સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    ભારતીય મૂળના ડોકટર દ્વારા થ્ર

    ભારતીય મૂળના ડોકટર ડાયા ગાહીરે ૫૩ વર્ષના કેન્સરના એક દર્દીના પગના હાડકાનો ઉપયોગ કરીને થ્રી પ્રીન્ટરની મદદથી સફળતાપૂર્વક જડબાં બનાવ્યા હતા. ઇંગ્લેડના મિડલેન્ડ્સ ક્ષેત્રની રોયલ સ્ટોક યુનિ. હોસ્પિટલના ચેહરા, માથા અને ગળાના નિષ્ણાત ડો. ડાયા ગાહીરે એક વર્ષમાં લગબગ ૪૦ જેટલા ઓપરેશન કરીને સફળતાપૂર્વક જડબાં બનાવ્યા હતા.

    શું તમારા શરીર વિશે આટલું જાણો...

    આધુનિક વિજ્ઞાન ગમેતેટલું આગળ વધે, ગમેતેટલી નવી શોધખોળો થાય, પરંતુ માનવ શરીર જેટલી કોમ્પલેક્સ રચના કદાચ વિશ્વમાં અન્ય કોઈ નહીં હોય. શરીરને જીવંત રાખવા અને તમામ કાર્યો માટે જરૂરી ઊર્જા પૂરી પાડવા શરીરના કેટલાય અવયવો દિવસ-રાત એક્ટિવ રહે છે. દિવસ-રાત ચોવીસેય કલાક. આપણે તો શનિવાર-રવિવાર રજા રાખીને થાકોડો ખાઇ લઇએ છીએ, પરંતુ આપણાં ફેફસાં, હૃદય, મગજ, રક્ત વગેરે તો જ્યારથી આપણો જન્મ થાય છે ત્યારથી અવિરત પોતાનું કાર્ય કરતા કરે છે - એક સેકન્ડનો પણ આરામ કર્યા વગર. અને જો આમાંથી કોઇ એક અવયવ તેની કામગીરી અટકાવે તો આપણું હોસ્પિટલે પહોંચવાનું નિશ્ચિત છે.

    ધૂમ્રપાનના કારણે સ્ત્રીઓને હ

    યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ અને સાઉથ યોર્કશાયર કાર્ડિયોથોરાસિક સેન્ટર દ્વારા નવા સંશોધન અનુસાર ધૂમ્રપાન કરતી ૫૦થી ઓછી વયની મહિલાઓને ધૂમ્રપાન નહિ કરતી સ્ત્રીઓ અને પુરુષોની સરખામણીએ હૃદયરોગનો હુમલો આવવાનું જોખમ ૧૩ ગણુ રહે છે. ધૂમ્રપાન ન કરનારાની સરખામણીએ ધૂમ્રપાન કરતા ૧૮-૫૦ વયજૂથના પુરુષોને હાર્ટ એટેકનું જોખમ ૮.૫ ગણુ હોવાની શક્યતા આ સંશોધને જણાવી છે.

    સ્તનપાનથી બાળકોનો IQ વધતો નથી...

    બાળકોને સ્તનપાન કરાવવાથી તેમનો IQ વધતો નથી, પરંતુ તેઓ ઓછાં હાઈપરએક્ટિવ બને છે તેમ સંશોધનના તારણો જણાવે છે. યુનિવર્સિટી કોલેજ ઓફ ડબ્લિનના સંશોધકોએ ૩થી૫ વર્ષના ૮,૦૦૦ બાળકોની જન્મજાત ક્ષમતાઓનો અભ્યાસ કર્યો હતો. સ્તનપાન અને સમસ્યાઓના ઉકેલની ક્ષમતા વચ્ચે સંબંધ હોવાનું જાણવા મળ્યું છે પરંતુ, બૌદ્ધિક ક્ષમતા વધવાના સંદર્ભે તેની અસર થતી નથી.

    ખોરાકને સૂંઘો, તંદુરસ્ત રહો...

    તંદુરસ્ત રહેવું તે સરળ બાબત છે. પાણી કે પ્રવાહી પીતી વેળાએ સ્ટ્રોનો ઉપયોગ ટાળો અને ઠંડું આઈસ્ડ પાણી તો પીઓ જ નહિ. જમતી વેળાએ ટેલિવિઝન જોતા હોઈએ તો કેટલું ખવાય છે તેનું ભાન રહેતું નથી. આ ઉપરાંત, ખોરાકને સૂંઘીને ખાઓ તેમ ઓક્સફર્ડ યુનિવર્સિટીના સાઈકોલોજિસ્ટ પ્રોફેસર ચાર્લ્સ સ્પેન્સ કહે છે. તેમના મતે તંદુરસ્ત આદતો કેળવવા માટે મગજને મૂર્ખ બનાવવું જોઈએ. ઓછી કેલરી સાથેનો ખોરાક લઈને પણ સંતોષ મેળવી શકાય છે.

    હાઇપરટેન્શનઃ  ઉપેક્ષા ભારે પડ

    તાજેતરમાં પ્રકાશિત થયેલા એક ભારતીય રિસર્ચમાં કેટલાંક ચોંકાવનારાં તારણો બહાર આવ્યાં હતાં. જે અનુસાર હાઇપરટેન્શનની તકલીફના લક્ષણો ખાસ ન હોવાના કારણે લોકો ગફલતમાં રહી જઈને પોતાના રોગનો ઇલાજ કરાવી શકતા નથી. હાઇપરટેન્શનના દરદીઓના માથે કાર્ડિયાક પ્રોબ્લેમ થવાનું જોખમ ૨૦ ટકા જેટલું વધારે રહે છે ત્યારે હાઇપરટેન્શન માટેની આ પ્રકારની બેદરકારી આપણને પોસાય એમ નથી

    લાંબો સમય એન્ટિબાયોટિક્સ લેશ

    બેક્ટેરિયલ ઈન્ફેક્શનની સારવાર માટે એન્ટિબાયોટિક્સ આવશ્યક છે પરંતુ, ગમે તેવા દર્દમાં એન્ટિબાયોટિક્સ લેવાનું ચલણ વધતું જાય છે ત્યારે વૈજ્ઞાનિકોએ તેના વધુપડતા વપરાશ સામે લાલ બત્તી દર્શાવી છે. એન્ટિબાયોટિક્સ ૧૫ કે તેથી વધુ દિવસો સુધી લેવાથી આંતરડાનું કેન્સર થવાનું જોખમ ૭૩ ટકા વધી જાય છે. ૨૦-૩૯ વયજૂથની સરખામણીએ ૪૦-૫૯ વયજૂથના લોકો માટે આ જોખમ વધુ રહે છે. જોકે, વૈજ્ઞાનિકોએ એન્ટિબાયોટિક્સ સારવાર બંધ કરી દેવાની સલાહ આપી નથી.

    સ્પેકસેવર્સ દ્વારા વાચકો માટ

    સ્પેકસેવર્સ દ્વારા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના વાચકો માટે નિઃશુલ્ક હીઅરિંગ ટેસ્ટ અને નિઃશુલ્ક આઈ ટેસ્ટના વાઉચરની ખાસ ઓફર રજૂ કરવામાં આવી છે. આ અોફર અંતર્ગત નિઃશુલ્ક હીઅરિંગ ટેસ્ટ ઉપરાંત ડીજીટલ હીઅરિંગ એઇડની ખરીદી પર £૫૦નું વળતર પણ મળશે.

    પાર્સલીનાં પાન બહુ ગુણકારી...

    વિશ્વના સૌથી શક્તિશાળી અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા સેવન સ્પાઇસીઝની તાજેતરમાં યાદી બહાર પાડી છે. આ સાત સ્પાઇસીઝમાં સામેલ છે - આદું, ઓરેગાનો, તજ, હળદર, સેજ (નોન-ઇન્ડિયન સ્પાઇસ), આખાં લાલ મરચાં અને પાર્સલી. સેજ અને પાર્સલી સિવાયની તમામ ચીજો મોટા ભાગના લોકોએ વાપરી હશે. એના ફાયદાઓ પણ બહુ જાણીતા છે. લીલાં મોટાં પાનવાળા સેજ તેજ ખુશ્બુદાર હોય છે અને મોટા ભાગની નોન-વેજ વાનગીઓમાં તેનો ઉપયોગ થાય છે. હવે રહી વાત પાર્સલીની. પાર્સલીના પાન કોથમીર જેવાં જ દેખાય છે. અન્ય મસાલાઓની જેમ પાર્સલી હેલ્થની દૃષ્ટિએ ખૂબ જ ગુણકારી હોય છે.

    વંશીય જૂથો પૈકી ભારતીય અમેરિક

    છેલ્લાં ૨૫ વર્ષમાં અન્ય વંશીય જૂથોથી ઉલટું સાઉથ એશિયન અમેરિકન મહિલાઓ જેમાં ભારતીય અમેરિકી અને પાકિસ્તાની મહિલાઓનો સમાવેશ થાય છે તેમનામાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું હોવાનું કેન્સર પ્રિવેન્શન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેલિફોર્નિયા (CPIC) દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં જણાયું હતું.