બ્રિટન ક્રિકેટની રમતનું જન્મદાતા મનાય છે પરંતુ બ્રિટિશરો માટે તે સૌથી બોરિંગ રમતોની યાદીમાં ટોપ-૩માં છે. પોલિંગ કંપની યૂ ગવ દ્વારા લોકો પાસેથી ૧૭ રમતો માટે બોરિંગ, ઘણી બોરિંગ, ન બોરિંગ ન રસપ્રદ અને રસપ્રદ, ઘણી રસપ્રદના વિકલ્પ સાથે મત લેવાયો હતો. ક્રિકેટને ૫૮ ટકા લોકોએ બોરિંગ કે ઘણી બોરિંગની શ્રેણીમાં રાખી હતી. ક્રિકેટથી વધુ બોરિંગ રમત ફક્ત અમેરિકન ફૂટબોલ અને ગોલ્ફ ગણાઈ હતી. ગોલ્ફને ૭૦ ટકા લોકોએ અને અમેરિકન ફૂટબોલને ૫૯ ટકાએ બોરિંગ કે ઘણી બોરિંગ ગણાવી હતી. ૧૭ ટકા લોકોએ ક્રિકટને ના તો બોરિંગ અને ના રસપ્રદની શ્રેણીમાં રાખી હતી. માત્ર ૨૨ ટકા લોકોએ ક્રિકટને ઘણી રસપ્રદ ગણાવી હતી.
રમતગમત
Block: Site: Subtree Block
ભારતીય જોડી - પંકજ અડવાણી અને મનન ચંદ્રાએ પ્રથમ આઇબીએસએફ સ્નૂકર ટીમ વર્લ્ડ કપ જીતી લીધો છે. બેસ્ટ ઓફ ફાઇવ ફાઇનલમાં ભારતીય જોડી ૦-૨થી પાછળ રહ્યા બાદ વાપસી કરતાં ૩-૨થી પાકિસ્તાનને પરાજય આપ્યો હતો.
હરિયાણાની ૧૬ વર્ષીય મનુ ભાકરે વિમેન્સ ૧૦ મીટર એર પીસ્તોલ ઇવેન્ટમાં ચેમ્પિયનશિપ જીતીને આઇએસએસએફ વર્લ્ડ કપ શૂટિંગમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેણે ફાઇનલમાં ૨૩૭.૫નો સ્કોર કર્યો હતો. મનુ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતનાર સૌથી યુવા ભારતીય શૂટર બની ગઈ છે. આ મનુનો પ્રથમ વર્લ્ડ કપ છે. તેણે ફાઇનલમાં બે વખતની વર્લ્ડ કપ ફાઇનલ વિજેતા મેક્સિકોની એલેઝેન્ડ્રા જાવાલાને હરાવી હતી.
ગ્રેગ ચેપલની ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે નિમણૂક કરાવવી તે મારી કારકિર્દીની સૌથી મોટી ભૂલ હતી તેવો ખુલાસો પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કર્યો છે. સૌરવ ગાંગુલીની આત્મકથા ‘સેન્ચ્યુરી ઇઝ નોટ ઇનફ’ આગામી દિવસોમાં પ્રકટ થવાની છે. જેમાં સૌરવ ગાંગુલીએ પોતાના અંગત જીવન તેમજ કારકિર્દી અંગે કેટલીક જાણી-અજાણી વાતો રજૂ કરી છે.
અફઘાનિસ્તાનના યુવા સ્પિનર રશીદ ખાન માટે વીતેલું સપ્તાહ આજીવન અવિસ્મરણીય બની રહેશે. આ લેગ સ્પિનરે વિશ્વને સ્તબ્ધ કરીને સાત દિવસમાં ત્રણ રેકોર્ડ નોંધાવ્યા છે. ૧૯ વર્ષીય રશીદ હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિશ્વનો સૌથી યુવા કેપ્ટન બન્યો છે.
આઇપીએલ-૧૧માં કોલકાતા નાઈટ રાઈડર્સે દિનેશ કાર્તિકને કેપ્ટન બનાવ્યો છે, જ્યારે રોબિન ઉથપ્પાને વાઈસ કેપ્ટન તરીકે જવાબદારી સોંપાઇ છે. કોલકાતાએ દિનેશ કાર્તિકને ૭.૪ કરોડ રૂપિયામાં ખર્ચીને ટીમમાં સામેલ કર્યો છે.
એડિલેડઃ ભારતના ક્રિકેટચાહકોને રવિવારે લગભગ બે મહિના બાદ સારા સમાચાર મળ્યા. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સતત નબળો દેખાવ કરી રહેલી ટીમ ઇંડિયાએ કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને ૭૬ રને હરાવીને વર્લ્ડ કપમાં વિજયી પ્રારંભ કર્યો છે. લાંબા સમયથી ક્રિકેટચાહકો આ દિલધડક મુકાબલાની રાહ જોઇ રહ્યા હતા. એક અંદાજ પ્રમાણે આશરે એક અબજ લોકોએ ટીવી પરદે આ મેચ નિહાળી હતી.
ટીમ ઇંડિયાનો સ્ટાર બોલર મોહમ્મદ શમી સામે તેની પત્નીએ ઘરેલુ હિંસા, મારપીટ, ધાકધમકીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આની સાથોસાથ તેણે શમી સામે મેચફિક્સિંગમાં સંડોવણી તેમજ અન્ય યુવતીઓ સાથે અનૈતિક સંબંધોના આક્ષેપો પણ કર્યા છે.
ટીમ ઇંડિયાએ રવિવારે રમાયેલી અત્યંત રોમાંચક ફાઇનલમાં ટ્રાયેન્ગ્યુલર ટી૨૦ સીરિઝ જીતીને શ્રીલંકામાં વિજયપતાકા લહેરાવ્યા છે. ભારતના આ વિજયનો હીરો હતો દિનેશ કાર્તિક. બાંગ્લાદેશ સામે રમાયેલી ફાઇનલમાં તેણે છેલ્લી બે ઓવરમાં (આઠ બોલમાં અણનમ ૨૯ રન) સ્ફોટક ઇનિંગ રમી ટીમને ચાર વિકેટે વિજય અપાવ્યો હતો. મેન ઓફ ધ મેચ કાર્તિક જાહેર થયો હતો જ્યારે વોશિંગ્ટન સુંદર મેન ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવી ૧૬૬ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે ૨૦મી ઓવરના અંતિમ બોલે દિનેશ કાર્તિકની સિક્સરની મદદથી વિજય મેળવી લીધો હતો. ૧૬૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમ માટે શરૂઆત મિશ્ર રહી હતી. ભારતે ચાર ઓવરમાં ૩૭ રન કરી લીધા હતા, પરંતુ ધવન અને રૈનાની વિકેટ ગુમાવી દીધી હતી.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો પાપનો ઘડો આખરે ભરાઇ જ ગયો. સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન બોલ સાથે ચેડાં કર્યાની ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સની કબૂલાતે રમતજગતમાં હલચલ મચાવી દીધી છે. બોલ ટેમ્પરિંગનો કિસ્સો જાહેર થતાં જ સ્ટીવ સ્મિથને ચાલુ મેચે ટીમની કેપ્ટનશીપ ગુમાવવાનો વારો આવ્યો છે. તો ભારતમાં આઇપીએલની રાજસ્થાન રોયલ્સ ટીમના મેનેજમેન્ટે કેપ્ટનપદેથી તેની હકાલપટ્ટી કરી છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના આ કરતૂતો જાહેર થતાં જ ટીમ પર ટીકાની ઝડી વરસી છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની આ ટીમને ચીટિંગ માટે યાદ રખાશે. જ્યારે ઈયાન ચેપલે કહ્યું હતું કે કોઈ પણ રમતમાં ચીટરનું ટેગ મળવું સૌથી ખરાબ બાબત છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ સામે ભૂતકાળમાં અનેક વખત મેદાનમાં ગેરવર્તણૂકના અને બોલ સાથે ચેડાં કરતાં રહેવાના આક્ષેપ થતાં રહ્યાં છે. જોકે આ વખતે તેના કરતૂત કેમેરામાં ઝડપાઇ જતાં બચાવની કોઇ શક્યતા જ રહી નહોતી.
