લેન્સેટમાં પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય અભ્યાસના અનુમાન અનુસાર વિશ્વભરમાં ૨૦૫૦ સુધીમાં ૧૩.૧ કરોડ લોકો પાગલપણાના શિકાર હશે. હાલ આશરે ૪.૭ કરોડ લોકો પાગલપનના શિકાર છે. લંડનમાં અલ્ઝાઈમર્સ એસોસિયેશન ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં રજૂ કરાયેલા અભ્યાસ અનુસાર જો લોકો જીવનમાં માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપે તો પાગણપણાના પ્રત્યેક ત્રણ કેસમાંથી એક કેસને અટકાવી શકાય છે. જોખમી પરિબળોના ૩૫ ટકાને કાબુમાં લઈ શકાય છે જ્યારે ૬૫ ટકા પરિબળ વ્યક્તિના નિયંત્રણની બહાર હોય છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
સોયની અણી વાગે તો પણ ચીસ નીકળી જાય એવા આપણા શરીર પર ડોક્ટર વિવિધ પ્રકારનાં સાધનોથી સર્જરી કરી રહ્યાં હોય તો પણ ખબર પડતી નથી તે કમાલ છે એનેસ્થેશિયાની...
ઈંગ્લેન્ડમાં ભારે શરાબપાન આગામી પાંચ વર્ષમાં ૬૩,૦૦૦નો ભોગ લેશે તેવી ચેતવણી આપતા મેડિકલ વ્યવસાયના વરિષ્ઠ સભ્યો અને હેલ્થ ચેરિટીઝે આલ્કોહોલ માટે લઘુતમ યુનિટ પ્રાઈસિંગ દાખલ કરવા સરકારને અનુરોધ કર્યો છે. નવા સંશોધનમાં આલ્કોહોલના કારણે લિવરના રોગનું પ્રમાણ વધેલું જણાયું છે. સસ્તી કિંમતનો આલ્કોહોલ મોટુ દૂષણ છે જેનાથી ને આગામી પાંચ વર્ષમાં ૧૬.૭૪ બિલિયન પાઉન્ડનો બોજો સહન કરવો પડશે.
બ્રિટનમાં લિવર ડાયાલિસીસ મશીનની સારવારથી આલ્કોહોલના લીધે નિષ્ફળ ગયેલા લિવરના સૌપ્રથમ પેશન્ટને જીવતદાન મળ્યું છે અને ટુંક સમયમાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. નોર્થ લંડનમાં રોયલ ફ્રી હોસ્પિટલ ખાતે પ્રણેતારુપ ડાયાલિવ ઉપકરણથી સારવાર કરાયા અગાઉ ૪૮ વર્ષના પેશન્ટને લિવરની નિષ્ફળતાથી મૃત્યુનું ૩૦ ટકા જોખમ હતું.
બેકપેનની બીમારી વિશ્વવ્યાપી બની રહી છે. તીવ્ર બેકપેનથી થવાથી ઘણા લોકો જિમમાં જવાનું બંધ કરી રહ્યાં હોવાનું એક સર્વેનાં તારણમાં જણાયું છે. ૩૪ ટકા લોકોને લાગે છે કે જિમમાં એકસરસાઇઝ કરવાને કારણે તેમને બેકપેનની ફરિયાદ થઈ છે. બ્રિટિશ શિરોપ્રેક્ટિક એસોસિયેસન દ્વારા ૨,૦૦૦ વયસ્કો પર કરવામાં આવેલા અભ્યાસના આધારે આ તારણો નીકળ્યા છે. અભ્યાસમાં સામેલ ચોથા ભાગનાં લોકોએ પીડા અને ગળામાં દુખાવાના કારણે એક મહિનાથી એક્સરસાઇઝ છોડી દીધી હતી.
સગર્ભાવસ્થામાં વધુ ગળપણ ધરાવતા ખાદ્યપદાર્થો ખાવામાં આવે તો જન્મનારા બાળકને અસ્થમાનું જોખમ રહે છે. સંશોધનમાં જણાયું છે કે ફ્રૂક્ટોઝથી ભરપૂર ગળ્યો ખોરાક ફેફસાને નુકસાન કરે છે. જોકે, તેનાથી એક્ઝીમા કે હે ફીવરનું જોખમ વધતું નથી.
જીવનમાં કોઈ એકાદ ઘટના એવી બની જાય છે જે મનના કોઈ ખૂણે અડ્ડો જમાવીને કાયમ બેસી જાય. મનોવિજ્ઞાનની ભાષામાં એને ફોબિયા કહે છે. ફોબિયાથી પીડિત વ્યક્તિ સજીવ કે નિર્જીવ કોઈ પણ ખાસ વસ્તુને જોઈને ભયની તીવ્ર લાગણી અનુભવે છે અને એ તેના માનસપટ પર ઊંડી છાપ છોડી જાય છે.
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના એક અભિયાન હેઠળ જે લોકોને સતત ખાંસી આવતી હોય અથવા હાંફી જતા હોય તેમણે વહેલી તકે GPપાસે ચેક અપ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે, કારણ કે તે ફેફ્સાના કેન્સર, હ્રદયરોગ અને ફેફ્સાના રોગના મુખ્ય લક્ષણો છે. આ રોગોને લીધે ઈંગ્લેન્ડમાં દર વર્ષે ૧૫૦,૦૦૦ કરતાં વધુ લોકોના મોત થાય છે.
માણસ અન્ન વિના કદાચ અઠવાડિયાંઓ કાઢી શકે, પણ પાણી વિના નહીં. પાણી વિના માનવજીવન ટકાવી રાખવું મુશ્કેલ બની જાય છે કેમ કે આપણા શરીરમાં પાણીનો ભાગ ખૂબ વધુ છે. માત્ર માણસ જ નહીં, સજીવમાત્રના શરીરમાં પુષ્કળ પાણી હોય છે. મનુષ્યશરીરના કુલ વજનમાં આશરે ૬૫થી ૭૦ ટકા જેટલું પાણી હોય છે. એટલું પાણી સતત ટકાવી રાખવું જરૂરી છે ને આથી જ રોજ અઢીથી ત્રણ લિટર જેટલું પાણી પીવાની સલાહ મોટા ભાગના ડોક્ટરો આપે છે.
પ્રૌઢ વયના ડ્રાઇવર્સ માટે ચિંતાજનક કહેવાય તેવી ચેતવણી આપતા વિજ્ઞાનીઓએ કહ્યું છે કે પ્રતિદિન બે કલાકથી વધુ સમય ડ્રાઇવિંગ કરવાથી આઇક્યુ ઘટે છે. તાજેતરના અભ્યાસ મુજબ બે કલાકથી વધુ સમય ડ્રાઇવિંગ કરવાથી મગજ પર વૃદ્ધત્વની અસર વધે છે. ૩૭થી ૭૩ વયજૂથના પાંચ લાખ લોકો પર પાંચ વર્ષ સુધી થયેલા અભ્યાસમાં લાંબી કાર સફર કર્યા પછી મગજ ઓછું સક્રિય રહેતું હોવાનું જણાયું હતું.
