એનર્જી ડ્રિન્ક્સમાં ઊંચા પ્રમાણમાં કેફિન અને સુગર હોવાના કારણે તરુણોના આરોગ્ય પર ખરાબ અસરો પડતી હોવાની ચિંતાના પરિણામે ઈંગ્લેન્ડમાં બાળકોને એનર્જી ડ્રિન્ક્સ વેચવા પર પ્રતિબંધ લાદવામાં આવનાર છે. સૂચિત પ્રતિબંધનો અમલ કેવી રીતે કરવો તે અંગે કન્સલ્ટેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. મિનિસ્ટર્સ દ્વારા રેડ બુલ, મોન્સ્ટર એનર્જી સહિતના એનર્જી ડ્રિન્ક્સ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. પ્રતિબંધનો અમલ ૧૬ કે ૧૮ વર્ષના તરુણોને વેચાણ પર લાગુ કરાશે તે મુખ્ય પ્રશ્ન છે. યુરોપના અન્ય દેશોની સરખામણીએ યુકેમાં બાળકો દ્વારા એનર્જી ડ્રિન્ક્સનો વપરાશ અંદાજે ૫૦ ટકા વધુ હોવાનું મનાય છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
વજન ઘટાડવા માગતા લોકો માટે ખુશખબર. વિજ્ઞાનીઓએ વજન ઘટાડવાનો ખૂબ સરળ ઉપાય શોધી કાઢ્યો છે. તેમણે હાથ ધરેલા અભ્યાસ મુજબ બ્રેકફાસ્ટ મોડા અને ડિનર વહેલા લેવાથી વજન ઘટે છે.
એક સંશોધનમાં એવું તારણ વ્યક્ત કરવામાં આવ્યું છે તમારી જાતને યુવાન માનવાથી મગજ ઉંમર વધવાની ગતિ મંદ પાડી શકે છે. પોતાની જાતને યુવાન માનનાર લોકો સારી સ્મરણશક્તિ ધરાવે છે. જેઓ પોતાની જાતને યુવાન માને છે તેમના મગજમાં ગ્રે મેટર વધે છે. ગ્રે મેટર સાંભળવામાં, લાગણી વ્યક્ત કરવામાં, નિર્ણયો લેવામાં અને સ્વનિયંત્રણમાં ભાગ ભજવે છે. આવા લોકો તીવ્ર સ્મરણશક્તિ પણ ધરાવે છે અને પોતાની જાતને તંદુરસ્ત માને છે.
આપ જેટલો વધુ સમય ઘરની બહાર - કુદરતના ખોળે રહો છો તેટલું આપના માટે વધુ સારું છે તેમ હવે સત્તાવાર રીતે પુરવાર થયું છે. જે લોકો ઘરની બહાર વધુ સમય રહે છે તેમનું આરોગ્ય સુધરે છે. વ્યક્તિ જેટલો વધુ સમય ઘરની બહાર કુદરતનાં સાંનિધ્યમાં રહે છે તેમ તેમને ટાઇપ-ટુ ડાયાબિટીસ થવાનું કે હાર્ટના રોગો અને હાઇ બીપી થવાનું જોખમ ઓછું રહે છે. તેઓ સ્ટ્રેસનો ભોગ પણ બનતાં નથી.
સિંગ એ ગરીબોની બદામ ગણાય છે. તો તલમાં શરીર માટે લાભકારક ચરબી છે.
તાજેતરના સર્વેમાં જણાયું હતું કે ઈંગ્લેન્ડના ૫૦ અને તેથી વધુ વયના ૧૬ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે ટોઈલેટ જાય છે ત્યારે દરેક વખતે તેમના પેશાબનો કલર ચેક કરે છે. મહિલાઓ દરેક વખતે યુરિનનો કલર ચેક કરે તેની શક્યતા ઓછી હોય છે. ૨૦ ટકા પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં આ પ્રમાણ ૧૨ ટકા છે.
યુકેમાં ત્રીજા ભાગ કરતાં વધુ પુખ્તોને પૂરતી કસરત મળતી ન હોવાનું અભ્યાસમાં જણાયું હતું. દસમાંથી ચાર મહિલા દર ત્રણમાંથી એક પુરુષની સરખામણીમાં કામમાં બેઠા બેઠા અથવા ઘરે વધુ પડતો સમય ગાળતી હોવાનો દાવો કરાયો હતો. તંદુરસ્ત રહેવા માટે શારીરિક પ્રવૃત્તિનિ ભલામણમાં દર અઠવાડિયે લગભગ ૧૫૦ મિનિટની મધ્યમ અથવા ૭૫ મિનિટની સખત કસરત કરવી જરૂરી છે.
તંદુરસ્ત વૃદ્ધોને હૃદયરોગ અટકાવવા માટે અપાતી સ્ટેટિન ગ્રૂપની દવાઓથી કોઈ ખાસ લાભ થતો ન હોવાનું સ્પેનિશ વિજ્ઞાનીઓના નવા સર્વેમાં બહાર આવ્યું છે. બ્રિટનમાં ૭૫થી વધુ વયના લોકો તંદુરસ્ત હોય તો પણ ૨૦૧૪થી સ્ટેટિન્સ લઈ શકે છે. ૭૫થી વધુ વયના ઓછું જોખમ ધરાવતા તંદુરસ્ત ૪૭,૦૦૦ લોકો પર સર્વે કરાયો તેમાં સ્ટેટિન્સ આપવાથી કોઈ લાભ થતો હોવાની સાબિતીઓ મળી ન હતી.
ઈંગ્લેન્ડના છ મિલિયન સ્મોકરને પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા ૧લી ઓક્ટોબરથી શરૂ થનારી ૨૮ દિવસની સ્ટોપ સ્મોકિંગ ચેલેન્જ સ્ટોપ્ટોબરમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
તા.૨૭ સપ્ટેમ્બરે મળનારી યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની ત્રીજી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ડાયાબિટીસ, હૃદય રોગ અને કેન્સર જેવા બિન ચેપી રોગો (NCD) વિશે ચર્ચા થશે ત્યારે તેમાં ડાયાબિટીસનું વધતું પ્રમાણ મહત્ત્વનો મુદ્દો રહેશે. આ બેઠક અગાઉ ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (IDF) દ્વારા નવા સંશોધનમાં જણાયું હતું કે માત્ર ૧૭ ટકા લોકો જ તેમની સરકાર ડાયાબિટીસનો સામનો કરવા માટે પૂરતા પ્રયાસ કરી રહી હોવાનું માને છે.
