સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    યુરોપમાં વાયુ પ્રદુષણથી વર્ષ

    વાયુ પ્રદુષણ યુરોપમાં વર્ષે ૫૨૦,૪૦૦ લોકોનાં અકાળે મોત માટે કારણભૂત હોવાની ચિંતા યુરોપિયન એન્વિરોન્મેન્ટ એજન્સી (EEA)ના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. નવી ટેકનોલોજીઓના પરિણામે ૪૧ દેશનોના યુરોપ ખંડમાં વાયુની ગુણવત્તા મંદ ગતિએ પણ સુધરી હોવાં છતાં આ પરિસ્થિતિ છે. એજન્સીએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ૨૦૧૪માં ફોસીલ ફ્યુલ્સના બળવાના કારણે વાયુ પ્રદૂષકોમાં વધારો થતાં ૫૨૦,૪૦૦ લોકોનાં અકાળે મોત થયાં હતાં. આ સંખ્યા ૨૦૧૩માં ૫૫૦,૦૦૦ લોકોની હતી. યુકે, સર્બિઆ, આટાલી, જર્મની અને બેલ્જિયમમાં લોકોના આરોગ્ય પર નાઈટ્રોજન ડાયોક્સાઈડની સૌથી ખરાબ અસર જોવાં મળી હતી. યુકેમાં ૨૦૧૪માં નાઈટ્રોજન ડાયોક્સાઈડની અસરથી ૧૪,૦૫૦ અને માઈક્રોસ્કોપિક પાર્ટિક્યુલેટ્સના કારણે ૩૭,૬૦૦ લોકોનાં અકાળે મોત નીપજ્યાં હતાં.

    ખરાબ લાઈફસ્ટાઈલથી આરોગ્ય અને

    સારી લાઈફ સ્ટાઈલ આયુષ્ય વધારે છે તો ખરાબ લાઈફસ્ટાઈલ વ્યક્તિના આરોગ્ય માટે અપાર જોખમ સર્જે છે. વધુ વજન ધરાવતી વ્યક્તિને વધારાના દર બે પાઉન્ડ વજનથી તેમના આયુષ્યમાં બે મહિનાનો ઘટાડો થાય છે, તેમને કોરોનરી આર્ટી ડિસીઝનું જોખમ વધે છે. ફર્ધર એજ્યુકેશનમાં દરેક વધારાનું વર્ષ વ્યક્તિના જીવનના ૧૨ મહિના વધારે છે, જ્યારે દિવસનું એક પેકેટ સિગારેટ પીવાથી આયુષ્યમાં સાત વર્ષનો ઘટાડો થાય છે. બ્લડ કોલેસ્ટરોલના સ્તરમાં સંકળાયેલા જનીન જીવનના આઠ મહિના ઘટાડે છે.

    આર્ટીફિશ્યલ શુગરની ૧૦ આડઅસરો...

    વીતેલા સપ્તાહે આપણે જાણ્યું કે આર્ટિફિશ્યલ શુગરમાં વપરાતું એસ્પાર્ટમ નામનું કેમિકલ શાનું બનેલું હોય છે. આજે આપણે તેની ૧૦ સૌથી મોટી આડઅસર વિશે જાણશું. ઝીરો કેલરી શુગર તો જોઈએ એટલી ખવાય એવી માન્યતાના કારણે માત્ર ડાયાબિટિસવાળા લોકો જ નહીં, પાતળા રહેવા માટે પણ લોકો આર્ટિફિશ્યલ શુગરનો અત્યંત છૂટથી ઉપયોગ કરવા લાગ્યા છે.

    યુએસ માર્કેટમાં મળતા ૬૫ ટકા બે...

    અમેરિકામાં બે તૃતિયાંશ બેબીફૂડમાં ઝેરી અને આરોગ્યને હાનિ પહોંચાડે તેવાં તત્ત્વો મળી આવ્યાં હોવાનું જણાયું હતું. ધ ક્લીન લેબલ પ્રોજેક્ટ દ્વારા ૫૦૦ બેબીફૂડનાં પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં, જેમાં ૬૫ ટકા બેબીફૂડમાં ઝેરી અને હાનિકારક તત્ત્વો હોવાનું જાણવા મળ્યું હતું. બેબીફૂડની ૮૦ ટકા ફોર્મ્યુલામાં પણ ઝેરી અને આરોગ્યને હાનિકારક રાસાયણિક તત્ત્વો હોવાનું જણાઈ આવ્યું હતું. ડેનવરમાં આવેલી નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચાલતી સંસ્થા ધ ક્લીન લેબલ પ્રોજેક્ટ દ્વારા આખા અમેરિકામાંથી ૫૦૦ બેબીફૂડ એકઠાં કરાયાં હતાં. જેમાં ગેર્બર, પેરન્ટ્સ ચોઇસ અને સ્પ્રાઉટ જેવી જાણીતી બ્રાન્ડમાં પણ ઝેરી તત્ત્વો મળી આવ્યાં હતાં.

    ડાયેટિંગ કરો છો ને મોંમાં દુર્...

    તો તમારા માટે આનંદના સમાચાર છે. જે લોકો ભોજનમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ધરાવતો ખોરાક લઈને વજન ઉતારવા મથતા હોય છે તેમના શરીરની સંઘરાયેલી ચરબી બળવાની શરૂ થાય એટલે શ્વાસમાં વાસ આવવાની શક્યતાઓ રહે છે.

    ચાળીસી પછી ખાસ ચેક કરાવજો તમાર...

    વધતી ઉંમરે ઝામર નામનો આંખનો રોગ થઈ શકે છે જેનો ઇલાજ નહીં કરાવો તો થોડાં વર્ષોની અંદર વ્યક્તિ દૃષ્ટિ ગુમાવી શકે છે. પ્રોબ્લેમ એ છે કે આ રોગનાં લક્ષણો શરૂઆતમાં દેખાય જ નહીં એવું પણ બની શકે અને જ્યારે દેખાય ત્યારે દૃષ્ટિ લગભગ જતી રહી હોય છે. આ પરિસ્થિતિને નિવારવા માટે ફરજિયાતપણે દરેક વ્યક્તિએ ૪૦ વર્ષની ઉંમર પછી આંખના ડોક્ટર પાસે ઝામરની ટેસ્ટ કરાવવી જરૂરી છે. એનાથી મોટું ડેમેજ અટકાવી શકાય છે

    જો કાયમ નાઈટ ડ્યૂટી હોય અથવા મોડી રાત્રે જમવાની ટેવ હોય તો ચેતી જજો. મોડી રાત્રે ભરપેટ જમવાથી હૃદયરોગ અને ડાયાબિટિસ થવાની સૌથી વધુ શક્યતા છે. તાજેતરના સર્વેના તારણો કહે છે કે લોહીમાં ફેટનું પ્રમાણ વધવાથી તેને આગળ વધવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે ડાયાબિટિસનો ભોગ બની જવાય છે. બપોર પછી સમય કરતાં થોડું મોડું જમવાથી લાંબાગાળે માંદગી લાગુ પડે છે. જે સમયે આંતરડાં સુસ્ત હોય અથવા બોડી સાઈકલમાં અન્ય પ્રોસેસ ચાલુ હોય ત્યારે કોઈ ખોરાક શરીરમાં આવે ત્યારે આહાર પચાવવામાં તકલીફ પડે છે.

    શું તમને અડધી રાત્રે....

    મોડી રાત્રે ખા-ખા કરવાની આદત માટે અંગ્રેજીમાં શબ્દ છેઃ મિડનાઇટ મન્ચિંગ. રાત્રે બરાબર જમ્યા પછી પણ સતત કેલરીયુક્ત પદાર્થો ખાવાની ઇચ્છા થાય એ ભૂખ નહીં, પણ આદતનું પરિણામ છે. વધુ પડતું સ્ટ્રેસ, કામના વધુ પડતા કલાકો, થાક વગેરે એની પાછળ જવાબદાર હોઈ શકે છે. આ આદત સ્વાસ્થ્ય માટે ખરાબ છે.

    યુકેનું તાપમાન શૂન્યથી નીચે..

    યુરોપના સૌથી ઠંડા સ્થળો રેક્યાવિક અને હેલસિન્કી કરતાં પણ બ્રિટનમાં હાડ ગાળી નાખે તેવી ભારે ઠંડી રહેશે તેવી ચેતવણી હવામાન વિભાગે આપી છે. શિયાળાનો સત્તાવાર આરંભ પહેલી ડિસેમ્બરથી થવાનો છે પરંતુ, સ્કોટિશ હાઈલેન્ડ્ઝ સહિત દેશના કેટલાક વિસ્તારોમાં તાપમાન માઈનસ ૧૦ ડીગ્રી સેન્ટિગ્રેડ થઈ જશે તેવી આગાહી કરાઈ છે. ટીસડેલ, કાઉન્ટી ડરહામ જેવા ઉત્તરના વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે ત્યારે બ્રિટિશરોને લપાઈને રહેવા અને વધુ કાળજી લેવાની સલાહ અપાઈ છે.

    તમે છેલ્લે ક્યારે ઓશિકું ધોયે

    તમે ઓશીકાનાં કવર કેટલા દિવસે ધુઓ છો? કોઈ કહેશે કે પંદર દિવસે કે અઠવાડિયે. થોડાક ચોખલિયાઓ દર બે-ત્રણ દિવસે ધોતા હશે. પણ તમે ઓશીકું કેટલા દિવસે ધુઓ છો? રૂનાં ટ્રેડિશનલ ઓશીકાં તો પાંચ-સાત વરસે દિવાળીમાં સાફ થાય અને સિન્થેટિક મટીરિયલ ધરાવતાં ઓશીકાં ધોવાની જરૂર જ નથી હોતી. એના પરનું કવર જ બદલાતું રહે છે.