સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    વિશ્વમાં દર ૧લી ડિસેમ્બરે વર્લ્ડ એઈડ્સ ડે મનાવવામાં આવે છે. ૧૯૮૮માં આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. આ દિવસ દુનિયાના લોકોને HIV સામે લડત માટે સંગઠિત થવા તેમજ HIV ના દર્દીઓની સાથે હોવાની લાગણી વ્યક્ત કરવાની અને આ રોગથી મૃત્યુ પામેલા લોકોને યાદ કરવાની તક આપે છે. ૧૯૮૮ નો વર્લ્ડ એઈડ્સ ડે વિશ્વનો સૌ પ્રથમ હેલ્થ ડે હતો. તે છતાં હજુ ૨૦૧૭માં પણ આ બીમારી પ્રત્યે સમાજમાં સૂગ છે. ઘણાં લોકો તો જ્યાં HIVગ્રસ્ત વ્યક્તિ હોય ત્યાં જવાનો ઈનકાર કરે છે. તેમને અડકવાથી ચેપ લાગી જશે તેવી માન્યતાથી અડકવાનો પણ ઈનકાર કરે છે. આ વાત તમને અને મને અજૂગતી લાગશે પણ કમનસીબે કલ્પનામાં માનતા અને HIV સાથે જીવી શકાય તેવી હકીકતોની અવગણના કરતા લોકો પણ છે. આ બીમારી વિશે કેવી રીતે લોકોને કેળવી શકાય ?

    કફ સિરપ નહીં, મધ ચટાડો...

    બે વર્ષનો કેનિલ રાતે ઠોં-ઠોં થતી ખાંસીને કારણે બરાબર સૂઈ નથી શકતો એટલે તેની મમ્મી એક ચમચી કફ સિરપ પીવડાવી દે છે. આ સિરપ પીધાની ૧૫મી મિનિટે તો કેનિલ ગાઢ નિદ્રામાં સરી પડે છે. હાથવગા કફ સિરપને કારણે મમ્મ-પપ્પાઓની રાતની ઊંઘ પણ ખરાબ નથી થતી અને બાળક ચેનની નિંદર માણે છે. જોકે ટૂંકા ગાળાનું આ ચેન લાંબા ગાળે બાળક માટે નુકસાનકારક છે એ બહુ ઓછા લોકો જાણે છે.

    ત્રણમાંથી એક બ્રિટિશ ટીનેજર સ્થૂળ..

    આંકડાઓ અનુસાર બ્રિટિશ તરુણોના ૩૩ ટકાથી પણ વધુ મેદસ્વી છે, જેમાં છોકરીઓનું પ્રમાણ વધુ છે. છોકરીઓ કિશોરાવસ્થામાં વજનદાર થતી જાય છે. વર્ષ ૨૦૦૦ અને ૨૦૦૧માં જન્મેલાં અને ‘જનરેશન ઝેડ’ તરીકે ઓળખાયેલાં ૧૧,૦૦૦ બાળકોનાં અભ્યાસમાં એમ પણ જણાયું છે કે બાળકોને સ્તનપાન કરાવાયું ન હોય, માતામાં શિક્ષણ ઓછું હોય તેમજ જેઓ નાનપણથી જ જાડાપાડા હોય તેઓ મોટા થઈને મેદસ્વી થવાની શક્યતા વધી જાય છે. ૧૪ વર્ષની વયના પાંચમાંથી એક બાળક સ્થૂળ હોય છે, જેઓ મોટા થઈને ડાયાબિટીસ અને હૃદયરોગોનો શિકાર બનવાની શક્યતા રહે છે. વિચિત્રતા તો એ પણ છે કે ૧૧ વર્ષની વય સુધી સામાન્ય વજન હોય તેવા સાત બાળકમાંથી લગભગ એક ૧૪ વર્ષની વયે પહોંચતા સુધીમાં સ્થૂળ થઈ જાય છે.

    તમે શું ખાઓ છો ડિનરમાં?...

    બ્રેકફાસ્ટ અને લંચને ભરપૂર મહત્વ આપનારા ઘણા લોકો ડિનરને મહત્વ ન આપીને મોટી ભૂલ કરે છે. ડિનર વ્યવસ્થિત ન કરવાથી, સમયસર ન લેવાથી, ન ખાવાની વસ્તુ ખાવાથી, વધુ કે સાવ ઓછું ખાવાથી તમારા આખા દિવસના પોષણ પર અસર થઈ શકે છે એટલું જ નહીં, ડિનરમાં થયેલી ભૂલો સીધી શારીરિક જ નહીં, માનસિક હેલ્થ પર પણ અસર કરે છે

    નવ મિલિયન લોકો એકલતાનો શિકાર...

    લાખો લોકોની ભીડમાં પણ એકલાં હોવું તે સ્થિતિ આરોગ્ય માટે એટલી જ ખરાબ છે, જેટલી દિવસમાં ૧૫ સિગારેટ ફૂંકી જવી અથવા મેદસ્વિતાનો ભોગ બનવું. નવ મિલિયન લોકો એકલતાનો શિકાર છે, જેનાથી અકાળે મોતનું જોખમ ૩૩ ટકા વધી જાય છે. એકલતા માત્ર વૃદ્ધોને નહિ, કોઈ પણ વયના લોકોને સતાવે છે. જો કોક્સ કમિશનના રિપોર્ટમાં એકલતાને સામાજિક રોગચાળો ગણાવાયો છે. મોટા ભાગના જીપી પાસે એકલતાના શિકાર પાંચ દર્દીના કેસ આવે જ છે. સ્ટાફમાં એકલતા સતાવતી હોય તેવા કર્મચારીઓના લીધે એમ્પ્લોયર્સને વાર્ષિક અંદાજે ૨.૫ બિલિયન પાઉન્ડનું નુકસાન સહન કરવું પડે છે.

    જીવનશૈલીમાં ફેરફાર કેન્સરથી થતાં...

    કેન્સરને મૃત્યુનો પર્યાય માનવામાં આવે છે પરંતુ, લાઈફસ્ટાઈલમાં આઠ મામુલી ફેરફાર કરવાથી કેન્સરથી થતાં મૃત્યુમાં લગભગ ૪૦ ટકા મૃત્યુ અટકાવી શકાય છે અને દર વર્ષે ૩.૧ મિલિયન લોકો મૃત્યુના મુખમાં જતાં બચી શકે છે. ધૂમ્રપાન છોડી દેવું, આરોગ્યદાયી ભોજન અને ઓછું શરાબપાન કેન્સર થતું અટકાવવામાં સહાયરુપ નીવડે છે. વિજ્ઞાનીઓના કહેવા અનુસાર આ ત્રણ આદતો જ કેન્સરથી થતાં ૩૦.૪ ટકા મોત માટે કારણભૂત હોય છે. વધુ પડતું અલ્ટ્રાવાયોલેટ રેડિએશન, મેદસ્વિતા અને અપૂરતી કસરત સહિત અન્ય પાંચ આદત વધારાના ૧૪.૪ ટકા અથવા તો વાર્ષિક ૧.૨ મિલિયન મૃત્યુ માટે દોષિત ગણાવી શકાય. આંકડા અનુસાર હાલ દર વર્ષે ૮.૨ મિલિયન લોકો કેન્સરથી મોતનો શિકાર બને છે.

    તાવ આવે કે પેટના દુખાવા જેવી એક્યુટ બીમારી વેળા જીપી જ આપણને લખી આપતા હોય છે કે કઈ ગોળી ક્યારે અને કેવી રીતે લેવાની છે. જોકે હાઈ બ્લડપ્રેશર, હાર્ટ ડિસીસ, ઓસ્ટિયોપોરોસિસ, હાઈ કોલેસ્ટરોલ જેવી તકલીફોમાં લાંબા સમય સુધી લેવાતી દવાઓ દિવસના ચોક્કસ સમયમાં લેવાથી એ સૌથી વધુ અસરકારક સાબિત થતી હોવાનું તારણ વૈજ્ઞાનિક અભ્યાસોના આધારે રજૂ થયું છે.

    ફિટનેસ ટ્રેન્ડ્સની ટોપ-૧૦ ....

    વિશ્વભરમાં ૨૦૧૮ માટે ફિટનેસ ટ્રેન્ડ્સની ટોપ-૧૦ યાદીમાં યોગનો પણ સમાવેશ થયો છે. અમેરિકન કોલેજ ઓફ સ્પોર્ટ્સ મેડિસીન (ACSM) દ્વારા કરાયેલા ‘Worldwide Survey of Fitness Trends for 2018’માં આ વાત બહાર આવી છે. સર્વેમાં જણાવાયું છે કે યોગની લોકપ્રિયતા સિદ્ધ કરે છે કે દર વર્ષે કસરતના આકર્ષક પ્રકાર તરીકે તેમાં નવતર પ્રયોગો બહાર આવતા રહે છે.

    રોજ સેલડ ખાવ અને યાદશક્તિ વધારો

    દરરોજ લીલાં પાંદડા ધરાવતો સેલડ લેવાથી વૃદ્ધ લોકોની યાદશક્તિમાં વધારો થતો હોવાનું એક અભ્યાસના તારણો જણાવે છે. શિકાગોમાં રશ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના સંશોધકો દ્વારા ૯૬૦ લોકોનાં અભ્યાસ પછી ન્યૂરોલોજી જર્નલમાં આ અભ્યાસ પ્રસિદ્ધ થયો છે. સંશોધકોએ ડીમેન્શિયા નહિ ધરાવતાં ૮૧ વર્ષની વયના લોકોનો ૧૦ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો.

    ઓલ્ઝાઇમર્સનું એક લક્ષણઃ નીરસ

    ડિપ્રેશન વગરની નીરસતા એટલે ઓલ્ઝાઇમર્સ ડિસીઝનું પ્રાથમિક લક્ષણોમાંની એક. ૬૦ વર્ષથી વધુ વયના લગભગ ૫૦-૭૫ ટકા લોકોમાં આ રોગ જોવા મળે છે ત્યારે જાણો ઓલઝાઇમર્સના અન્ય લક્ષણો.