રમતગમત

No

Block: Site: Subtree Block

    ‘પેરા સ્વિમર જીગર ઠક્કર કે ઈરા...

    રાજકોટના જયેશભાઈ અને હિનાબહેન ઠક્કરનું એકમાત્ર સંતાન જીગર જન્મ સાથે સેરેબ્રલ પાલ્સી નામની શારીરિક-માનસિક દિવ્યાંગતાની ઉણપ લઈને આવ્યો હતો. પરંતુ તેણે લોખંડી મનોબળ અને દ્રઢ ઈચ્છાશક્તિ વડે પોતાની જાતને એટલી કસી કે પેરા સ્વિમર તરીકે દેશનું નામ રોશન કર્યું છે. તે ભારતભરમાં અવ્વલ પેરા સ્વિમર છે. જીગરે એટલી સિદ્ધિ મેળવી કે ૩૮મા મન કી બાત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નામ સાથે ન માત્ર ઉલ્લેખ કર્યો, તેના જઝ્બાને સલામ પણ કરી. ‘પિછલે દીનો ઉદયપુરમેં ૧૭મી નેશનલ પેરા સ્વિમિંગ પ્રતિયોગિતા આયોજિત હુઈ. દેશભર કે વિભિન્ન હિસ્સો સે આયે હુએ હમારે દિવ્યાંગ ભાઈ બહેનોને ઈસમેં ભાગ લીયા થા. ઔર અપને કૌશલ્ય કા પરિચય દિયા થા. 

    વિરાટ વિક્રમોની વણઝાર સર્જતો

    ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ જૂના રેકોર્ડ તોડીને નવા વિક્રમોની વણઝાર રચી છે. શ્રીલંકા સામે રમાતી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે કોહલીએ ૨૪૩ રનની ઇનિંગ્સ સાથે છઠ્ઠી બેવડી સદી ફટકારી હતી. આ સાથે જ કોહલીએ કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદીનો બ્રાયન લારાનો રેકોર્ડ તોડયો છે. 

    સાઉથ આફ્રિકા સામેની ભારતીય ક્

    સાઉથ આફ્રિકા સામે રમાનાર ત્રણ ટેસ્ટની શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની સોમવારે જાહેરાત કરાઇ છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ વિરાટ કોહલીની આગેવાનીમાં ૧૭ સભ્યોની જાહેરાત કરી છે. જેમાં પાંચ ગુજરાતી ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના પાંચ ખેલાડીઓનો એકસાથે ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો છે.

    ક્રિકેટર જસપ્રીત બુમરાહના દા

    ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદા સંતોક સિંહનો મૃતદેહ દસમીએ સાબરમતી નદીમાંથી મળી આવ્યો હતો. ૮૪ વર્ષના સંતોક સિંહ પૌત્ર જસપ્રીતને મળવા અમદાવાદ આવ્યા હતા. તેઓ લાપતા થયાની અમદાવાદમાં રહેતી તેમની દીકરીએ આઠમીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સંતોક સિંહ ઉત્તરાખંડમાં રિક્ષા ચલાવતા હતા. જસપ્રીતના પિતા અને સંતોકસિંહના પુત્ર જસબીરનું ૨૦૦૭માં નિધન થયા પછી ફેબ્રિકેશનની ફેક્ટરીઓ વેચીને સંતોક સિંહ ઉત્તરાખંડ ચાલ્યા ગયા ત્યાં પડતીનાં દિવસો આવતાં રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા.

    પોરબંદરનો પ્રેમ સિસોદીયા ઈંગ

    ક્રિકેટ ક્ષેત્રે હવે પોરબંદરના ખેલાડીઓ વિદેશની ક્રિકેટ ટીમમાં પણ સ્થાન મેળવી રહ્યા છે. પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામના વતની અને હાલ યુકેમાં સ્થાયી થયેલા પ્રેમ સિસોદીયા નામના યુવાનની પસંદગી અંડર-૧૯ વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ માટે થઈ છે. 

    સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે પાંચ જાન્યુઆરીથી ભારત સામે શરૂ થઇ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ૧૫ ખેલાડીની ટીમની જાહેરાત કરી છે. પ્રથમ ટેસ્ટ કેપટાઉનમાં રમાવાની છે. આ ટેસ્ટ મેચ માટે સાઉથ આફ્રિકાએ ટીમમાં ફાસ્ટ બોલર ડેલ સ્ટેન અને બેટ્સમેન એબી ડી વિલિયર્સને સામેલ કર્યા છે. બંને ખેલાડીઓ ઇજા બાદ લાંબા સમયે ટીમમાં પરત ફર્યા છે.