સંશોધકો દ્વારા છેલ્લા લાંબા અરસાથી બીટનાં ગુણગાન ખૂબ ગવાઈ રહ્યાં છે. તાજેતરમાં અમેરિકાના સેન્ટ લુઇસમાં આવેલી વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ જાહેર કર્યું છે કે હાર્ટ-ફેલ્યરના દરદીઓમાં બીટનો જૂસ ખૂબ જ ફાયદાકારક છે, એનાથી હૃદયના સ્નાયુની ક્ષમતા સુધરે છે અને લોહી પમ્પ કરવાનું કાર્ય સુધરે છે. આના થોડાક વખત પહેલાં ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ એક્સ્ટરના રિસર્ચરોએ બીટનો જૂસ એક્સરસાઇઝનો સ્ટેમિના અને સહનશીલતા વધારે છે એવું તારવીને કહેલું કે આ જૂસ એથ્લીટ્સ માટે ખૂબ ફાયદાકારક છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
કોઇ પણ વ્યક્તિને આકર્ષક દેખાવ મેળવવો હોય તો દાંત સુંદર અને સફેદ હોવા જરૂરી છે. કોઇ પણ વ્યક્તિ માથાથી પગ સુધી અપ-ટુ-ડેટ હોય અને બત્રીસી બતાવે ત્યારે પીળો રંગ દેખાય તો સામે વાળાની આંખોની ચમક ગાયબ થઈ જાય તેવું બની શકે છે. આધુનિક યુગ છે એટલે બધી જ સમસ્યાઓનું સમાધાન મળી રહે છે. આ લેખમાં દાંતના વિવિધ રંગોથી લઈને તેની સાથે સંકળાયેલા વિવિધ પાસાં તેમજ તેને ચમકાવવાના વિવિધ ઉપાય રજૂ કર્યા છે.
બાળકો વહેલાં પુખ્ત બને તો પાછલી વયમાં તેમને કેન્સર થવાનું જોખમ રહે છે તેમ સંશોધકોએ પ્રથમ વખત સાબિત કર્યું છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નવા જીનેટિક પુરાવાઓની ઓળખ કરી છે, જેમાં પુખ્તાવસ્થામાં વહેલો પ્રવેશ થતો હોય ત્યારે કેટલાક કેન્સર સેક્સ હોર્મોન્સ પ્રતિ સંવેદનશીલ થતાં હોવાનું જણાયું હતું.
તમે જિમમાં એક્સરસાઇઝ કરતાં-કરતાં ડેક પર વેસ્ટર્ન મ્યુઝિક સાંભળવાના શોખીન છો? કે પછી દરિયાકિનારે સાગરનાં મોજાંનો અવાજ સાંભળવા કરતાં તમને કાનમાં હેડફોન ભરાવીને બોલિવૂડનાં ગીતો સાથે જોગિંગ કરવાનું વધુ પસંદ છે? ઘણા લોકોને બોરિંગ એક્સરસાઇઝ કરતાં ઝુમ્બા કે એરોબિક્સ એટલે વધારે ગમતાં હોય છે કેમ કે એમાં મ્યુઝિકના તાલે એક્સરસાઇઝ કરવાની હોય છે. નિયમિત એક્સરસાઇઝ કરતા મોટા ભાગના લોકો મ્યુઝિકની સાથે એક્સરસાઇઝ કરતા હોય છે. મ્યુઝિક સાથે એક્સરસાઇઝ કરવાની તેમને મજા આવે છે એવું સામાન્ય કારણ બધા આપતા હોય છે. તો ઘણા કહેતા હોય છે કે મ્યુઝિક સાંભળીએ તો જ હાથ અને પગ સરસ ચાલે છે.
ત્રીજા ભાગના બ્રિટિશરોના માથે અકાળે મૃત્યુનું જોખમ તોળાઈ રહ્યું છે. આ લોકો કોઈ જ કસરત કરતા ન હોવાના કારણે તેમના માથે આ જોખમ મંડરાઇ રહ્યું હોવાનું એક નવા અહેવાલમાં જાણવા મળ્યું છે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશને (બીએચએફ) તેના અહેવાલમાં ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે આળસુની જેમ રહેતા મોટા ભાગના બ્રિટિશરોમાં કાર્ડિયોવાસ્કયુલર ડિસીઝનું જોખમ ૩૫ ટકા વધી જાય છે.
આંખના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. આમાં પણ વૃદ્ધાવસ્થામાં અંધાપાનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે તેની મુખ્ય કારણ છે મોતિયો. એક સમયે મોતિયાની તકલીફને આંખની બહુ ગંભીર બીમારી ગણવામાં આવતી હતી. જોકે આધુનિક તબીબી વિજ્ઞાને તેની સારવાર એકદમ સરળ બનાવી છે. આથી તેનાથી જરાય ગભરાવાની જરૂર નથી. સમયસરની સારવાર વડે આંખોની આ તકલીફને આસાનીથી દૂર કરી શકાય છે.
સ્વાસ્થ્ય બાબતે લોકો પહેલાં કરતાં ઘણા વધારે જાગૃત જોવા મળે છે, પરંતુ આજે પણ જ્યારે ડોક્ટર્સ ટેસ્ટ કરાવવા માટેની સલાહ આપે ત્યારે ટેસ્ટનું લાંબુંલચક લિસ્ટ જોઈને ઘણા લોકો કહે છે કે આ તો પૈસા પડાવવાના ધંધા છે... આટલા ટેસ્ટની જરૂર શું છે? ડોક્ટર તો કહ્યા કરે ટેસ્ટ કરાવવાનું... આમાં પણ જો અનિચ્છાએ ટેસ્ટ કરાવ્યો હોય અને રિપોર્ટ નોર્મલ આવે તો રિપોર્ટ નોર્મલ હોવાની ખુશી કરતાં પૈસા વેડફાઇ ગયાનું દુ:ખ ઘણા લોકોને વધારે હોય છે. સરવાળે બધો દોષ ડોક્ટરના માથે જાય છે.
ઓબેસિટી ઘણા રોગની કારક છે. એટલું જ નહીં, ઓબેસિટીને કારણે શરીરમાં જમા થતી ફેટ્સ અને પ્રોટીનની ઊણપ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવે છે.
રાજકોટ શહેરની કેન્સર હોસ્પિટલમાં ૩૭ વર્ષથી ફરજ બજાવતા અને ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા ડો. વી. કે. ગુપ્તાના કહેવા પ્રમાણે સમગ્ર ભારતમાં મોં અને ગળાના કેન્સરના સૌથી વધુ કેસ સૌરાષ્ટ્રમાં તેમાં પણ સવિશેષ રાજકોટમાં જોવા મળે છે. પુરુષોના મોં-ગળાના કેન્સર ખૂબ જ કોમન છે. કેન્સરના અડધોઅડધ એટલે દર ૧૦૦ દર્દીઓમાંથી ૫૦ દર્દીઓમાં મોં-ગળાના કેન્સર જોવા મળે છે.
યુકેમાં પેશન્ટે હાલ તેના જનરલ પ્રેક્ટિશનર GP સાથે મુલાકાત કરવા ૧૩ દિવસની રાહ જોવી પડે છે, જે સંખ્યા ૨૦૧૫માં ૧૦ દિવસની હતી. જો, જનરલ પ્રેક્ટિસ સિસ્ટમમાં ધરમૂળ પરિવર્તન નહિ લવાય તો ૨૦૨૨ સુધીમાં રાહ જોવાનો સમય વધીને ત્રણ સપ્તાહ થઈ જવાની ચેતવણી અપાઈ છે. ડોક્ટરો જે ઝડપે NHS છોડી રહ્યા છે તેને ધ્યાનમાં લઈ સરકારે અછત દૂર કરવા ૨૦૨૦ સુધીમાં નવા ૫,૦૦૦ જીપીની ભરતી કરવાની ખાતરી આપી છે. પાંચમાંથી બે ડોક્ટર આગામી પાંચ વર્ષમાં નિવૃત્ત થાય કે કામ છોડે તેમ અન્ય અભ્યાસ જણાવે છે.
