સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    મસાલા તરીકે, ઔષધ તરીકે અને ધાર

    લવિંગ રસોડામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. લવીંગ એ એવા મસાલામાંથી એક છે જેનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે તો થાય જ છે વળી તેનો ઉપયોગ ઔષધ અને પૂજાવિધિમાં, ધાર્મિક પ્રસંગોમાં પણ કરવામાં આવે છે. પહેલાના વખતમાં મૂલ્યવાન રત્નોના બદલામાં તેજાના આપવામાં આવતા હતા.

    હા, હેપેટાઇટિસથી પણ બચાવ શક્ય

    હેપેટાઇટિસ લિવરનો રોગ છે. એનો અર્થ જ લિવર પર સોજો એમ થાય છે અને આ હેપેટાઇટિસ માટે જવાબદાર પાંચ અલગ-અલગ વાઇરસથી પાંચ અલગ-અલગ પ્રકારના રોગ થાય છે જે હેપેટાઇટિસ A, હેપેટાઇટિસ B, હેપેટાઇટિસ C, હેપેટાઇટિસ D, હેપેટાઇટિસ E તરીકે ઓળખાય છે. સમગ્ર દુનિયામાં ૧૫ લાખ લોકો દર વર્ષે હેપેટાઇટિસને કારણે મૃત્યુ પામે છે. સૌથી મહત્વની વાત એ છે કે હેપેટાઇટિસથી બચવું શક્ય છે.

    લાંબો સમય બેસી રહેવાથી ડાયાબિ

    એક નવા સંશોધનના તારણ અનુસાર, એક જગ્યાએ લાંબો સમય બેસી રહેવું અત્યંત ખતરનાક બની રહે છે. જે લોકો સતત એકધારાં બેસી રહેતાં હોય છે તેમને લાંબા ગાળે ડાયાબિટીસનો ભોગ બનવાનો વારો આવે છે. અનિયમિત જીવનશૈલીની સાથે સાથે આપણી ટેવો પણ ડાયાબિટીસને નોતરી શકે તે આ અભ્યાસ પુરવાર કરે છે. 

    ૩૬થી વધુ વયે મહિલાઓની માતા બનવાની શક્યતા ઓછી

    ઉંમર વીતી ગયા પછી ફેમિલી શરૂ કરવાની આશામાં સ્ત્રીબીજ ફ્રીઝ કરાવતી ૩૬થી વધુ વયની મોટા ભાગની સંતાનવિહોણી મહિલાઓને ગર્ભવતી થવા માટે મોડું થયું હોવાનું જણાવવા નિષ્ણાતોએ અનુરોધ કર્યો હતો. મહિલા ૩૬ વર્ષની થાય તે પહેલા તે બીજને ગર્ભમાં અંકુરિત થવાની શક્યતા ૮.૨ ટકા હોય છે. પરંતુ, ૩૬થી ૩૯ વચ્ચે તે માત્ર ૩.૩ ટકા જ રહે છે.

    બ્લૂ વ્હેલની જેમ બાળકોને આત્મ

    જીવલેણ બ્લૂ વ્હેલ ગેમ ચેલેન્જ બાદ હવે સોશિયલ મીડિયા પર વધુ એક ચેલેન્જ વાઈરલ થઈ રહી છે. વ્હોટ્સએપ પર પોપ્લુલર થઈ રહેલી આ ગેમ Momo ચેલેન્જના નામે ઓળખાય છે. આર્જેન્ટિના, મેક્સિકો, અમેરિકા, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં આ ચેલેન્જનો ઝડપથી વ્યાપ વધી રહ્યો છે. આ ચેલેન્જ બાળકોને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરે છે. મોમો ચેલેન્જ ક્યાંથી આવી અને તેને કોણે બનાવી એ અંગે હજુ કોઈ જાણકારી મળતી નથી.

    એકલતા ખરેખર તમારા હૃદય માટે નુ...

    એકલતા ભોગવતા લોકોમાં હૃદયની બીમારીથી મોતનું જોખમ બમણું થઇ જાય છે. જ્યારે સામાજિક સથવારાનો અભાવ હોય ત્યારે લોકો બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી લેતા હોય છે. આ ઉપરાંત આ લોકો તણાવનો પણ ભોગ બનતા હોય છે, તેવું તાજા અભ્યાસમાં જાણવા મળ્યું છે. આવા લોકો નિયત સમયે દવા લેવાનું પણ ઓછું પસંદ કરે છે, સરવાળે હૃદયરોગ જેવી બીમારીઓ તેમને ભરખી જાય તેવું જોખમ બેવડાઇ જતું હોય છે.

    હે-ફીવર એલર્જીથી બચવાનો આયુર્

    આપણામાંથી મોટા ભાગના સૌએ આ વર્ષે  ઉનાળાનો આનંદ માણ્યો હશે, સિવાય કે જેઅો હે ફીવરથી પિડાય છે. ખોરાક, ધૂળ, પોલન, ફૂગ અથવા ખોડાને લીધે થતી એલર્જી એક પ્રકારની અતિસંવેદનશીલતાનું રિએક્શન છે. એલર્જી થવાનું મુખ્ય કારણ આમ (ટોક્સિન) જે અધૂરા પચેલા ખોરાકમાંથી બનેલો ચીકણો પદાર્થ છે.

    ડિમેન્શિયાના દર્દીઓને વધુ પડતી દવા ..

    ડોક્ટરો ડિમેન્શિયાના દર્દીઓને સ્લિપિંગ અને પેઈન ડ્ર્ગ્સનો ઓવરડોઝ આપે છે. આ દવાઓને લીધે દર્દીઓેને ફાયદો તો ખૂબ ઓછો થાય છે. પરંતુ, તેમને મોતનું, માંદગીનું અને હાડકા તૂટવાનું જોખમ વધી જતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું. નિષ્ણાતોએ ડિમેન્શિયાના લક્ષણો દૂર થાય તે માટે ગોળીઓને બદલે અન્ય પ્રકારે સારવારના પ્રયાસ માટે અનુરોધ કર્યો હતો.

    હીટવેવ અને ડેટિંગ એપ્સથી સિફિલીસનું પ્રમાણ વધ્યું

    ગરમ હવામાન અને ડેટિંગ એપ્સને લીધે યુકેમાં તાજેતરમાં સિફિલીસ રોગનું પ્રમાણ વધ્યું હોવાનું તબીબી વ્યવસાયિકોએ જણાવ્યું હતું. હેલ્થ વિભાગના વડાઓએ જણાવ્યું હતું કે તાજેતરના હીટવેવને લીધે લોકો જાતીય રીતે વધુ સક્રિય થતાં આ ચેપી રોગ ફેલાયો હતો.

    ડાયેટ પીલ્સથી પુરુષોના મૃત્યુમાં વધારો

    ગેરકાયદેસર દવાઓ ઓનલાઈન ખરીદવાની બાબતે સલામતી રાખવાની હેલ્થ એક્સપર્ટની ચેતવણી છતાં બોડી ઈમેજ જાળવી રાખવાના દબાણને લીધે ડાયટ પીલ લેવાથી મૃત્યુ પામતા પુરુષોની સંખ્યામાં વધારો નોંધાયો હતો.