સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    બેથી વધુ બાળકો માતાની તંદુરસ્

    મોટા ભાગના માતાપિતા એ વાતનો સ્વીકાર કરે છે કે બાળકો તેમનામાં તંગદિલી વધારે છે. હવે એ વાતનો પણ સ્વીકાર થયો છે કે બેથી વધુ બાળકો માતાની તંદુરસ્તીને નુકસાન પહોંચાડે છે. મહિલાને જેમ જેમ વધુ બાળક ધરાવતી થાય તેમ તેમ હૃદયરોગનું જોખમ વધતું હોય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીએ કરેલા અભ્યાસના તારણમાં દાવો થયો છે.

    હેલ્થ ટિપ્સઃ વિટામિનની ગોળી ક

    રોજબરોજના પોષણમાં વિટામિનની અગત્યતા ખૂબ જ છે. વિટામિનની ઊણપના કારણે ઘણા રોગો થઈ શકે છે. જેમ કે, અત્યારે બી-૧૨, ડી વગેરેની ઊણપ ખૂબ જ સામાન્ય જોવા મળે છે. આ વિટામિનની ઊણપને કારણે લાંબા ગાળે ખૂબ નુકસાન થઈ શકે છે. શાકાહારમાં બી-૧૨ બહુ મર્યાદિત હોય છે. એ જ પ્રમાણે બીજા કોઈ પણ વિટામિનની ઊણપ હોય ત્યારે તેને માટે વિટામિનની ગોળીઓ લેવી જરૂરી બને છે. એનો અર્થ એવો નથી કે દરેક ઉંમરે અને કોઈ પણ વ્યક્તિ વિટામિનની ગોળીઓ ચણા-મમરાની જેમ ફાકી શકે છે. વિટામિનની ગોળી ખોરાકનો પર્યાય બની શકતી નથી. 

    ડાયાબિટીક દર્દી માટે ત્વચાની

    ડાયાબિટીસને કારણે લોકો સ્કિન-પ્રોબ્લેમ્સનો ભોગ બની રહ્યા છે એ આપણે વીતેલા સપ્તાહે જાણ્યું. આપણે જોયું કે ડાયાબિટીસથી શરીરમાં લોહીની નસો પર થતી અસર, જેમાં નસોનું સેન્સેશન ઓછું થઈ જાય છે એ પ્રોબ્લેમ જ સ્કિન-પ્રોબ્લેમ્સ પાછળનું મુખ્ય કારણ છે. આ સિવાય ડાયાબિટીસને કારણે દર્દીમાં જોવા મળતું ખરાબ બ્લડ-સરક્યુલેશન, ઓબેસિટી અને ઈન્ફેક્શનનું વધુ જોખમ સમસ્યાને વધારે છે. આ સિવાય આપણે ડાયાબિટીક ડર્મોપથી, નેક્રોબાયોસિસ એન્ડ લિપોઈડિકા ડાયા-બેટિકોરમ (NLD) અને વિટિલિગો જેવા ડાયાબિટીસના દર્દીઓને થતા રોગો વિશે માહિતી મેળવી હતી. આ સપ્તાહે આપણે એવા જ બીજા રોગો વિશે જાણીએ.

    બાળકોને અતિ સ્વચ્છ રાખવાની

    આનુવંશિક રીતે જોખમ ધરાવતાં બાળકોને જંતુઓ લાગે નહિ તેવાં ભયથી તેમને અતિ સ્વચ્છ રાખવાની ઘેલછા તેમનામાં ન્યૂકેમિયા નોંતરી શકે તેવી ચેતવણી નિષ્ણાતોએ આપી છે. જંતુમુક્ત વાતાવરણમાં ઉછરેલાં ઉંદરોને સામાન્ય વાતાવરણમાં ખુલ્લાં છોડાયા તો તેમને લ્યૂકેમિયાનો રોગ થયો હતો.

    હેલો કંચનબેન પેલી નર્સ તમારો કોન્ટેક્ટ નંબર માંગે છે તો તેને આપુ ?

    હરીશભાઈએ બાહુ જ અનંદમાં વાત કરતા મને પુછ્યું. હું તો થોડી કન્ફ્યુઝ થઇ ગઇ! હરીશભાઇ એ તુરંત જજ કહ્યું કે 'એ તો એમનું બ્લડ સુગર લેવલ ૭.૪ હતું, તે ઘટીને અત્યારે ૪.૭ થઇ ગયું એટલે ડાયાબિટીસ સ્પેશ્યાલીસ્ટ નર્સ તેમની ડાયાબીટીશની દવા બંધ કરવાનું કહે છે.

    ડહાપણની દાઢ તમને હેરાન કરે છે?...

    દાંત સાથે સંકળાયેલી તકલીફોમાં ડહાપણની દાઢની તકલીફ સૌથી પીડાદાયક છે. ક્યારેક જડબામાં કે મોઢામાં જગ્યા ન હોવાને કારણે ડહાપણની દાઢ પૂરી નીકળી શકતી નથી ત્યારે અસહ્ય દુખાવો કરે છે. આવા સમયે દાઢને કાઢી નાખવી એ જ યોગ્ય ઉપાય છે

    આ રીતે દૂર કરો તણાવને......

    ઓફિસ તેમજ ઘરના કામ પૂરા કરવામાં અને સામાજિક રીતરિવાજોને પૂરા કરવા માટે રોજ-બ-રોજનાં વાતાવરણનો સામનો કરવો એ આપણાં માટે સરળ છે, પરંતુ આપણે નક્કી કરેલા કામોની યાદીમાંથી દરેક કામને નિશ્ચિત સમયે પૂર્ણ કરવું તે આપણાં માટે થોડું અઘરું છે. આ ઉપરાંત દરેક વ્યક્તિને ખુશ કરવાનો પ્રયાસ તમને આનંદ કરતાં સ્ટ્રેસ વધારે પહોંચાડે છે. આથી જ માનસિક તણાવનું નિયંત્રણ જરૂરી છે. જો તણાવને અંકુશમાં રાખશો તો તમે પણ ખુશ રહેશો અને તમારા સ્વજન પણ. જોકે અહીં લાખ પાઉન્ડનો સવાલ એ છે કે તણાવને અંકુશમાં રાખવો કઇ રીતે?

    સ્વસ્થ લોકોમાં બ્લડ ગ્લુકોઝ..

    દેખીતી રીતે જ તંદુરસ્ત લોકોને ઘણી વખત બ્લડ સુગર વધી જતી હોવાનો અનુભવ થાય છે. તે ડાયાબિટીસ સાથે સંકળાયેલ હોવાનું સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે. અભ્યાસમાં જણાયું હતું કે ડાયાબિટીસ ન હોય તેવી પાંચમાંથી એક વ્યક્તિને નાસ્તામાં સિરિયલ્સ ખાધા પછી બ્લડ ગ્લુકોઝ વધવાનો અનુભવ થાય છે. જોકે, તે સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે કે નહીં તેનો હજુ કોઈ પૂરાવો મળ્યો નથી. જોકે, ડાયાબિટીસ ધરાવતા લોકોમાં આવી રીતે વધારો થતો રહે તો તે અંગને નુક્સાન પહોંચાડી શકે.

    પુરુષ જનનાંગમાં ખામી સાથે પ્લાસ્ટિક

    ફૂડ ચેઈનમાં પ્રવેશેલા પ્લાસ્ટિકના વપરાશને લીધે નવજાત શિશુઓમાં જનનેન્દ્ર્રિય સંબંધી અનિયમિતતા ઉભી થઈ રહી છે અને તે શિષ્નના કદમાં ઘટાડાનું કારણ બની શકે તેમ હોવાનું અભ્યાસમાં જણાયું હતું. મેલ્બોર્ન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ શિષ્નમાં જન્મજાત ખામી એટલે કે હિપ્સોપેડિયાના વધતા પ્રમાણને લીધે ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે તેમ છે.

    ડિમેન્શિયાના દર્દીઓને વધુ પડતી દવા

    ડોક્ટરો ડિમેન્શિયાના દર્દીઓને સ્લિપિંગ અને પેઈન ડ્ર્ગ્સનો ઓવરડોઝ આપે છે. આ દવાઓને લીધે દર્દીઓેને ફાયદો તો ખૂબ ઓછો થાય છે. પરંતુ, તેમને મોતનું, માંદગીનું અને હાડકા તૂટવાનું જોખમ વધી જતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું. નિષ્ણાતોએ ડિમેન્શિયાના લક્ષણો દૂર થાય તે માટે ગોળીઓને બદલે અન્ય પ્રકારે સારવારના પ્રયાસ માટે અનુરોધ કર્યો હતો.