ઊંઘમાં નસકોરાં બોલે અને ક્યારેક શ્વાસ રોકાઈ જતાં ઝબકીને જાગી જવાની સમસ્યા મેદસ્વીઓ લોકોમાં વધુ જોવા મળે છે. ક્યારેક આવી તકલીફ સ્લીપ એપ્નીઆમાં પરિણમતી હોય છે. આ એક એવી બીમારી છે જેમાં મગજને ઓક્સિજન ઓછો મળે છે. કેટલાક કિસ્સામાં ગળામાંની વધુ પડતી ચરબીને કારણે ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીઆની સમસ્યા આકાર લે છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
વય વધવાની એક સૌથી મોટી નિશાની છે વાળ સફેદ થવાની. આજની યુવા પેઢી તો માથામાં એક પણ સફેદ વાળ દેખાય કે ચિંતાથી ઉછળી પડે છે. જોકે આજકાલ કસમયે વાળ ધોળા થઈ જવાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. પહેલાં એટલે કે આજથી વીસેક વરસ પહેલાં તો વ્યક્તિ પિસ્તાળીસ-પચાસ વર્ષને આંબે એટલે વાળ પાકા થવા લાગતા, પણ હવે તો ૧૭-૧૮ વર્ષના છોકરડાના માથામાં પણ સફેદ વાળ મળી આવે તો નવાઇ નથી લાગતી. કસમયે સફેદ થઈ જવા માટે મુખ્યત્વે જીન્સને કારણભૂત માનવામાં આવે છે, પણ કેટલાંક ફેકટર્સ એવાં પણ છે જેનાથી સફેદ વાળની સમસ્યાને તમે કન્ટ્રોલમાં લાવી શકો એમ પણ છો.
આરોગ્ય સેવાને બરાબર ચલાવવા માટે NHS ઈંગ્લેન્ડ દ્વારા વિદેશથી ૩,૦૦૦ જીપીની ભરતી કરવા માટે ૧૦૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરવામાં આવનાર છે. ઈંગ્લેન્ડમાં ફેમિલી જીપી યોજનામાં એક ડોક્ટરની ભરતી કરવા માટે રીક્રુટમેન્ટ એજન્સીને આશરે ૨૦,૦૦૦ પાઉન્ડ મળશે. ડોક્ટરોની તીવ્ર અછતનો સામનો કરવા આ અભિયાન હાથ ધરાયું છે. NHS ઈંગ્લેન્ડને વધારાના ડોક્ટર્સ યુરોપમાંથી મળી રહેવાની આશા છે.
આયર્નની ઊણપ હોય તો હીમોગ્લોબિન ઓછું હોય એવું તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ એ વાત બહુ ઓછા લોકો જાણે છે કે આર્યનનું કામ માત્ર હીમોગ્લોબિન પૂરતું જ સીમિત નથી. આયર્ન એ મગજ અને શરીરના વિકાસ માટે પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બાળક માના પેટમાં હોય ત્યારથી લઈને પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં મગજનો મહત્તમ વિકાસ થાય છે અને એટલે જ સ્ત્રીઓ અને બાળકોએ આયર્નની જરૂરિયાત પૂરી થાય એ જોવું જરૂરી છે. આયર્નની કમીને કારણે શરીરમાં શું થાય એ સમજવા માટે પહેલાં તો એની જરૂરિયાત સમજવી જરૂરી છે.
રોજ એકના એક ગાર્ડનમાં વોકિંગ કરવા જવાનું બોરિંગ લાગતું હોય તો એમાં પણ કંઈક નાવીન્ય લાવવાની જરૂર છે. આવો, જોઈએ મોર્નિંગ-વોકમાં કેવી વિવિધતા લાવી શકાય છે.
દોડધામભરી જિંદગી અને અસંતુલિત ભોજનના કારણે આપણે હૃદય સંબંધિત રોગને સામે ચાલીને આમંત્રણ આપીએ છીએ. જો થોડી સાવધાની રાખવામાં આવે તો અનેક રોગને થતાં પહેલાં જ ડામી શકાય છે. ૨૯ સપ્ટેમ્બરે ‘વર્લ્ડ હાર્ટ ડે’ છે તે નિમિત્તે હૃદયની કાળજી રાખવા શું કરવું તે જાણીએ.
છેલ્લા કેટલાક સમયમાં એર ટ્રાફિક વધ્યો છે. દરેક સ્તરના લોકો મુસાફરી કરે છે. તેમાં લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. હવાઈ મુસાફરી પ્રવાસીઓના મનોબળ પર અસર કરી તેને નબળું પાડે છે. આ ઉપરાંત, ઓક્સિજન ઓછો મળવાથી વિચારશક્તિ તેમજ રીફ્લેક્સીસને પણ અસર થાય છે. લંડનના ગેટવિક એરપોર્ટ દ્વારા પ્રવાસીઓના સર્વેમાં ૧૫ ટકા પુરુષો અને ૧૦ ટકા મહિલા સહિત કુલ ૨૫ ટકા લોકોએ તેઓ મુસાફરી દરમિયાન ભાવુક થતાં હોવાનું કહ્યું હતું.
આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે અમુક-તમુક વ્યક્તિનું હાર્ટ ફેલ્યર થઈ ગયું છે. સામાન્ય રીતે આપણે એવું સમજીએ છીએ કે હાર્ટ ફેલ્યર એટલે હૃદય ધબકતું બંધ થઈ ગયું, પણ ખરેખર એવું નથી હોતું. હાર્ટ ફેલ્યરનો અર્થ માત્ર એટલો જ થાય કે આપણા હૃદયે શરીરને સાબૂત રાખવા માટે જેટલું લોહી પમ્પ કરવું જોઈએ એટલું એ પમ્પ નથી કરી શકતું. એટલે જ આવા નબળા હૃદયની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો સ્થિતિ ઉત્તરોત્તર વધુ બગડતી જાય છે.
આપણી એક માન્યતા મુજબ વિટામિન સી માત્ર ખાટાં ફળોમાંથી મળે છે. આ માન્યતાનો ભાંગીને ભુક્કો કરતાં નિષ્ણાત ડાયેટિશ્યન જણાવે છે કે વિટામિન સીનો આમળાં પછીનો સેકન્ડ રિચેસ્ટ સોર્સ એટલે જામફળ. નારંગી કે સંતરાને વિટામિન સીનો સોર્સ માનવામાં આવે છે, પરંતુ એના કરતાં જામફળમાંથી ઘણા વધારે પ્રમાણમાં વિટામિન સી મળે છે.
મોટા ભાગે નવા વર્ષે લોકો સ્વાસ્થ્ય સુધારે તેવા ઘણા સંકલ્પ લે છે, પરંતુ એને વળગી રહીને એનું પાલન કરનારા ઘણા ઓછા જોવા મળે છે. આજે આપણે નિષ્ણાતો પાસેથી જાણીએ કેટલાક સરળ અને સુલભ સંકલ્પો, જે પાળવા અઘરા પણ નથી અને જો તેને આપણા જીવનનો ભાગ બનાવી શકાય તો તે તન-મનની ચુસ્તી-દુરસ્તી માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
