટલીક હોસ્પ઼િટલોમાં કરાયાની શક્યતા સન્ડે ટાઈમ્સના અહેવાલમાં દર્શાવાઈ છે. અખબારે એમ પણ જણાવ્યું ૩૦ વર્ષના ગાળા દરમિયાન NHS માં થયેલાં મૃત્યુમાં આ સીરિન્જ પમ્પ્સને કારણભૂત ગણાવાયા હતા.

    ૧૦,૦૦૦ પોલીસ ઓફિસરે બીમારી....

    તણાવ અથવા ચિંતાતુરતાના કારણે બીમારીની રજા લેનારા પોલીસ ઓફિસર્સની સંખ્યામાં ગત વર્ષમાં ૭૭ ટકાનો ઉછાળો આવ્યો છે. ગત વર્ષમાં આશરે ૧૦,૦૦૦ પોલીસ અધિકારીએ સ્ટ્રેસ અથવા એંગ્ઝાઈટીના કારણે રજા લીધી હતી, જે સંખ્યા ઈતિહાસમાં સૌથી વધુ છે. દેશમાં ૧૨૨,૦૦૦ પોલીસ અધિકારી છે તેને ધ્યાનમાં લેતાં ૧૨માંથી લગભગ એક અધિકારી નોકરીનાં તણાવના લીધે બીમારીની રજા ભોગવે છે.

    ‘સેવન અપ એક્સરસાઇઝ’ એટલે શું?...

    રાત્રે સૂઈને સવારે એકદમ ઉઠતી વખતે કે બપોરે સૂતા પછી ઓચિંતા ઉઠતી વખતે મોટી ઉંમરની વ્યક્તિઓ (ખાસ કરીને સ્ત્રીઓ)ને એકાદ મિનિટ માટે આંખે અંધારા આવે છે કે ચક્કર આવે છે અને જો નજીકમાં કઈ પકડી લેવાનો આધાર ના હોય તો પડી પણ જવાય અને શરીરને ઇજા થાય અથવા હાથના, પગના કે કમરના હાડકાં પણ તૂટી જાય એવું બને અને કોઈ કારણ વગર હેરાન થઈ જાઓ. આવું ના થાય માટે સવારે કે બપોરે ઊંઘમાંથી જાગો ત્યારે એકદમ પથારી કે સોફામાંથી ઊભા થતાં પહેલા નીચે બતાવેલી ‘સેવન અપ’ કસરત કરીને ઊભા થશો તો ચક્કર નહિ આવે અને પડી નહીં જાઓ અને તમારા શરીરને કોઈ-નુકસાન નહીં થાય.