મોઢામાં ચાંદાં પડવાની તકલીફ ઘણી સામાન્ય છે એટલે ઘણા લોકો એને અવગણતા હોય છે. મોટાભાગે પોતાની મેળે જ ઠીક થઈ જતી આ તકલીફ પાછળ ઘણાં છૂપાં કારણો પણ હોઈ શકે છે. જો વ્યક્તિને અલ્સરની સમસ્યા અવારનવાર સતાવતી હોય, લાંબા સમય સુધી એ અલ્સર મટતું ન હોય અથવા ખૂબ દુખતું હોય કે ફેલાઈ રહ્યું હોય તો ડોક્ટરની મુલાકાત અગત્યની છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
દેશવિદેશમાં જાતજાતનાં વર્કઆઉટ-રેજિમ અને ફિટનેસ-ટ્રેન્ડ્સ આવે છે અને જાય છે, પણ ભારતીય યોગશાસ્ત્ર સ્વાસ્થ્ય માટે એટલું અસરકારક અને લાભકર્તા છે કે તેણે આજેય સ્વાસ્થ્ય ક્ષેત્રે આગવું સ્થાન જાળવી રાખ્યું છે. ધ્યાન અને યોગ પ્રાચીન ભારતીય ઋષિ પરંપરાની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે. આજની ભાગદોડભરી જીવનશૈલીમાં યોગ અને પ્રાણાયમ માણસને માનસિક શાંતિની અનુભૂતિ કરાવે છે. પૌરાણિક કાળના ઋષિઓએ વિકસાવેલી યોગક્રિયાઓએ સમયના વીતવા સાથે સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું છે. જો આમ ન હોત તો યુનાઇટેડ નેશન્સે ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો ન હોત.
પાણી નાખીને પેસ્ટ બનાવી બાળકને ખવડાવવામાં આવતાં રેડીમેડ બેબી પાઉડર જોબ કરતી બહેનો કે બાળકને લઈને ટ્રાવેલ કરતી સ્ત્રીઓ માટે એક સરળ ઉપાય બન્યો છે. કેટલીક સ્ત્રીઓ ઘરે પણ બાળકને રેગ્યુલર આ પાઉડર આપે છે. ઘરના બનેલા ખોરાકની સરખામણીમાં આ પાઉડરની પૌષ્ટિકતા ઓછી અને નુકસાન વધુ છે. તો ઉપાય શું? સરળતા અને પૌષ્ટિક્તા બન્ને સચવાઇ રહે તેવા બહારના પાઉડર જેવા જ બેબી પાઉડર ઘરે પણ બનાવી શકાય છે.
આમ તો તાંદળજાની લીલીછમ ભાજી વર્ષના બારેય મહિના વેજીટેબલ શોપમાં જોવા મળતી હોય છે, પણ શિયાળામાં અને વર્ષાઋતુમાં એ વધુ જોવા મળે છે. ઠંડીના દિવસોમાં તાંદળજો વધુ ગુણકારી હોય છે.
ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. માત્ર સિગારેટમાં જ નહીં, દરેક નશીલી સામગ્રીમાં સ્વાસ્થ્ય સંબંધિત આ પ્રકારની ચેતવણી લખેલી હોય છે. જોકે પેકિંગ પર આવી ચેતવણી છતાં લોકો એક યા બીજા પ્રકારે તેનું સેવન કરીને પોતાની જાતને નુકસાન પહોંચાડતા રહે છે. વ્યસનીઓની આ કુટેવના કારણે જ દુનિયામાં દર વર્ષે લાખો લોકો લંગ કેન્સરથી પોતાનો જીવ ગુમાવે છે. જોકે આનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે કેટલાક લોકો તો લંગ કેન્સરને લઈને વ્યાપ્ત મિથ્યાને કારણે પોતાનો જીવ ગુમાવે છે. આજે અહીં એવા મિથકોની વાત કરી છે જેના કારણે લોકો ભ્રમિત રહે છે, અને પૂરતી જાણકારીઓના અભાવમાં લંગ કેન્સરનો ભોગ બને છે.
વર્ષ ૨૦૧૫થી ૨૧ જૂનની ઉજવણી ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે કરવામાં આવી રહી છે તે સમયથી જ યોગ અંગેની જાગૃતિમાં પણ વધારો થયો છે. માત્ર અમદાવાદમાં જ યોગ કરનારાઓની સંખ્યામાં ૨૦ ટકાનો વધારો નોંધાયો છે તેમ ધ એસોસિયેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા (‘એસોચેમ’)ના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે.
પગમાં દેખાતી લીલી-ભૂરી ઊપસી આવેલી રક્તવાહિનીઓ મોટાભાગે દુખાવો ન કરતી હોવાથી શરૂઆતમાં એને અવગણવામાં આવે છે જે લાંબા ગાળે અલ્સર, બ્લડ-ક્લોટ્સ જેવાં કોમ્પ્લિકેશન્સ ઊભાં કરી શકે
જો કોઇ વ્યક્તિ સ્નેકિંગ એટલે કે આખો દિવસ ચણ ચણ કરવાની આદત ધરાવતી હોય તો આખા દિવસમાં ફક્ત સ્નેકિંગ દ્વારા જ ૫૮૦ કેલરી પોતાના શરીરમાં ઉમેરી દે છે. તળેલું, પેકેજ્ડ ફૂડ, બેકરી પ્રોડક્ટ્સ વગેરે શરીરને કઈ રીતે હાનિ પહોંચાડે છે એ વિસ્તારથી જાણીએ
બ્રેસ્ટ કેન્સરના પેશન્ટ્સ માટે પહેલો વિકલ્પ ડ્રગ-કીમોથેરાપી ગણવામાં આવે છે પરંતુ, ન્યૂ યોર્કની આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસિનના સંશોધકોને મળેલા પુરાવા અનુસાર આ માત્ર ટુંકા ગાળાનો અને જોખમી ઉપાય છે. કીમોથેરાપીથી ટ્યુમર્સ સંકોચાય છે તેથી સાથે ટ્યુમર્સને બ્લડ સિસ્ટમમાં પ્રસરવાનો માર્ગ પણ ખુલ્લો કરે છે અને ગાંઠ વધુ મજબૂત બને છે. કેન્સર એક વખત અન્ય અંગોમાં પ્રસરે પછી તેની સારવાર લગભગ અશક્ય બને છે.
બ્રિટનમાં કેન્સરનું નિદાન થવું એ હવે લગ્ન કે પ્રથમ બાળકના જન્મ કરતા પણ વધુ સામાન્ય ઘટનાક્રમ બની ગયો છે. નવા અભ્યાસ અનુસાર બ્રિટનમાં દર વર્ષે નવા લગ્નોની સરખામણીએ કેન્સરના ૭૦૦૦૦થી વધુ નવા કેસો સામે આવે છે.
